💇 વેસેલીનનો આ પ્રયોગ બનાવશે તમારા વાળને લાંબા, કાળા અને ઘાટા… 💇
💇 મિત્રો એક આકર્ષક વ્યક્તિ બનવા માટે સ્વસ્થ મન અને તનની સાથે સાથે વાળનું સુંદર હોવું પણ ખુબ જ જરૂરી છે. ઘણી વખત આપણે જ્યારે આપણા વાળની કાળજી લેવાનું બંધ કરી દઈએ ત્યારે તે ખરવાનું ચાલુ થઇ જાય છે. તેમજ ગ્રોથ થતો અટકાવે છે. જેથી દિવસે દિવસે વાળનું આકર્ષણ ખતમ થઇ જાય છે. ત્યારબાદ તમે તેના માટે ઘણા બધા પ્રયોગો કરતા હોવ છો કે જેથી તેનો ફરીથી ગ્રોથ થવા લાગે અને વાળ સુંદર બની જાય.💇 વાળનું ખરવું અને વધવું તે બંને પ્રાકૃતિક ક્રિયાઓ છે. વાળ તો દરેક વ્યક્તિને થોડા પ્રમાણમાં ખરતા હોય છે પરંતુ તે લોકોના વાળ ખરવાની સાથે સાથે નવો ગ્રોથ પણ થતો હોય છે, પરંતુ સમસ્યા ત્યારે ઉભી થાય છે જ્યારે વાળ ખરે પરંતુ તે ફરી પાછા ઉગે નહિ તેમનો ગ્રોથ ન થાય. તો આ સમસ્યા વાળ માટે ગંભીર સમસ્યા કહેવાય છે વાળ ખરવાની. વાળ ખરવા પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોય છે જેમ કે વાળમાં નિયમિત તેલ ન લગાવવું, વાળને ખુબ જ ટાઈટ બાંધવાથી પણ વાળ ખરે છે. માનસિક તણાવ હોય તો પણ વાળ ખરવાની સમસ્યા ઉદ્દભવે છે.
💇 આ ઉપરાંત શરીરની અંદર હોર્મોન્સમાં થતા બદલાવને કારણે પણ વાળ ખરવાની સમસ્યા થતી હોય છે. આવુ થવાથી વ્યક્તિ માટે તેના વાળની આ સમસ્યા ખુબ જ ચિંતાનો વિષય બની જાય છે. માટે જે પણ વ્યક્તિને ખાસ કરીને સ્ત્રીઓમાંથી વાળ ખરવાની તેમજ અન્ય બીજી સમસ્યા હોય તો તેની સારસંભાળ તમારે વધારે લેવી પડે છે.
💇 મિત્રો માર્કેટમાં ઘણા બધા હેર મોઈસ્યુરાઈઝર મળે છે પરંતુ તે મોંઘા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે વેસેલીન પણ એક હેર મોઈસ્યુરાઈઝર જેવું કાર્ય કરે છે. માટે આજે અમે તમારા માટે વેસેલીનનો એવો પ્રયોગ લાવ્યા છીએ કે જેનો ઉપયોગ કરી તમે તમારા વાળને લાંબા, કાળા, ઘાટા, ચમકદાર અને ખુબ જ સુંદર અને આકર્ષિત બનાવી શકો છો. તો ચાલો જાણીએ વેસેલીનનો અસરકારક પ્રયોગ.
💇 વેસેલીનના પ્રયોગ માટે જોઈતી સામગ્રીઓ: 💇
👉 એક ચમચી વેસેલીન,👉 એક વિટામીન ઈ ની કેપ્સુલ,
👉 એક ચમચી એલોવેરા જેલ, (તમારી પાસે કોઈ બ્રાન્ડેડ એલોવેરા જેલ ન હોય તો તમે એલોવેરાનું પાંન તોડીને ફ્રેશ એલોવેરા જેલ પણ લઇ શકો છો.)
💇 મિત્રો અહીં વેસેલીન ડ્રાય વાળ માટે ખુબ જ સારું કામ કારે છે. વાળને હાઈડ્રેટ રાખવાનું કામ કરે છે તેમજ વાળને કુદરતી મોઈસ્યુરાઈઝ કરીને ચમકાવે છે. તેમજ વાળના મૂળને મજબૂત બનાવે છે અને વિટામીન ઈ થી વાળને જરૂરી પોષકતત્વ મળી રહે છે. એલોવેરા જેલ વાળને સિલ્કી બનાવે છે તેમજ વાળનો ગ્રોથ વધારવામાં મદદ કરે છે.
💇 વેસેલીનનો પ્રયોગ બનાવવાની રીત: 💇
💇 સૌપ્રથમ એક નાની વાટકીમાં તમારે એક ચમચી વેસેલીન લેવાનું છે. 💇 હવે તમારે વેસેલીનને ડબલ બોઇલરની મદદથી મેલ્ટ કરવાનું છે. તેના માટે સૌથી પહેલા એક વાટકો ફૂલ ગરમ પાણી લો હવે તેના પર વેસેલીનની વાટકી રાખી તેને હલાવતા રહેવાનું છે જેથી વેસેલીન મેલ્ટ થઇ જાય.
💇 વેસેલીન મેલ્ટ થયા બાદ તેમાં એક ચમચી એલોવેરા જેલ, એક વિટામીન ઈ ની કેપ્સુલ નાખી દો. 💇 ત્યારબાદ તેને હલાવીને મિક્સ કરી દો.
💇 મિક્સ કર્યા બાદ તે મેલ્ટ થયેલ વેસેલીન ફરી પાછું પહેલા વેસેલીન જેવું બની જાય છે. હવે તમે તેનું ફરી પાછુ ડબલ બોઈલર મેથડની જેમ મેલ્ટ કરીને પણ ઉપયોગ કરી શકો છો. આમ તમે તેનો ઉપયોગ કરી શકો છો.
💇 વેસેલીનના પ્રયોગનો વાળમાં ઉપયોગ કંઈ રીતે કરવો: 💇
💇 તમે બનાવેલ વેસેલીન તમારા વાળ પર રાત્રે સુતા પહેલા લગાવવાનું છે તમારે વાળના મૂળમાં વેસેલીનનું બનાવેલું મિશ્રણ લગાવી હળવા હાથે મસાજ કરવાની રહેશે. ત્યારબાદ તમારે સુઈ જવાનું છે અને તેને આખી રાત રહેવા દેવાનું છે. સવારે ઉઠ્યા બાદ તમારે કોઈ હર્બલ શેમ્પુથી વાળ ધોઈ લેવાના છે. આવું તમારે અઠવાડિયામાં એકવાર કરવાનું છે. આ રીતે તમને વેસેલીનનો બે થી ત્રણ વાર પ્રયોગ કરશો ત્યાં જ ફરક દેખાવા લાગશે.
💇 વેસેલીનના ઘણા ફાયદાઓ છે તેમાં નો એક ફાયદો છે આપણા વાળને સુંદર બનાવવાનો. તો મિત્રો તમે નિયમિત અઠવાડિયામાં એકવાર આ વેસેલીનનો પ્રયોગ કરશો તો તમારા વાળ બેજાન, ડ્રાય અને પાતળા હશે તો લાંબા, કાળા, ઘાંટા અને સુંદર બની જશે. એટલું જ નહિ એટલા સુંદર બનશે કે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે તમારા સુંદર વાળ.
(નોંધ )-ગુજરાતી ડાયરો ની આ જાણકારી, દેશી ઉપચાર અને આયુર્વેદ પર આધારિત છે આ માહિતી નેટ , બુક્સ અને લેખકો દ્વારા સંકલિત કરવામાં આવી છે , કોઈ પણ દવા કે સુજાવ તમારા શરીર અને તાસીર પર આધાર રાખે છે તો લેતા પેહલા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી એ જવાબદારી તમારી રહેશે.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી