મિત્રો આજના સમયમાં ઘણા લોકો ત્વચાની સમસ્યાથી પરેશાન હોય છે. તો તેના માટે આજે અમે તમને એક ચોક્સ્સ ઉપાય આ લેખમાં જણાવશું. આપણે બધા જ જાણીએ છીએ કે જ્યાં જોઈએ ત્યાં આજકાલ ખુબ જ પ્રદુષણ જોવા મળે છે. પ્રદુષણથી આમ તો ઘણા રોગો થાય છે, પરંતુ વધારે બાહ્ય ત્વચાને પણ તેની અસર થાય છે. સાથે સાથે શિયાળામાં આપણી ત્વચામાં ઘણી વાર ખંજવાળ જેવી સમસ્યા થતી હોય છે. તો આજે આ લેખમાં તેના માટેનો એક ચોક્કસ ઉપાય અમે જણાવશું. આ ઉપાય દ્વારા ત્વચાનો ઈલાજ તો થશે જ પરંતુ તેની સાથે સાથે તમારી ત્વચાને નવી ચમક અને તંદુરસ્ત પણ બનાવશે.
ત્વચા માટે મિત્રો નાળિયેરનું તેલ રામબાણ ઈલાજ માનવામાં આવે છે. જો તમે રોજ ત્વચા અને વાળ પર નાળિયેર તેલ લાગવો છો, તો તેનાથી વાળ ખરવાની સમસ્યા દુર થઈ જાય છે અને ત્વચા સાથે જોડાયેલી સમસ્યા પણ દુર થઈ જાય છે. જેમ કે ત્વચામાં નમી ન હોય તો નાળિયેર તેલથી આપણી ત્વચામાં નમી આવવા લાગે છે.
તો ચાલો જાણીએ નાળિયેર તેલના અમુક એવા ઉપાય જેનાથી તમારી ત્વચા સાથે જોડાયેલી દરેક સમસ્યા દુર થશે અને તમારી ત્વચાને તંદુરસ્ત પણ બનાવશે. આ ઉપાય આમ તો બારે માસ કરવા જોઈએ પરંતુ તેને શિયાળામાં વધારે અસરકારક માનવામાં આવે છે.
ઘણા લોકોને સ્નાન કર્યા બાદ મોચ્યુરાઈઝર ક્રીમ લગાવવાની આદત હોય છે. પરંતુ તમને જણાવી દઈએ કે મોચ્યુરાઈઝરની જેમ તમે નાળિયેર તેલનો ઉપયોગ પણ ત્વચા પર કરી શકો છો. શિયાળામાં નાળિયેર તેલને રોજ ત્વચા પર લગાવવાથી ત્વચાની નમી બની રહે છે.
ત્યાર બાદ શરીરમાં કોઈ જગ્યાએ ખંજવાળ અથવા તો ઇન્ફેકશન હોય તો નાળિયેરના તેલમાં કપૂર મિક્સ કરીને અસરકારક ત્વચા પર રોજ લગાવવાનું. થોડા જ દિવસોમાં તમારી આ સમસ્યાનો નિકાલ આવી જશે. સાથે સાથે કોઈ ત્વચાનું ઇન્ફેકશન હોય તો પણ એ દુર થાય છે.
ઘણા લોકોને આંતરવસ્ત્રોના કારણે નિશાન, ખંજવાળ, બળતરાની સમસ્યા થઈ જતી હોય છે. તેના માટે રોજ સ્નાન કર્યા બાદ ત્યાં નાળિયેરનું તેલ લગાવવું જોઈએ. નાળિયેર તેલ લગાવવાથી તમને આ સમસ્યામાંથી મુક્તિ મળી જશે. પરંતુ મિત્રો એટલું જ નહિ જો નાળિયેર તેલમાં તમે કપૂર મિક્સ કરો અને ત્વચા પર લગાવો તો તેનાથી ખુબ રાહત મળે છે.
મેકઅપને સાફ કરવા માટે નાળિયેર તેલ ખુબ ફાયદાકારક રહે છે. જ્યારે મેકઅપ આપણા ચહેરા પરથી ઉતરે છે એ સમયે આપણી સ્કિન ડ્રાય થઈ જાય છે. જેના કારણે આપણી ત્વચા કોરી દેખાવા લાગે છે. એટલા માટે તમે નાળિયેર તેલને મેકઅપ ઉતારવામાં ઉપયોગ કરો તો તમારી સ્કિન લચીલી અને મુલાયમ બને છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ