મિત્રો આજકાલ લાંચનો સમય ખુબ જોરશોરથી આગળ વધી રહ્યો છે. ઠેર ઠેર બસ જ્યાં જુઓ ત્યાં લાંચ થકી જ બધું કામ થાય છે. આ લાંચ માટે કોઈ પણ સ્થળ કે સમય કે પછી માણસ નથી જોવામાં આવતું. પરંતુ લાંચ જ જાણે ભગવાન હોય તેમ દરેક લોકો પોતાનું કામ લાંચ આપીને કરવા માંગે છે. સરકારી કામકાજ હોય કે પ્રાઇવેટ દરેક રીતે લાંચ લેવાય છે. સરકારી ઓફિસર હોય કે કોઈ કંપનીમાં જોબ કરતો ઓફિસર હોય. નાના માણસથી માંડીને મોટા ઓફિસર સુધી અમુક લોકો લાંચ લેતા હોય છે. આજે અમે તમને એક એવી ઘટના અંગે વાત કરીશું જેમાં એક સરકારી પોલીસ ઓફિસરે આરોપી પાસે રૂપિયા 35 લાખની લાંચ માંગી છે. ચાલો તો આ અંગે વિસ્તારથી વાત કરીએ.
આ ઘટના છે ગુજરાતના અમદાવાદ શહેરની. જાણવા મળતી માહિતી અનુસાર અમદાવાદના એક રેપ આરોપી પાસે રૂપિયા 35 લાખની રીશ્વાતની માંગ કરવામાં આવી હતી. જેમાં લાંચ માંગવાના આરોપમાં એક પોલીસ ઉપ-નિરીક્ષકને પકડવામાં આવ્યા છે. જ્યારે આ જાણકારી પોલીસ દ્વારા રવિવારે આપવામાં આવી હતી.વધુ જાણવા મળતી માહિતી મુજબ એક પોલીસ અધિકારીએ એવું જણાવ્યું હતું કે, અમદાવાદના પશ્ચિમ વિભાગના મહિલા થાણાના અધિકારી પ્રભારી શ્વેતા જાડેજા પર આ આરોપ લાગવાવમાં આવ્યો છે. કેનાલ શાહ નામક એક માણસ પર 2019 માં દર્જ કરવામાં આવેલ રેપ કેસની કાર્યવાહી આ પ્રભારી શ્વેતા જાડેજા કરી રહી હતી. જ્યારે આ કેસને સંબંધિત માણસના ભાઈ પાસે આ પોલીસ અધિકારીએ રૂપિયા 35 લાખની માંગણી કરી હતી.
આ સિવાય અધિકારીએ એવું પણ જણાવ્યું હતું કે, તેમણે શાહને વિરુદ્ધ સમાજ વિરોધી ગતિવિધિ અધિનિયમ હેઠળ આ કેસ દાખલ ન કરવા માટે લાંચની માંગ કરી હતી. આ અધિનિયમ હેઠળ પોલીસ આરોપીને તેના પિતૃક જેલની બહાર જ કોઈ જેલમાં મોકલી શકે છે.
આ ઉપરાંત શહેરની અપરાધ શાખા દ્વારા પ્રભારી શ્વેતા જાડેજા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી પ્રાથમિકી અપીલ (FIR) દર્જ કરવામાં આવેલ. જે અનુસાર આ મહિલા અધિકારી જાડેજાએ રેપના આરોપી પાસે કોઈ એક માધ્યમથી 20 લાખ રૂપિયાની લાંચ લીધી હતી. જ્યારે બીજા 15 લાખની પણ માંગણી પણ કરવામાં આવી હતી.આ FIR માં એવું પણ જાણવા મળે છે કે, ફરિયાદ કરનાર માણસે ફેબ્રુઆરીમાં જાડેજાને રૂપિયા 30 લાખ લાંચ રૂપે આપ્યા હતા. જ્યારે બાકીના 5 લાખ રૂપિયા આપવા માટે તે તેને પરેશાન કરી રહી હતી. જ્યારે એક અધિકારીના જણાવ્યા અનુસાર પ્રભારી શ્વેતા જાડેજાને શુક્રવારે ભ્રષ્ટાચાર રોકથામ અધિનિયમ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે લોક અભિયોજક સુધીર બ્રહ્ભટ્ટના કહેવા અનુસાર જાડેજાને શનિવારે એક સત્ર અદાલતમાં હાજર કરવામાં આવેલ, જ્યારે પોલીસ અધિકારી દ્વારા જાડેજાને 7 દિવસની રિમાન્ડ પર રાખવાની અપીલ કરી હતી. જો કે અદાલતે આગળની પૂછપરછ માટે 3 દિવસની રિમાન્ડ પર રાખવાની રજા આપી છે.
આ ઉપરાંત એવું જાણવા મળ્યું છે કે અભિયોજક એ જણાવ્યું હતું કે, ‘હાલ તો પોલીસ અભિયુક્તો દ્વારા લેવાયેલ 29 લાખ રૂપિયાની લાંચની રકમ વસુલ કરવામાં જોડાયેલી છે. જ્યારે અત્યાર સુધીની તપાસમાં એવું જાણવા મળ્યું છે કે એક વચેટિયા દ્વારા લાંચ લેવાઈ હતી.’ આ સિવાય અમે તમને જણાવી દઈએ કે, અમદાવાદમાં એક ખેતી સમાધાન કંપનીના પ્રબંધ નિદેશક શાહ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા ધારા 376 હેઠળ રેપના બે મામલા હેઠળ બે કેસ દર્જ કરવમાં આવેલ હતા. જેમાંથી એક કેસની તપાસ પોલીસ સ્ટેશન પ્રભારી શ્વેતા જાડેજા કરી રહી હતી.