અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
💁 આ આઠ કામ તમે રાત્રે કરો છો… તો આજે જ બંધ કરી નાખો …. નહિ તો થશો કંગાળ….. 💁
🤷♀️ મિત્રો આપણા શાસ્ત્રોમાં અમુક કાર્ય એવા છે જે અમુક સમય માટે વર્જિત છે. એટલે કે તે કાર્યોને અમુક સમયે જ કરવા જોઈએ અને અમુક સમયે ન કરવા જોઈએ. જે સમયે જે કાર્ય વર્જિત હોય તે સમયે કાર્ય કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે અને મહાલક્ષ્મીની કૃપા ક્યારેય નથી બનતી. તો ચાલો જાણીએ તે જ કાર્યો વિશે જેને ક્યારેય આ સમયે ના કરવા જોઈએ.
Image Source :
💅 સાંજે અથવા રાત્રે નખ ન કાપવા જોઈએ. ઘણા લોકો સમય ન મળવાના કારણે રાત્રે અથવા સંધ્યા સમય પછી નખ કાપતા હોય છે. આવું કરવાથી ઘરમાં ગરીબી, દરિદ્રતા આવે છે અને મહાલક્ષ્મીની કૃપા ક્યારેય નથી થતી. શાસ્ત્રોમાં પણ રાત્રે નખ કાપવાની બિલકુલ ના કહેવામાં આવી છે અને સાથે સાથે મંગળવાર અને ગુરુવારના દિવસે પણ નખ ન કાપવા જોઈએ.
💇♂️ ગુરુવારના દિવસે શેવિંગ ન કરવું જોઈએ. ગુરુવાર ભાગ્યકારક ગ્રહ બૃહસ્પતિ એટલે કે દેવતાઓના ગુરુનો દિવસ છે. એવી માન્યતા છે કે આ દિવસે શેવિંગ કરવાથી વ્યક્તિને ભાગ્યનો સાથ નથી મળતો. શેવિંગ કરવા માટે રવિવાર, સોમવાર, બુધવાર અને શુક્રવાર. આ દિવસો નિર્ધારિત કરવામાં આવ્યા છે. જ્યારે મંગળવાર, ગુરુવાર અને શનિવારના દિવસે આ કાર્ય વર્જિત છે. તો ધ્યાન રાખવું કે મંગળવાર ગુરુવાર અને શનિવારના દિવસે શેવિંગ ન કરવું જોઈએ. તેનાથી નેગેટીવ એનર્જી આવે છે અને મહાલક્ષ્મીની કૃપા આપણાથી દુર રહે છે.
Image Source :
🌱 રાત્રે તુલસીને સ્પર્શ ન કરવો. તુલસીનો છોડ આપણા બધાના ઘરમાં હોય છે. પરંતુ તુલસી માટે ધ્યાન રાખવું કે તુલસીમાં સવારે પાણી નાખવું જોઈએ અને સંધ્યા સમયે તુલસી નીચે દીવો પ્રગટાવવો જોઈએ. પરંતુ સાંજે ક્યારેય પણ તુલસીને પાણી ન પીવડાવું જોઈએ અને સંધ્યા પછી તેના પાંદને પણ ન તોડવા જોઈએ. આવું કરવાથી મહાલક્ષ્મી નારાજ થઇ જાય છે અને ઘરમાં દરિદ્રતા આવે છે. શાસ્ત્રોમાં આવું કરવાની બિલકુલ મનાઈ છે.
🧹 રાત્રે ઝાડું ન લગાવવું જોઈએ. ધ્યાન રાખવું જોઈએ કે સંધ્યાના સમય પછી ઘરમાં ક્યારેય પણ ઝાડું ન લગાવવું જોઈએ. શાસ્ત્રમાં એવી માન્યતાઓ છે કે જ્યારે આપણે ઝાડું લગાવીને જે કચરાને કાઢીએ છીએ તેનાથી આપણા ઘરની લક્ષ્મી બહાર જતી રહે છે. એટલા માટે સવારે ઝાડું લગાવવું તે સૌથી ઉત્તમ માનવામાં આવે છે.
Image Source :
🙇♀️ સંધ્યા સમયે ક્યારેય સુવું ન જોઈએ. આમ તો સ્વાસ્થ્ય માટે પણ સંધ્યા સમયે સુવું તે સારું નથી મનાતું. પરંતુ જે લોકો સાંજે નિયમિત રૂપે સુવે છે તે મોટાપણાનો શિકાર બને છે. પરંતુ જે લોકો બીમાર હોય, વૃદ્ધ હોય અને ગર્ભવતી સ્ત્રી હોય તેજ સંધ્યાના સમયે સુઈ શકે છે, જે લોકો સ્વસ્થ હોય તેણે ક્યારેય સાંજે ન સુવું જોઈએ. સાંજે સુવાથી મહાલક્ષ્મી ઘરમાં નિવાસ નથી કરતી અને તમારું જીવન આળસથી ભરાય જાય છે અને તમારા શરીરમાં નેગેટીવ એનર્જીનો સંચાર થશે.
Image Source :
💏 સ્ત્રીનું ક્યારેય પણ અપમાન ન કરવું જોઈએ. શાસ્ત્રોમાં માન્યતા છે કે ઘરની સ્ત્રી તે ઘરની લક્ષ્મી છે. જો તમે તમારા ઘરમાં જ સ્ત્રીનું અપમાન કરો છો તો લક્ષ્મી તમારા ઘરમાં ક્યારેય નહિ રહે. તમે પણ એવું જોયું જ હશે, જે ઘરોમાં સ્ત્રી ખુશ રહેતી હોય તે ઘરોમાં પ્રગતી ખુબ જ થાય છે. જે ઘરમાં સ્ત્રી રોતી હોય તે ઘર ક્યારેય પ્રગતિ નથી કરતા. તો તમે પણ આજે જ આ આદતને બદલી નાખો. કે સ્ત્રીનું ક્યારેય પણ અપમાન ન કરવું જોઈએ. કેમ કે તે સાક્ષાત ભગવાન લક્ષ્મીજીનું રૂપ માનવામાં આવે છે.
👫 સંધ્યા સમયે પ્રેમ પ્રસંગથી બચો. પતિ પત્નીએ ક્યારેય્ પણ સંધ્યા સમયે પ્રેમ સંબંધ બાંધવો ન જોઈએ. સંધ્યાના સમયે ઘરનું વાતારવણ ધાર્મિક અને સત્સંગમય હોવું જોઈએ. આ સમયે સંભોગ કરવાથી પવિત્રતા નષ્ટ પામે છે. એટલા માટે સાંજે કામથી બને ત્યાં સુધી દુર રહેવું જોઈએ અને સંધ્યા સમયે પૂજા આરતી કરવી જોઈએ.
Image Source :
🍺 નશો ન કરવો. ઘણા લોકોનો આદત હોય છે કે રાત્રે, દિવસે હંમેશા નશામાં જ રહેતા હોય છે આવા લોકો ક્યારેય પણ પ્રગતી નથી કરી શકતા અને તેના ઘરમાં નેગેટીવ એનર્જી આવે છે અને મહાલક્ષ્મીની કૃપા તેના પર નથી થતી. તો ધ્યાન રાખવું કે નશો બિલકુલ ન કરવો જોઈએ અને રાત્રીના સમયે તો ખાસ ન કરવો જોઈએ.
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજઅવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી