કારતક પૂર્ણિમાના દિવસે કરવા જોઈએ આ ખાસ કામ, જાણો તેનું મુહુર્ત ! ધનના થઈ જશે ઢગલા.

મિત્રો આપણે ત્યાં દરેક તહેવારનું એક અનેરું જ મહત્વ હોય છે. તો તેના દરેક સમય અને વિશેષ તિથીનું પણ મહત્વ હોય છે. તો તેવામાં હાલમાં જ આવી રહી છે કારતક પૂર્ણિમા. જેનું પૂજા મુહુર્ત અને શું કરવું જોઈએ તેના વિશે આજે આ લેખમાં અમે તમને જણાવશું. મારે આ લેખને અંત સુધી વાંચો અને જાણો કારતક પૂર્ણિમાના દિવસે શું કરવું જોઈએ.

કારતક મહિનાના શુક્લ પક્ષમાં આવતી પૂનમને, કારતક પૂર્ણિમા કહેવાય છે. આ દિવસે ગંગા સ્નાન, દીપદાન, યજ્ઞ અને ઈશ્વરની ઉપાસના કરવામાં આવે છે. આ દિવસે કરવામાં આવતું દાન-પુણ્ય સહીત ઘણા ધાર્મિક કાર્ય વિશેષ ફળદાયી થાય છે. એવી માન્યતા છે કે, કારતક પૂર્ણિમાના સંધ્યાના સમયે ભગવાન વિષ્ણુનું મત્સ્યાવતાર થયો હતો. એક અન્ય માન્યતા અનુસાર, કારતક  પૂર્ણિમાના દિવસે મહાદેવે ત્રિપુરાસુર નામના એક રાક્ષસનો વધ કર્યો હતો. એટલા માટે તેને ત્રિપુરી પૂર્ણિમા પણ કહે છે. આ વર્ષે કારતક પૂર્ણિમા 30 નવેમ્બરને સોમવારના રોજ છે.

કારતક પૂર્ણિમા વ્રતની પૂજન વિધિ : પુનમના દિવસે સવારે કોઈ પણ પવિત્ર નદી, સરોવર અથવા કુંડમાં સ્નાન કરવામાં આવે તો એ ખુબ જ શુભ માનવામાં આવે છે. સ્નાન બાદ રાધા-કૃષ્ણનું પૂજન અને દીપદાન કરવું જોઈએ. એવી માન્યતા છે કે, આ દિવસે ગાય, હાથી, ઘોડા, રથ અને ઘી નું દાન કરવામાં આવે તો સંપત્તિમાં વધારો થાય છે. જો ઘેટાનું દાન કરવામાં આવે તો ગ્રહયોગના કષ્ટો દુર થાય છે.એવું કહેવામાં આવે છે કે, કારતક પૂર્ણિમાનું વ્રત કરવા વાળા જો બળદનું દાન કરો તો તેને શિવ પદ પ્રાપ્ત થાય છે. કારતક પૂર્ણિમાનું વ્રત રાખવા વાળા લોકોએ આ દિવસે હવન જરૂર કરવો જોઈએ અને કોઈ પ જરૂરિયાત વાળા લોકોને ભોજન કરાવવું જોઈએ.

કારતક પૂર્ણિમાનું મહત્વ : કારતક પૂર્ણિમાના દિવસે ગંગા સ્નાન અને દાન કરવું એ દસ યજ્ઞો સમાન પુણ્યકારી માનવામાં આવે છે. શાસ્ત્રોમાં તેને મહાપુનીત પર્વ કહેવામાં આવ્યું છે. કૃતિકા નક્ષત્ર પડી જવાથી તેને મહાકાર્તિકી કહે છે. કારતક પૂર્ણિમા જો ભરણી અને રોહિણી નક્ષત્રમાં હોવાના કારણે, તેનું મહત્વ વધુ થઈ ગયું છે.

કાર્તિક પૂર્ણિમાનું શુભ મુહુર્ત : આ વર્ષે કારતક પૂર્ણિમાની તિથીની તારીખ 30 નવેમ્બર, 2020 ના રોજ છે. પૂર્ણિમા તિથી આરંભ-29  નવેમ્બરના રોજ રાત્રે 12 વાગીને 49 મિનીટથી આરંભ થશે. પૂર્ણિમાની તિથી સમાપ્ત થશે 30 નવેમ્બરના રોજ બપોરે 3 વાગ્યા સુધી હશે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google  

Leave a Comment