મિત્રો આપણે સવારે જે નાસ્તો કરીએ છીએ તે આખા દિવસની એનર્જીને બુસ્ટ કરે છે. તેમજ જો તમારો નાસ્તો ઠીક હશે, હેલ્દી હશે તો તમને આખો દિવસ એનર્જી મળશે. આથી એ જરૂરી છે કે, તમારે સવારે નાસ્તામાં કંઈક હેલ્દી વસ્તુઓ ખાવી જોઈએ. ચાલો તો આ વિશે વધુ જાણી લઈએ.
બ્રેકફાસ્ટ દિવસનો સૌથી જરૂરી ભોજન છે. કારણ કે તેનાથી મેટાબોલીઝ્મ સરખી રહે છે અને આખા દિવસમાં શરીરમાં એનર્જી પણ બની રહે છે. પણ આ એ વાત પર નિર્ભર રહે છે કે, તમે નાસ્તામાં શું ખાવ છો. તેવામાં તમારે નાસ્તામાં તળેલું, જંક ફૂડસ, હાઈ કેલેરી અને ફેટ વાળા ફૂડ્સની જગ્યાએ હેલ્દી ઓપ્શન પસંદ કરવા જોઈએ. આ માટે કાચું પનીર બેસ્ટ વિકલ્પ છે.પનીર પકોડા, શાહી પનીર, પનીર કોફતા, પાલક પનીર, પનીર સેન્ડવીચ, અથવા પનીરની ભુરજીનું નામ તો સાંભળ્યું હશે જ અને તેનું નામ સાંભળીને મોઢામાં પાણી આવી જાય છે. પણ કાચું પનીર શરીર માટે વધુ ફાયદાકારક છે. તો ચાલો જાણીએ પનીરના ફાયદા વિશે.
નાસ્તામાં ખાવો કાચું પનીર : પનીરમાં ભરપુર માત્રામાં પ્રોટીન હોય છે. જેનાથી માત્ર મેટાબોલીઝ્મ જ નહિ પણ ઓવરઇટીંગથી પણ તમે બચી શકશો. વાસ્તવમાં પનીરને પચવામાં સમય લાગે છે, જેનાથી તમે ઓવરઇટીંગથી બચી શકો છો. આ સિવાય તેમાં આયર્ન, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા પોષકતત્વ પણ રહેલા છે. તમે બપોરના ભોજનના 1 કલાક પહેલા અથવા કસરત કર્યા પછી થોડા કલાક બાદ તેનું સેવન કરી શકો છો. આ સિવાય રાત્રે સૂતા પહેલા 1 કલાક અગાઉ પણ પનીરનું સેવન કરી શકો છો. તેને તમે કાળા મરી નાખીને પણ સલાડની જેમ પણ ખાઈ શકો છો. તો ચાલો જાણીએ પનીર ખાવાના ફાયદા.આખો દિવસ રહેશો એક્ટીવ : પનીરમાં ગુડ ફેટ વધુ અને ટ્રાન્સ ફેટ ઓછું હોય છે. જેનાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે. આ સાથે જ તેનાથી શરીરને ઉર્જા પણ મળે છે. જેનાથી તમે આખો દિવસ એક્ટીવ રહો છો.
કાર્બોહાઈડ્રેટ ઓછું કરે છે : 100 ગ્રામ કાચા પનીરમાં 1.2 ગ્રામ કાર્બ્સ હોય છે, જે હાડકાઓને મજબુત બનાવે છે. પ્રોસેસ્ડ ચીઝની તુલનામાં કાચું પનીર શરીર માટે ખુબ જ ફાયદાકારક છે.કેલ્શિયમ : તેમાં કેલ્શિયમની માત્રા ભરપુર હોય છે. જેનાથી માત્ર હાડકાઓ જ નહિ દાંત પણ મજબુત બને છે. તેમાં રહેલ થર્મોજેનેસીસ મેટાબોલીઝ્મને વધારે છે, જેનાથી ફેટ ઝડપથી બર્ન થાય છે.
ડાયાબિટીસમાં : ડાયાબિટીસના દર્દી માટે પણ કાચું પનીર એક આદર્શ નાસ્તો છે. તેમાં ઓમેગા-3 ફેટી એસીડ હોય છે, જેનાથી શુગર કંટ્રોલમાં રહે છે.હૃદય : તેમાં એવા ઘણા ખનીજ રહેલા છે જે બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે. તેનાથી હૃદય સુધી પહોંચતી ધમનીઓ અને નસમાં બ્લડ સર્ક્યુલેશન બરાબર થાય છે અને હાર્ટ ડિસીઝથી બચી શકાય છે.
પાચનક્રિયા : તેમાં ફોસ્ફરસની સારી એવી માત્રા હોય છે, જે પાચન અને ઉત્સર્જનમાં મદદ કરે છે. તેનાથી તમે પેટથી જોડાયેલ સમસ્યાઓથી બચી શકો છો. સાથે જ તેમાં રહેલ મેગ્નેશિયમ કબજિયાતથી પણ બચાવે છે.માનસિક તણાવ : આખો દિવસ કામ કરવાથી સ્ટ્રેસ અને થાક લાગવો એ સામાન્ય વાત છે. પણ એક વાટકો કાચું પનીર ખાવાથી તમારો બધો જ થાક દૂર થઈ જાય છે. આથી જ્યારે પણ તમને સ્ટ્રેસ અથવા થાક હોય ત્યારે કાચા પનીરનું સેવન કરવું જોઈએ. તેમાં રહેલ એમીનો એસીડ ડિપ્રેશનને દૂર રાખે છે.
ડાયાબિટીસ : પનીર ઇન્સુલીનને વધવાથી રોકી શકે છે. જેનાથી ટાઈપ-2 ડાયાબિટીસ અને હૃદયની બીમારીનો ખતરો ઓછો થઈ જાય છે. સેલેનિયમ હાઈ થવા પર બ્લડમાં એન્ટી ઓક્સીડેંટ પ્રોટેક્શન વધી જાય છે.કેન્સરથી : તેનાથી માત્ર ઈમ્યુન સીસ્ટમ મજબુત નથી થતી પણ તે શરીરમાં કેન્સર સેલ્સને વધતા રોકે છે. તેનાથી તમે આ ખતરનાક બીમારીથી બચી શકો છો.
અવાજ સરસ લેખો માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવી બીજી મહત્વની જાણકારી તમને મળી શકે
ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી