400 થી વધુ ફિલ્મ કરનાર મશહુર એક્ટર જગદીપનું નિધન, શોલેમાં નિભાવી હતી મહત્વની ભૂમિકા.

મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે લગભગ દરેક લોકો માટે 2020 નું વર્ષ ખુબ જ કષ્ટદાયક રહ્યું છે. પરંતુ બોલીવુડ માટે આ વર્ષ ખુબ જ નિરાશાજનક સાબિત થતું જાય છે. છેલ્લા ત્રણ મહિનામાં ઇન્ડસ્ટ્રીના મહાન સિતારાઓ એ આ દુનિયામાંથી વિદાય લીધી છે. તો 8 જુનના રોજ એક એવા જ બોલીવુડના ફેમસ એક્ટરનું નિધન થયું છે. તો ચાલો જાણીએ કોણ છે એ ફિલ્મી એક્ટર. 

બોલીવુડના લિજેન્ડરી એક્ટર અને કોમેડિયન જગદીપ નું 81 વર્ષની ઉંમરે નિધન થયું છે. વધતી ઉંમર સાથે થતી તકલીફોના ચાલતા તેમણે પોતાના પ્રાણ ત્યાગી દીધા હતા. રાત્રે 8.40 વાગ્યે મુંબઈમાં આવેલ તેમના ઘરે નિધન થયું છે. જગદીપનું સાચું નામ સૈયદ ઈશ્તિયાક અહમદ ઝાફરી હતું. તેનો જન્મ 29 માર્ચ 1939 ના રોજ થયો હતો. તમને જણાવી દઈએ કે જગદીપે 400 કરતા પણ વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ 1975 માં આવેલ શોલે ફિલ્મમાં સૂરમાં ભોપાલીનો રોલ કર્યા જગદીપ ખુબ જ ચર્ચામાં આવ્યા હતા. ત્યાર બાદ તેને ખુબ જ સફળતા મળી હતી.

આ સિવાય ફિલ્મ ‘પુરાના મંદિર’ માં મચ્છરના કિરદાર અને ફિલ્મ ‘અંદાજ અપના અપના’ માં સલમાન ખાનના પિતાનો રોલ કર્યો અને દર્શકોને ખુબ જ સારું એવું મનોરંજન પૂરું પાડ્યું હતું. તો તેમણે એક ફિલ્મ પણ નિર્દેશન કર્યું હતું, જેનું નામ હતું સૂરમાં ભોપાલી. આ ફિલ્મમાં લીડ રોલમાં તેઓ પોતે જ હતા. 

જગદીપના આવસાનને લઈને બોલીવુડ જગતના સિતારાઓ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. જેમાં અજય દેવગને ટ્વિટ કર્યું છે કે, “જગદીપ સાહેબના નિધનથી ખુબ જ દુઃખદ સમાચાર મળ્યા. મેં તેને સિનેમાના પરદા પર જોયા હંમેશા એન્જોય કરતા હોય છે. તેઓ દર્શકોનું ખુબ જ મનોરંજન કરતા હતા. જાવેદ અને તેના પરિવાર સાથે મારી સંવેદના છે, જગદીપ સાહેબની આત્મા માટે પ્રાર્થના કરું છું.” અજય દેવગન સિવાય ડાયરેક્ટર અનુભવ સિન્હાએ કહ્યું, ભગવાન જગદીપ સાહેબબ આત્માને શાંતિ આપો

મિત્રો જગદીપના બે દીકરા પણ છે જાવેદ ઝાફરી અને નાવેદ ઝાફરી. જે એન્ટરટેઈનમેન્ટ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે. પરંતુ જગદીપનું ઇન્ડસ્ટ્રીમાં ખુબ જ મોટું નામ હતું. પરંતુ જેમ ઉપર જણાવ્યું એ રીતે છેલ્લા ત્રણ મહિનામાં બોલીવુડના પાંચ મહાન સિતારાનું અવસાન થયું છે. જેમાં એપ્રિલ મહિનામાં ઈરફાન ખાન અને ઋષિ કપૂરનું નિધન થયું, ત્યાર બાદ જુન મહિનામાં સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી અને આ મહીને મશહુર કોરિયોગ્રાફર સરોજ ખાનનું નિધન થયું અને ત્યાર બાદ ખુબ જ ફેમસ જગદીપનું નિધન થયું. 

Leave a Comment