આ ટીવી સિરીયલો લોકડાઉન ખુલ્યા બાદ પણ ટીવી પર જોવા નહિ મળે.

હાલ લોકડાઉન હોવાથી આખી ટીવી ઇન્ડસ્ટ્રીનું દરેક કામ થંભાવી દેવામાંઆવ્યું છે. ટીવી શોઝના શુટિંગ બંધ થઇ ગયા હોવાથી લગભગ ચેનલો પર જૂની હિટ સિરીયલના એપિસોડ ટેલિકાસ્ટ કરવા પડે છે. પરંતુ આ સ્થિતિની વચ્ચે ચોંકાવનારી ખબર સામે આવી છે. ટીવી સિરીયલ ત્રણ ખુબ જ પોપ્યુલર ધારાવાહિક બંધ થઇ જશે. લોકડાઉન પૂર્ણ થયા બાદ પણ આ શો હવે ચાલુ નહિ થાય, તેવી ખબર સામે આવી છે. 

રોજ આવતા ત્રણ પોપ્યુલર ધારાવાહિક શોઝ હંમેશા બંધ કરવાનો ફેસલો કરવામાં આવ્યો છે. તે ત્રણ શો ના નામ છે “બેહદ-2, ઈશારો ઈશારો મેં અને પટિયાલા બેબ્સ.” આ ત્રણેય શોને બંધ કરવામાં આવ્યા છે. હાલ તો બંધ જ છે, પરંતુ લોકડાઉન ખુલ્યા બાદ પણ આ ત્રણ ફરીવાર ટીવી પર જોવા નહિ મળે. 

બોમ્બે ટાઈમ્સને આપવામાં આવેલા બયાનમાં ચેનલે જણાવ્યું કે, આ ત્રણેય કાલ્પનિક શોનો પ્રાકૃતિક અને વાર્તાત્મક સમય બંધાયેલો છે. પરંતુ તેનું શુટિંગ માર્ચ મહિનાથી બંધ પડેલું છે. અમે જે સ્થિતિમાં છીએ તેના કારણે અમે આ શોઝના લોજીકલ એન્ડિંગ શૂટ ન કરી શકીએ. માટે આ શો જ બંધ કરવાની સ્થિતિ સામે આવી ગઈ છે. 

https://www.instagram.com/p/B_EhfuZjhVY/

“આ ત્રણેય શોએ સારું કર્યું છે. તેઓ કથનમાં કંઈક નવું લાવ્યા હતા. બધાનું હિત ધ્યાનમાં રાખીને અને પ્રોડ્યુસર્સની સાથે સંયુક્ત કરારમાં આ શોને બંધ કરવાનો ફેસલો કરવામાં આવ્યો છે.” જ્યારે બોમ્બે ટાઈમ્સે પટિયાલા બેબ્સના પ્રોડ્યુસર રજિતા શર્મા સાથે વાત કરી તો તેણે જણાવ્યું કે, લોકડાઉનના કારણે અમે બાકી એપિસોડ શૂટ ન કરી શક્યા. અમને નથી ખબર કે ફરીવાર શુટિંગ ક્યારે કરી શકીએ. એટલા માટે શોને આપસી સહમતી સાથે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

તો બીજી તરફ બેહદ-2 ના પ્રોડ્યુસરે પણ ચેનલના ફેસલાને સાથ આપવાની વાત કરી છે. પટિયાલા બેબ્સની લિડ એક્ટ્રેસ અનશુર કૌરે પણ જણાવ્યું હતું કે, મને વિશ્વાસ નથી આવતો કે શો બંધ થઇ ગયો. હવે અમે ટીમની જેમ કામ નહિ કરી શકીએ. આ વાત દુઃખદ છે પરંતુ મિનીનો રોલ કરીને હું ખુશ છું. 

તો લોકડાઉનની અસર હાલ ગરીબ, સામાન્યથી લઈને અમીર લોકોને પણ પ્રભાવિત કરી રહી છે. લોકડાઉનના કારણે ત્રણ સિરીયલો પણ હાલ બંધ થઇ, તેમજ દેશમાં પણ ઘણી આર્થિક સમસ્યાઓ પણ સમય રહેતા સામે આવશે. 

Leave a Comment