મિત્રો તમે મુકેશભાઈ અંબાણી વિશે તો અવારનવાર સમાચારપત્ર માં ઘણું સાંભળતા હશો. ભારતના નંબર વન બિજનેસમેન એવા મુકેશભાઈ અંબાણી નું નામ આજે આખી દુનિયામાં મશહુર છે. પોતાની મહેનતથી એક ખુબ મોટું બિજનેસ સેન્ટર ઉભું કરનાર મુકેશભાઈ અંબાણી વિશે એક વાત સામે આવી છે. એવું જાણવા મળ્યું છે કે તેને એક અજાણી કારમાં ધમકી ભરેલી ચિઠ્ઠી મળી છે. ચાલો તો અંગે વિસ્તારથી જાણી લઈએ.
મુંબઈમાં બીજનેસમેન મુકેશ અંબાણી ના ઘરની બહાર થોડા દિવસ પહેલા એક અજાણી કારથી સંબંધિત બાબતની તપાસ કરવામાં આવી રહી છે. ક્રાઈમ બ્રાંચ એન એટીએસ આ બાબતે તપાસ કરી રહી છે. આ દરમિયાન કારમાંથી જે ચિઠ્ઠી મળી છે તેમાં એક મોટો ખુલાસો થયો છે.
અજાણી કારમાં મળેલ ચિઠ્ઠીમાં લખેલું છે કે, ‘આ તો માત્ર એક ટ્રેલર છે, નીતા ભાભી, મુકેશભાઈ, આ તો માત્ર એક ઝલક છે, હવે પછી સામાન લઈને તમારી પાસે આવીશ અને બધી વ્યવસ્થા થી ગઈ છે.’
તમને જણાવી દઈએ કે મુંબઈમાં મુકેશ અંબાણી ના ઘર એન્ટીલિયા ની બહાર થોડા દિવસ પહેલા એક સ્કોર્પિયો કામ મળી હતી. જેમાં જીલેટીન સ્ટીક મળી છે, ત્યાર પછી અહી તપાસ કરવામાં આવી, સુરક્ષાને વધારવામાં આવી છે.
હલચલ પર નજર હતી, મળ્યું મુંબઈ ઇન્ડિયંસ નું બેગ
આ સિવાય જાણવા મળતી માહિતી મુજબ અ ગતિવિધિને અંજામ આપવા માટે લાંબા સમયથી પ્લાન કરવામાં આવી રહ્યો હતો. જયારે આરોપી કારને ઘરની વધુ નજીક ઉભી રાખવા માંગતો હતો. પણ વધુ સુરક્ષાના કારણે આ ન થઈ શક્યું. તેના દ્વારા અંબાણી પરિવાર ની ગતિવિધિ પર નજર રાખવામાં આવી રહી હતી. દરેક કોન્વે ને ટ્રેક કરવામાં આવી રહ્યો હતો.
આ સિવાય જાણકારી અનુસાર જે સ્કોર્પિયો કામ મળી છે તેની સીટ પર મુંબઈ ઈન્ડીયંસ નું બેગ રાખેલું હતું. મુંબઈ ઇન્દીયંસ આઈપીએલ ની ક્રિકેટ ટીમ છે, જેના માલિક મુકેશ અંબાણી જ છે. આ બેગમાં ધમકી ભરેલી એક ચિઠ્ઠી મળી છે. જે વ્યક્તિએ સ્કોર્પિયો અહી પાર્ક કરી હતી, તે ગાડી મુકીને ઈનોવા કામમાં બેસીને ભાગી ગયો.
જીલેટીન નો નાગપુર કનેક્શન
આ બાબતને લઈને પોલીસ સુત્રોનું કહેવું છે કે આરોપી ઈચ્છે છે કે તે બધાની નજરમાં આવે, આ રીતે જ આ બધો પ્લાન કરવામાં આવ્યો હતો. જે કંપનીનો જીલેટીન આ ગાડીમાં હતો, તે નાગપુર ની કંપની છે. મુંબઈ ક્રાઈમ બ્રાંચ ની ટીમ અહી જઈને તેની તપાસ કરશે.
મુંબઈ ક્રાઈમ બ્રાંચ ઈ કુલ 10 ટીમ આ બાબતે તપાસ કરવા માટે જોડાયેલ છે. આ બાબતે હજી સુધી 5 શંકાસ્પદ લોકો પર નજર રાખવામાં આવી રહી છે. આ સાથે જ એન્ટીલિયા ની આસપાસના સીસીટીવી ફૂટેજ પણ જોવામાં આવી રહ્યા છે.
CRPF રીવ્યુ કરશે સુરક્ષા
તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા મળેલ શંકાશીલ કાર પછી મુંબઈમાં એન્ટીલિયા ની બહાર સુરક્ષાને વધારવામાં આવી છે. મુંબઈ પોલીસએ ઘરની આસપાસ મોટી સંખ્યામાં જવાનોને ઉભા કરી દીધા છે. આ સિવાય મુકેશ અંબાણી ની પાસે જે CRPF ની સુરક્ષા છે, તેનો પણ રીવ્યુ લેવામાં આવી રહ્યો છે.
CRPF થકી મુકેશ અંબાણી ના ક્લોજ પ્રોટેક્શન માં રહેલા જવાનો ઈ સંખ્યા વધારવામાં આવી છે. સાથે જ મુંબઈ પોલીસ ની રીપોર્ટ ના આધારે આગળની સુરક્ષા હજી વધુ ડાઈટ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ બાબતને લઈને છેલ્લા દિવસોમાં જ મુંબઈમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. અને મુંબઈ ક્રાઈમ બ્રાંચ, એટીએસ અને અન્ય એજેન્સીઓ પણ તપાસમાં જોડાયેલ છે. સાથે જ આતંકી દળો ની પણ તપાસ કરવામાં આવી રહી છે.
ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી