દરેક લોકોને જીવનમાં કોઈને કોઈ મુશ્કેલી અવશ્ય હોય છે. પરંતુ ફર્ક માત્ર એટલો જ હોય છે કે, અમુક લોકોના જીવનમાં પરેશાની આવે અને તરત જતી રહેતી હોય છે તો અમુક લોકો તેની સામે લાંબા સમય સુધી લડત આપતા હોય છે. તો કોઈ મુશ્કેલી લાંબી ચાલે ત્યારે ગ્રહોની ખરાબ દશા અથવા ખરાબ કિસ્મત તેનું કારણ હોય છે. તો આવી મુશ્કેલીમાંથી બહાર આવવા માટે સોમવારના દિવસે અમુક વિશેષ વસ્તુનું દાન કરવું જોઈએ. આપણા શાસ્ત્રોમાં પણ દાન કરવાનું એક અનેરું મહત્વ રહેલું છે. તમે જેટલું વધુ દાન કરો છો એટલી ઈશ્વરની કૃપા તમારા બની રહી છે અને ભાગ્ય પણ ખુલે છે. જો તમારી ખરાબ ગ્રહ દશા અને કિસ્મત ખરાબ હોય તો સોમવારના રોજ અમુક વસ્તુનું દાન કરવું જોઈએ. તો ચાલો જાણીએ સોમવારના રોજ કંઈ કંઈ વસ્તુનું દાન કરવું શુભ માનવામાં આવે છે.
દૂધનું દાન : સોમવારના દિવસે દૂધ અથવા તેની બનેલી વસ્તુ એટલે, છાશ, પનીર, ઘી, પ્રસાદ અથવા અન્ય કોઈ વસ્તુનું દાન કરવું ખુબ જ લાભકારી છે. જેમ કે તમે બધા જાણો છો કે, હિંદુ ધર્મ અનુસાર સોમવારનો દિવસ મહાદેવનો વાર છે. ભગવાન ભોળાનાથને દૂધ પ્રિય હોય છે. ઘણા લોકો શિવલિંગ પર દુધનો અભિષેક પણ કરતા હોય છે. એટલા માટે આ દિવસે જરૂરિયાત વાળા લોકોને દૂધ દાન કરવું જોઈએ, તેનાથી તમારું ભાગ્ય ખુલે છે.
સફેદ રંગના કપડા : સોમવારના દિવસે સફેદ રંગના કપડાનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે, આ દિવસે સફેદ રંગના કપડા કોઈ ગરીબ અથવા બ્રાહ્મણને દાનમાં આપવા જોઈએ. તેનાથી તમારી સેહ્દ ખુબ જ સારી રહે છે. તેની સાથે જ તમારા ઉપર દેવતાઓનો આશીર્વાદ લાંબા સમય સુધી રહે છે. જો કે તમારે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે, કોઈ પરણિત સ્ત્રીના સફેદ કપડા દાનમાં ન આપવા જોઈએ. સફેદ કપડા માત્ર પુરુષોને જ દાનમાં આપવા જોઈએ.
શિવ મંદિરમાં ચઢાવો : સોમવારના દિવસે ભોળાનાથ તેના ભક્તોની પ્રાર્થના જલ્દી સાંભળી લે છે. એટલા માટે તેને પ્રસન્ન કરવા માટે આ દિવસે શિવ મંદિરમાં કંઈક સામાન અવશ્ય દાન કરવો જોઈએ. તે સામાન કંઈ પણ હોય શકે છે. પૈસા પણ હોય, પ્રસાદી પણ ભગવાનના મંદિરમાં અર્પણ કરવું જોઈએ. આવું કરવાથી તમારું દુર્ભાગ્ય ખતમ થવા લાગે છે. તેમજ દર સોમવારે શિવ મંદિર દર્શન માટે પણ જવું જોઈએ. જો વધુ કંઈ ન કરી શકો તો તમારી ઈચ્છા શક્તિ અનુસાર પૈસા દાન કરવા જોઈએ.
બાળકોને ભેટ આપવી : સોમવારના દિવસે કોઈ કોઈ બાળકને ઉપહાર એટલે કે ગીફ્ટ આપવી પણ લાભકારી હોય છે. તેનાથી તમારા પારિવારિક જીવનમાં સુખ અને શાંતિ બની રહે છે. તમે પોતાના બાળકોને જ નહિ પરંતુ ગરીબ બાળકોને પણ ગીફ્ટ આપી શકો છો. તેનાથી થતા લાભ સિવાય એ બાળકોની અમુલ્ય સ્માઈલ પણ જોવા મળશે. એ ગરીબ બાળકોને તમે પૈસા, ભોજન, રમકડા જેવી ભેટ પણ આપી શકો છો.
ચાંદી : ચાંદીનું દાન દરેક લોકો કરી શકે તેવી સ્થિતિ ન હોય. પરંતુ તમે ચાંદીની નાનામાં નાની વસ્તુ પણ તમે દાનમાં આપી શકો છો. તે તમને મોંઘુ નહિ પડે. તમે ચાંદીની નાની વસ્તુને કોઈ મંદિરમાં, બ્રાહ્મણને અથવા કોઈ ગરીબ વ્યક્તિને દાન કરી શકો છો. તેનાથી તમારી ધન સંબંધિત બધી સમસ્યાઓ દુર થઈ જશે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ