મિત્રો તમે રાજનીતિ વિશે તો ઘણું જાણતા હશો. આથી તમે સાંસદ વિશે પણ ઘણું જાણતા હશો. પણ આજે અમે તમને એક ખુબ જ સુંદર સાંસદ મહિલા વિશે વાત કરી રહ્યા છે. આ સાંસદ મહિલા વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેણે એક MLA સાથે પ્રેમ થઈ ગયો અને તેની સાથે લગ્ન પણ કરી લીધા. ચાલો તો આ વિશે વિગતે વાત કરીએ.
જેમ કે તમે જાણો છો તેમ નેતા અને અભિનેતા બંને શબ્દ ઘણી સમાનતા ધરાવે છે. જ્યાં ઘણા રાજનીતિ સાથે સંબંધ ધરાવતા લોકો ફિલ્મ લાઈનમાં જતા રહે છે. અને ઘણા એવા અભિનેતા કે અભિનેત્રી પણ છે, જે રાજનીતિમાં આવી ગયા છે. આવી જ કંઈક વાત છે સાઉથની એક્ટ્રેસ અને રાજનીતિને પોતાની રાહ બનાવનારી મહારાષ્ટ્રની સાંસદ નવનીત કૌર રાણાની, ચાલો તો તેમના વિશે વધુ જાણી લઈએ.
વાસ્તવમાં એક સમયે પંજાબી અને સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં એક્ટ્રેસ નવનીત કૌરે પોતાના રાજનીતિ કરિયરની શરૂઆત 2014 થી કરી છે. જ્યાં તે એનસીપીની ટીકીટ પર 2014 માં લોકસભા ચુંટણી પણ લડી હતી. ત્યાર પણ 2019 માં લોકસભા ચુંટણીમાં યુવા સ્વાભિમાન પાર્ટીની ચુંટણી લડીને જીત મેળવી હતી.
આ સિવાય તમને જણાવી દઈએ કે નવનીત કૌર પહેલેથી જ બાબા રામદેવ સાથે સંબંધ રહ્યો છે. એવું પણ કહેવામાં આવે છે તે બાબા રામદેવને પોતાના પિતા સમાન માને છે. તે પોતાના દરેક નિર્ણયમાં બાબા રામદેવની સલાહ લે છે. નવનીતની પોતાના પતિ રવિ રાણા સાથે મુલાકાત આશ્રમનાના એક યોગા કેપમાં થઈ હતી. જ્યાં બંને વચ્ચે દોસ્તી થઈ અને પછી પ્રેમ થઈ ગયો. એટલું જ નહિ પણ નવનીતે આ સંબંધને આગળ વધારવા માટે બાબા રામદેવની સહમતી પણ લીધી હતી. ત્યાર પછી બંનેએ લગ્ન કરી લીધા.
જાણવા મળતી માહિતી મુજબ નવનીત કૌરે અમરાવતી જીલ્લાના બડનેરાથી નિર્દલીય વિધાયક રવિ રાણા સાથે એક વિવાહ સમારોહમાં 2 ફેબ્રુઆરી 2011 માં લગ્ન કર્યા હતા. આ સમારોહમાં ઘણા મોટા લોકો સામેલ થયા હતા. જેમાં મુખ્ય રૂપે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણ, બાબા રામદેવ, સહારા પ્રમુખ સુબ્રત રોય સિવાય ઘણા લોકો સામેલ થયા હતા.
આ સિવાય તમને જણાવી દઈએ કે, નવનીત કૌર રાજનીતિમાં આવ્યા પહેલા એક સફળ મોડલ અને એક્ટ્રેસ હતી. તેણે વધુ તો તેલુગુ અને પંજાબીની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. રાજનીતિમાં આવ્યા પછી પણ તે પોતાના અલગ અંદાજને કારણે ચર્ચામાં રહી છે. આમ જોઈએ તો નવનીત કૌર મૂળ રૂપે પંજાબની રહેવાસી છે. કારણ કે, તેના માતા-પિતા પંજાબના હતા. પિતા એક આર્મી ઓફિસર હતા અને માતા એક ગૃહિણી. જો કે હાલ તેનો સંપૂર્ણ પરિવાર મહારાષ્ટ્રમાં રહે છે.
એક ઇન્ટરવ્યુંમાં જણાવ્યા અનુસાર તેણે નાનપણથી એક્ટ્રેસ બનવાનું સપનું જોયું હતું. જેના માટે તેણે 12 અભ્યાસ પછી ભણતર પણ છોડી દીધું હતું. ત્યાર પછી નવનીતે એક મોડલના રૂપે કામ કરવાનું શરુ કરી દીધું. ત્યાર પછી તેને એડમાં કામ મળવા લાગ્યું. પછી તે એક એક્ટ્રેસ બની ગઈ.
નવનીત કૌરે કન્નડ ફિલ્મ ‘દર્શન’થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી. ત્યાર પછી તેલુગુ ફિલ્મ ચેતના, જગ્પથી, ગુડ બોય અને 2008 માં ભુમમાં પણ એક્ટ્રેસ રૂપે કામ કર્યું હતું. રિયાલીટી શો હુમ્માં-હુમ્માંમાં પણ એક પાર્ટીસીપેન્ટ રૂપે ભાગ લીધો હતો.
આ સિવાય થોડા દિવસો પહેલા એવા ન્યુઝ આવ્યા હતા કે સાંસદ નવનીત રાણા કૌર બીજેપીનું દામન પકડી શકે તેમ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરતા નવનીત કૌર અને તેની સાથે તેના પતિ રવિ રાણા. આ સિવાય તમને જણાવી દઈએ કે, નવનીત રાણા કૌર સંસદીય ચૂટણીમાં ઘણા બોલીવુડ એક્ટર સાથે પ્રચાર પ્રસાર કર્યો હતો. એક પ્રોગ્રામ દરમિયાન બોલીવુડ એક્ટર ગોવિંદા સાથે નવનીત કૌર રાણા.
નવનીત કૌર રાણા સોશિયલ મીડિયા પર અકસર એક્ટીવ રહે છે. થોડા દિવસ પહેલા તેણે પોલીસ એક કેસ કર્યો હતો. જે અનુસાર ફેસબુક અને WhatsApp પર તેની ફોટો સાથે છેડછાડ કરીને તેની પરમિશન વગર પોસ્ટ અને શેર કરી હતી.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ