જાણો એક એવા વ્યક્તિ વિશે જે ચા વહેંચીને કમાય છે મહીને બાર લાખ રૂપિયા… જાણો તેની ટેકનીક દંગ રહી જશો.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

💁 જાણો એક એવા વ્યક્તિ વિશે જે ચા વહેંચીને કમાય છે મહીને બાર લાખ રૂપિયા… 💁

☕ મિત્રો આજે અમે તમને એક એવા વ્યક્તિની વાત કરવા જઇ રહ્યા છીએ જે ચા વહેંચીને મહિનાના કમાઈ છે બાર લાખ રૂપિયા. એકવાર તો વિશ્વાસ ન આવે કે ચા વહેંચીને કોઈ આટલું કમાઈ શકે ખરા ? પણ તમને જરા યાદ અપાવી દઈએ કે જો ચા વહેંચનાર વ્યક્તિ જો ભારતનો પ્રધાન મંત્રી બનીને દેશને ચલાવી શકે તો તેમાં કોઈ શક નથી કે કોઈ ચા વાળો ચા વહેંચીને મહીને બાર લાખ પણ કમાઈ શકે.

☕ મિત્રો સામાન્ય રીતે લોકોનું એવું માનવું હોય છે કે ચાનો ધંધો એટલે કે વેપાર તે સાવ નીચી કક્ષાનો વેપાર છે. તેમાં લોકો તમારા સ્ટેટસને સાવ નીચું ગણે પરંતુ આ ટી સ્ટોલ વિશે સાંભળીને તમારા મનમાં પણ એક વાર એવું થશે કે આપણે પણ એક ટી સ્ટોલ ખોલવો જોઈએ. તો ચાલો જાણીએ મહીને બાર લાખનો વેપાર કરતી ટી સ્ટોલ વિશે.

Image Source :
☕ ભારતીય લોકોને ચા પીવાનું ખુબ પસંદ છે. પુણેમાં યેવલે ટી હાઉસની શરૂઆત નવનાથ યેવલેએ કરી હતી. આ વ્યક્તિએ પાંચ વર્ષ સુધી તેણે અલગ અલગ રીસર્ચ કરીને પોતાની ચાની એક ફોર્મ્યુલા બનાવી છે. એટલું જ નહિ પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે ત્યાં કામ કરતા લોકોને પણ ખબર નથી ચા બનાવવાની તે સિક્રેટ ફોર્મ્યુલા.

Image Source :
☕ અહીં ચા બનાવવા માટે દેશી ગાય તથા ભેંસના દુધનો ઉપયોગ કરવામાં આવે છે. તેની ચા એટલી પ્રખ્યાત છે કે લોકો દુર દુર થી અહીં ચાનો સ્વાદ લેવા માટે આવે છે. એટલું જ નહિ પરંતુ અલગ અલગ વિસ્તાર અને સ્ટેટના લોકો પણ અહીં ચાનો સ્વાદ લેવા માટે આવે છે. હાલમાં પુણેમાં તેમના ચાર ટી સ્ટોલ છે અને તેમાંથી તેમને મહીને બાર લાખથી પણ વધારે આવક પ્રાપ્ત થાય છે.

Image Source :
☕ હવે મનમાં સવાલ એ થાય કે આખરે આ ચા આટલી બધી કંઈ રીતે ખપતી હશે. તો મિત્રો તેનું તારણ એવું છે કે સામાન્ય ચા બનાવનાર વ્યક્તિ ચામાં ક્યારેક દૂધ વધારે નાખી દે, ક્યારેક પાણી વધારે નાખી દે અથવા તો ખાંડ વધારે નાખી દે જેના કારણે ચાની ગુણવત્તા જળવાતી નથી. પરંતુ તમે ગમે ત્યારે યેવલે ટી સ્ટોલ પર આવશો તમને હંમેશા એક ઉંચી ગુણવત્તાવાળી ચા જ મળશે.

Image Source :
☕ મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે અહીં એક ટી સ્ટોલ પરથી દિવસની પંદર હજારથી સત્તર હજાર જેટલી આવક મળે છે તો પછી વિચારો કે ચાર ટી સ્ટોલની આવક ભેગી કરીએ તો રોજની આવક પચાસ હજારથી પણ વધુ થશે. આટલી આવક સાંભળીને એવું થાય કે એકવાર આ ચાનો સ્વાદ લેવા માટે પુણે જવું જોઈએ અને જોવું જોઈએ કે આખરે આ ચાના સ્વાદમાં એવું અલગ શું છે.

Image Source :
☕ મિત્રો અહીંથી આપણને એક બીઝનેસ ટીપ મળે છે કે જો આપણે આપણા બીઝનેસનો વિસ્તાર વધારવો હોય અને પ્રખ્યાત બનાવવો હોય તો આપણે ક્યારેય આપણી પ્રોડક્ટની ગુણવત્તા સાથે છેડછાડ ન કરવી જોઈએ. મતલબ આપણા માટે સૌથી મહત્વની કોઈ વસ્તુ હોય તો તે આપણી પ્રોડક્ટની ગુણવત્તા છે.

☕ બીજી ટીપ્સ છે કે જગ્યાઓ એવી પસંદ કરવાની જ્યાં આપણા બિઝનેસનો વિસ્તાર વધે અને એકની ટીપ્સ કે આપણા પ્રોડક્ટની ફોર્મ્યુલા કોઈ સાથે શેર કરવી નહિ.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજઅવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

 

Leave a Comment