શાહરૂખ ખાન ના 6 વર્ષના દીકરા માટે 1 વર્ષની છોકરીનું માંગુ આવ્યું.

મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે મોટું ઘર અને સુખી સંપન્ન પરિવાર હોય ત્યાં લગભગ દરેક વ્યક્તિ આકર્ષિત થાય. જે માતા-પિતા તેની દીકરીનું સાસરિયું શોધતા હોય ત્યારે એવું જ વિચારતા હોય છે કે દીકરીને સારું સાસરિયું મળે. તો તેવામાં હાલમાં જ એક બોલીવુડ સુપરસ્ટારના 6 વર્ષના દીકરા માટે 1 વર્ષની છોકરીનું માંગું આવ્યું હતું. ત ચાલો જાણીએ કોણ છે એ બોલીવુડ સુપરસ્ટાર. 

સુપરસ્ટાર શાહરૂખ ખાન હાલ મોટી સ્ક્રિનથી ભલે દુર હોય, પરંતુ તે તેના ફેન્સના દિલોમાં હંમેશા કાયમ છે. ઝીરો ફિલ્મ ફ્લોપ થયા બાદ સિલ્વર સ્ક્રિનથી ગયાબ થયેલા શાહરૂખ ખાન સોશિયલ મીડિયા દ્વારા તેના ફેન્સના ટચમાં રહે છે. હાલમાં જ તેમણે ટ્વિટર પર #AskSRK સેશન કર્યું હતું, જેમાં ફેન્સને તેની મરજી અનુસારના સવાલ પૂછવાનો મોકો મળ્યો.તે સેશનમાં એક કમાલ થઇ ગયો, એક યુઝરે પોતાની ભત્રીજી માટે શાહરૂખના ક્યુટ દીકરા અબરામનો હાથ માંગ્યો હતો.

તે પરિસ્થિતિમાં શાહરૂખ ખાન પણ હેરાન રહી ગયો. યુઝરે તેની નાની ભત્રીજીની તસ્વીર શેર કરતા લખ્યું હતું કે, “સર મારી ભત્રીજી અબરામને ખુબ જ પ્રેમ કરે છે. શું તે તેની સાથે લગ્ન કરી સકે ? તે છેલ્લા મહીને જ એક વર્ષની થઇ છે. મને ખુબ જ ખુશી થશે જો તમે તેને વિશ કરી શકો અને આશીર્વાદ આપી શકો.” તસ્વીરમાં એક નાની બાળકીના મસ્તક પર કાળું ટીલું લગાવેલું અને પથારી પર ટેડી બિયરની સામે બેઠી નજર આવી રહી હતી. 

ફેનના આ સવાલ પર શાહરૂખ ખાને વધુ તો કંઈ કહેવું યોગ્ય ન લાગ્યું, પરંતુ હા, તેમણે આ નાની એવી બાળકીને આશીર્વાદ જરૂર આપ્યા હતા. શાહરૂખ ખાને ફેનના ટ્વિટ પર રીટ્વિટ કરતા લખ્યું કે, “ઈશ્વર તેના પર કૃપા બનાવી રાખે, તે ખુબ જ સુંદર છે.” તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાન આ દિવસોમાં ઘર પર રહીને જ સમય પસાર કરી રહ્યા છે. જ્યાં સુધી ફિલ્મોની વાત કરીએ તો તેઓ ખુદ જ તેના ફેન્સને ઘણી વાર સાફ કહ્યું છે કે, જ્યારે પણ તેઓ કોઈ ફિલ્મ સાઈન કરશે ત્યારે તે ખુદ જણાવી દેશે. અફવાઓ પર ધ્યાન ન આપવું. 

મિત્રો શાહરૂખ ખાનની લગાતાર ઘણી ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ થઇ ગયા બાદ તે બોક્સ ઓફિસથી ગાયબ છે. પરંતુ તે કેમેરાની પછાળ રહીને પણ લગાતાર કામ કરી રહ્યા છે. શાહરૂખ ખાન આમ અચાનક ફિલ્મોમાંથી દુર થઇ ગયા બાદ તેના મિત્ર કરણ જોહરે એક ઈન્ટરવ્યુંમાં કહ્યું હતું કે તે બસ ખુદને થોડો સમય આપી રહ્યા છે. 

Leave a Comment