કોરોના સામે લડવામાં ભારત સૌથી આગળ ! પીએમ મોદીની આ સલાહ આખી દુનિયાએ માની.

દુનિયાભરમાં એક વાર ફરી કોરોના વાયરસનું સંક્રમણ વધવા લાગ્યું છે. દુનિયાભરના દેશો જ્યારે કોરોના સંક્રમણના વધતા આંકડાથી પરેશાન છે ત્યારે ભારતે પૂરી રીતે કોરોના પર પકડ બનાવી રાખી છે. ભારતમાં જે રીતે કોરોનાની લડાઈ લડવામાં આવી રહી છે, તે દરેક દેશ માટે નજીર બની ગયો છે. 130 કરોડની જનસંખ્યા વાળા દેશમાં ઓછા થતા કોરોના કેસ પાછળનું મૂળ કારણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દુરદ્રષ્ટિને માનવામાં આવે છે. પીએમ મોદીએ આ સંકટ સમયે જે રીતે નિર્ણયો લીધા અને યોજનાઓ તૈયાર કરી કે તેનું પરિણામ છે કે, હવે કોરોનાની લડાઈમાં ભારતની જીત નિશ્વિત દેખાઈ રહી છે.

ભારતમાં ભલે કોરોનાના કેસો 93 લાખ નજીક પહોંચી રહ્યા છે પરંતુ જનસંખ્યાને ધ્યાનમાં રાખતા અન્ય દેશોની સાથે તુલના કરવા પર જાણવા મળ્યું કે, ભારતે કોરોનાની જંગ અન્ય દેશો કરતા બહેતર લડી છે. 28 નવેમ્બરના આંકડાને જોવામાં આવે તો ભારતમાં પ્રતિ 10 લાખમાં 6,731 કેસો સામે આવ્યા છે. જો કે અમેરિકામાં આ આંકડા પ્રતિ 10 લાખ જનસંખ્યા પર 40,000 આસપાસ છે. બ્રિટનમાં દર 10 લાખ લોકો પર 23,361, ફ્રાંસમાં 33,424, બ્રાઝિલમાં 29,129 જો કે ઈટલીમાં 25,456 લોકો કોરોના સંક્રમિત થયા છે. આ લિહાજથી જોવામાં આવે તો ભારતની તુલનામાં અન્ય દેશોમાં 4 થી 5 ગણા વધુ કેસો સામે આવ્યા છે.

એટલું જ નહિ કોરોનાથી થતા મૃત્યુના આંકડા પર પણ નજર દોડાવે તો અન્ય દેશોની તુલનામાં ભારતમાં મૃત્યુ ઓછા થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના મહામારીની શરૂઆતમાં જ કહ્યું હતું કે, પ્રત્યેક જીવન અનમોલ છે અને દેશને કોરોના મહામારીના ચાલતા એક પણ મૃત્યુ સ્વીકાર્ય નથી. ભારતમાં છેલ્લા 24 કલાકમાં પ્રતિ 10 લાખની આબાદી પર 98 મૃત્યુ દર્જ થયા છે. જ્યારે અમેરિકામાં દર 10 લાખની જનસંખ્યા પર 813, બ્રાઝિલને 805, ફ્રાંસને 780, સ્પેનને 955, બ્રિટનને 846 અને ઈટલીને 888 મૃત્યુ દર્જ થયા છે.મોદી સરકારે ક્યાં કદમ ઉઠાવ્યા : કોરોના મહામારીની શરૂઆતમાં ભારત સરકારે સંસ્થાગત સ્તર પર સૌથી પહેલા પ્રતિક્રિયા આપી હતી. ચીને વુહાન વાયરસ વિશે 7 જાન્યુઆરીના રોજ દુનિયાને જણાવ્યું હતું. ત્યાર બાદ 8 જાન્યુઆરીના રોજ જ નરેન્દ્ર મોદીએ એક મિશન મિટિંગ કરી હતી. ભારત દુનિયાનો પહેલો એવો દેશ હતો, જેણે 17 જાન્યુઆરીથી બીજા દેશથી આવનાર યાત્રીઓનું સ્ક્રિનિંગ શરૂ કરી દીધું હતું.

ભારતમાં 30 જાન્યુઆરીના રોજ કોરોનાના પહેલા દર્દીની જાણકારી મળી હતી, ત્યાર બાદથી જ ભારતમાં સરકારે આખા દેશમાં ખુબ જ ઝડપથી કોરોના સંબંધી સ્ક્રિનિંગ અને તેની રોકથામ માટે એક કદમ ઉઠાવવાનું શરૂ કરી દીધું હતું. ભારત દુનિયાનો પહેલો એવો દેશ હતો, જેણે આરટી-પીસીઆર પરીક્ષાનોની સાથે રેપિડ એન્ટીજન શરૂ કર્યું હતું, જેની પહેલા તો આખી દુનિયામાં આલોચના કરવામાં આવી પરંતુ પછી WHO એ પણ એ માનવું પડ્યું કે, ભારતે સૌથી પહેલા અને સાચા કદમ ઉઠાવ્યા છે. ત્યાર બાદ દુનિયાભરમાં તેને અપનાવામાં આવ્યા.પ્રધાનમંત્રી મોદીએ માર્ચના પહેલા જ અઠવાડિયામાં ઘોષણા કરી દીધી હતી કે, તેઓ ખુદ કોઈ પણ હોળી મિલન સમારોહ અથવા કાર્યક્રમમાં શામિલ નહિ થાય. આ રીતે તેઓ દુનિયાના પહેલા નેતા બન્યા જેમણે સોશિયલ ડિસ્ટન્સને લઈને દુનિયાની સામે એક ઉદાહરણ પેશ કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ્યારે લાખો દેશવાસીઓને સામુહિક સભાઓથી દુર રહેવા માટે સંદેશ આપ્યો ત્યારે ભારતમાં કોરોના વાયરસ 50 કેસો પણ ન હતા.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google  

Leave a Comment