ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીની જેમ તમે પણ ઘરે બેઠા શરૂ કરો વટાણા ખેતી ! કરો લાખોની કમાણી.

દેશમાં આ સમયે વટાણાની ખેતીને લઈને ખુબ જ ચર્ચા થઈ રહી છે. તેનું કારણ છે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને વટાણાની ખેતી પ્રત્યેનો પ્રેમ છે. ક્રિકેટના મેદાનમાં કેપ્ટન કુલના નામથી મશહૂર ધોનીને શાકભાજીમાં સૌથી વધુ વટાણા ખાવા પંસદ છે. ધોની ઈચ્છા છે કે, જ્યારે છોડમાં વટાણા નીકળવાના શરૂ થઈ જાય, ત્યારે તેણે સુકુનની સાથે પોતાના ફાર્મ હાઉસમાં મોટા પ્રમાણમાં વટાણાની ખેતી શરૂ કરી દીધી છે. જણાવી દઈએ કે, દેશના ઘણા ભાગોમાં વટાણાની ખેતી થાય છે અને ઘણી પ્રકારના ઉગાડવામાં આવે છે. તો આજે આ લેખમાં અમે તમને જણાવશું કે, ક્યાં-ક્યાં રાજ્યોમાં વટાણાની ખેતી થાય છે અને તેમાંથી કેટલો થાય છે ફાયદો.

વટાણાની ખેતીની શું છે મહત્વ : ભારતમાં સપ્ટેમ્બર મહિનામાં વટાણાની વાવણી શરૂ થઈ જાય છે અને નવેમ્બરના બીજા સપ્તાહમાં વટાણાનો પાક આવી જાય છે. દિલ્લી, મુંબઈ અને કોલકાતા જેવા મહાનગરોમાં વટાણાની શરૂઆતની કિંમત 60 થી લઈને 80 રૂપિયા કિલો સુધી હોય છે. હાલના વર્ષોમાં વટાણાની ખેતીએ ઘણા ખેડૂતોનું જીવન બદલી નાખ્યું છે. ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, પંજાબ, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને ઝારખંડ જેવા રાજ્યોમાં વટાણાની ખેતી મોટા પાયે શરૂ થઈ ગઈ છે.

વટાણાના પાકમાં નુકસાન કેટલું : વટાણાની ખેતી કરી રહેલા ખેડૂતોને સૌથી વધુ નુકસાન પાકમાં લાગી રહેલા રોગ અને જંતુઓથી થાય છે. તેને ધ્યાનમાં રાખીને વૈજ્ઞાનિકોએ વટાણાની ઘણી જાતો વિકસાવી છે, જે રોગ પ્રતિરોધક હોવાની સાથે-સાથે સસ્તી પણ છે. વૈજ્ઞાનિકોએ વટાણાની નવી જાત પેન્ટ વટાણા-399 વિકસાવી છે, કે વટાણાની અન્ય જાતો એચ.એફ.પી.- 530 અને પેન્ટ વટાણા-74 થી વિકસિત કરવામાં આવ્યા છે. પેન્ટ વટાણા-399 ની વિશેષતા એ છે કે તે માઇલ્ડ્યુ, રસ્ટ, રસ્ટ, ચુરનીલ જેવા રોગો સામે પ્રતિરોધક છે.આ રાજ્ય સૌથી વધુ વટાણાનું ઉત્પાદન કરે છે : ભારતમાં લગભગ 5,415 હજાર ટન વટાણાનું ઉત્પાદન થાય છે. વટાણાની ખેતી કરી રહેલા દેશના પ્રમુખ રાજ્યોમાં ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, પંજાબ, ઝારખંડ અને હિમાચલ પ્રદેશ જેવા રાજ્યો સામેલ છે. ખાસ કરીને પશ્ચિમી ઉત્તરપ્રદેશમાં વટાણાની ખેતી વધુ પ્રમાણમાં થાય છે. ઉત્તરપ્રદેશમાં જ લગભગ દેશના અડધા વટાણાનું ઉત્પાદન થાય છે.

ચુબવાલ વટાણા શા માટે છે ફેમસ : પંજાબના હોશિયારપુરમાં ચુબવાલ વટાણા દેશમાં વધુ ચર્ચિત છે. આખા દેશમાં વટાણાનો પાક સૌથી પહેલા અહી તૈયાર થાય છે. મીઠા સ્વાદના કારણે દેશના તમામ રાજ્યોમાં ચુબવાલના વટાણાની માંગ વધુ છે. દિલ્લી- એન.સી.આર. માં મોટા ભાગે પશ્ચિમી ઉત્તરપ્રદેશ, પંજાબ, હરિયાણાના વટાણા મળે છે. થોડાક વર્ષો પહેલા આર્થિક તંગીનો સામનો કરી રહેલા હજારો ખેડૂત પરિવારોના જીવનમાં વટાણાએ સમૃદ્ધિ લાવી આપી છે. આ વિસ્તારના 100 ગામોમાં આ સમયે વટાણાની ખેતી થઈ રહી છે અને હજારો ખેડૂતો વટાણાની ખેતીથી આત્મનિર્ભર બની ગયા છે.

એશિયાની એકમાત્ર વટાણા બજાર પણ હોશિયારપુરમાં છે. કુલ મળીને વટાણાની ખેતી માટે વધારે પાણીની જરૂર પડતી નથી. 27 થી 30 ડિગ્રી તાપમાનમાં વટાણાની ફસલ સારી થાય છે. લગભગ આ જ કારણ છે કે, દેશના મહાન ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીએ ઝારખંડના રાંચીમાં સ્થિત પોતાના ફાર્મ હાઉસમાં વટાણાની ખેતી શરૂ કરી છે. હાલના વર્ષોમાં વટાણાની ખેતી નફાનો સોદો છે. આવનાર વર્ષોમાં વટાણાની ખેતીને લઈને કિસાનો વધુ જાગૃત થઈ શકે છે. 

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google  

Leave a Comment