સામાન્ય લગતા આ એક કામના લીધે લગ્ન બાદ એકાએક વધવા લાગે છે મહિલાઓનું વજન.. જાણો કારણ અને વજન ઓછું કરવાની સરળ ટિપ્સ

મિત્રો તમે જોયું હશે કે મહિલા જયારે કુવારી હોય છે ત્યારે તેનું શરીર એકસમ ફીટ હોય છે. તેઓ એકદમ સ્લીમ હોય છે. અને દરેક કપડા અને આભુષણ તેને સુટ થાય છે. પણ લગ્ન પછી તેના શરીરમાં ઘણા એવા ફેરફાર થાય છે જેને કારણે તેનું વજન દિવસે દિવસે વધવા લાગે છે. ચાલો તો તે વિશે વિસ્તારથી જાણી લઈએ. 

મહિલાઓ કે પુરુષો દરેકને બહાર નીકળેલ પેટ કોઈને પસંદ નથી હોતું. પુરુષ તો જીમ જઈને પોતાનું વજન ઓછુ કરી લે છે. પણ જીમ ન જવાથી મહિલાઓનું વજન ઓછુ નથી થતું. જયારે ઘણી મહિલાઓ તો જીમ ગયા પછી પણ પોતાનો વજન ઓછો નથી કરી શકતી. ખાસ કરીને 40 વર્ષ પછી મહિલાઓ મતે વજન ઓછુ કરવું એક મોટી સમસ્યા બની રહે છે. 

40 વર્ષ પછી વજન ઓછુ કરવું કેમ મુશ્કેલ છે?

વાસ્તવમાં 40 વર્ષ પછી મહિલાઓના શરીરની માંસપેશીઓ કમજોર થવા લાગે છે. અને મસલ માસ ઓછુ થવા લાગે છે. આ સિવાય ઉંમરમાં મેટાબોલીજ્મ ની ગતિ પણ ધીમી થઈ જાય છે. જેના કારણે કેલોરી બર્ન થવી મુશ્કેલ થઈ જાય છે. 

આ ઉંમરે વજન ઘટાડવા માં બીજી બાંધા એ છે કે હાર્મોન્સ માં બદલાવ. પીરીયડસ, લગ્ન, પ્રેગ્નેસી, મેનોપોજ,ને પાર કર્યા પછી મહિલાઓના શરીરમાં ઘણા હાર્મોન્સ પરિવર્તિત થાય છે. જેના કારણે શરીરના ઘણા ભાગોમાં હાર્ડ ફેટ જમા થઈ જાય છે. તેને વજન ઓછુ કરવામાં મુશ્કેલ થાય છે. 

ટેસ્ટોસ્ટેરોન અને એસ્ટ્રોજનનું સ્તર ઓછુ થવા ના કારણે મહિલાઓના શરીરમાં હાર્ડ ફેટ જમા થાય છે. જયારે આ કારણે પુરુષોમાં સોફ્ટ ફેટ વધે છે. 

પેટની ચરબી ઘટાડવી કેમ જરૂરી છે?

શરીરના અન્ય ભાગો કરતા પેટની ચરબી વધુ હાનિકારક છે. કારણ કે અહી જમા થયેલ વિસરલ ફેટ શ્વાસની તકલીફ, હૃદય રોગ, ટાઈપ-2 ડાયાબીટીસ, હાઈ બીપી, અને હાઈ કોલેસ્ટ્રોલ નું કારણ બની શકે છે. 

લગ્ન પછી 82% મહિલાઓનું વજન વધી જાય છે. 

એક સ્ટડી અનુસાર લગ્નના 5 વર્ષ માં જ લગભગ 82% મહિલાઓનું વજન 10 kg જેટલું વધી જાય છે. શરીરના કેટલક ખાસ અંગ જેમ કે બ્રેસ્ટ, હીપ્સ, અને ટમીમાં ફેટ જમા થાય છે. બહારનું ખાનપાન, લાઈફ સ્ટાઈલમાં બદલાવ, તનાવ, વધતી ઉંમર, પ્રેગ્નેસી અને પુરતી નીંદર ન લેવી. 

પ્રેગનેન્સી પછી પણ વજન વધે છે પણ…

જયારે એક શોધ અનુસાર 10 માંથી 6 ભારતીય મહિલાઓ પ્રેગનેન્સી પછી જાડી થઈ જાય છે. પણ તે વજન ઓછુ નથી કરી શકતી. કારણ કે તેને લાગે છે કે હવે તેને તેની જરૂરત નથી. અને તેનું વજન ઓછુ નહિ થાય. 

40 વર્ષ પછી બેલી ફેટ ઓછુ કરવા માટેની ટીપ્સ 

40 પછી વજન અથવા બેલી ફેટ ઘટાડવો કોઈ મુશ્કેલ કામ નથી. અને ન કે તે માટે તમારે કોઈ હાર્ડ વર્કઆઉટ કરવાની જરૂર છે. બસ પોતાની લાઈફસ્ટાઈલ માં થોડો ફેરફાર તમારો વજન ઓછો કરી શકે છે. 

-સૌથી પહેલા પોતાની ડાઈટ માં સલાડ, લીલા શાકભાજી, 8-9 ગ્લાસ પાણી, જ્યુસ, સૂપ, ફળ, સાબુત અનાજ, ઓટ્સ, સુકો મેવો જેવા હેલ્દી વસ્તુઓ સામેલ કરો. સાથે જ એક રૂટીન બનાવો અને તેને ફોલો કરો. 40 વર્ષ પછી આહારમાં પ્રોટીન વધુ લો. 

-એક વખત ભરપેટ ખાવા કરતા આખા દિવસમાં 5 થી 6 નાના નાના મિલ્સ લો. ભોજનને સારી રીતે ચાવીને ખાવ, રાત્રે હળવો ફાઈબર યુક્ત ભોજન કરો. જે સહેલાઈથી ડાઈજેસ્ટ થઈ શકે. 

-સ્ટ્રેસ લેવાથી બચવું. કારણ કે આ માત્ર વજન વધારો જ નહી પણ ઘણી બીમારીઓને નિમંત્રણ આપે છે. આનાથી બચવા માટે યોગ અને મેડીટેશન કરો. 

-જીમ નથી જવું તો ઘરે જ નાની મોટી કસરત જેમ કે જોગીંગ, વોકિંગ, ફીજીકલ એક્ટીવીટી, ભોજન પછી ચાલવું, વગેરે કરો.સાથે ક વધુ બેસવાથી બચવું જોઈએ. 

-ગેસ કરતી વસ્તુઓ જેવી કે કોબી, ખાટા, તળેલા, મસાલેદાર, વસ્તુઓ, કોફી, ચોકલેટ, કોલ્ડડ્રીંક, સોડા, પ્રોસેસ્ડ, રીફાઇન્ડ ફૂડ, શરાબ, સિગારેટ, વગેરેથી દૂરી બનાવી રાખો. 

અવાજ સરસ લેખો માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવી બીજી મહત્વની જાણકારી તમને મળી શકે

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી.

Leave a Comment