નવરાશની પળોમાં પ્રિયંકા ચોપરાએ કહ્યું સેલ્ફકેર માટે વસ્તુને ઘરે બનાવો.
હાલ દરેક લોકો ઘરમાં જ બંધ જોવા મળી રહ્યા છે, તો ઘણા બધા લોકો એવા જોવા મળે છે જે ઘરમાં કંઈક નવી ક્રિએટીવીટી કરી રહ્યા હોય. કેમ કે બધાને સમય કાઢવો મુશ્કેલ થઇ જતો હોય છે. તો આવી પરિસ્થિતિમાં લોકો પોતાના ઘરમાં જ રહીને કંઈ નવું નવું ઇન્વેન્શન અથવા તો કોઈ અન્ય કામ પણ કરતા હોય છે. પરંતુ આજે અમે તમને બોલીવુડની એક એક્ટ્રેસ વિશે જણાવશું, જેણે સોશિયલ મીડિયા પર હેર માસ્ક બનાવતો વિડીયો શેર કર્યો છે.
મિત્રો અમે વાત કરી રહ્યા છીએ પ્રિયંકા ચોપરાની. આવા સમયમાં પ્રિયંકા ચોપરા દ્વારા સોશિયલ મીડિયામાં એક સેલ્ફકેર વિડીયો શેર કર્યો છે. જેમાં પ્રિયંકા ચોપરા હેર માસ્ક બનાવતી નજર આવી રહી છે.
તે વિડીયોને પોસ્ટ કરતા કહ્યું હતું કે, ડુ ઈટ યોરસેલ્ફ. પ્રિયંકા ચોપરાએ કહ્યું હતું કે, ક્વોરોંટાઈનના સમયમાં આ હેર માસ્કનો પ્રયોગ કરવા લાયક છે. આ પ્રકારની હેર ટ્રીટમેન્ટ મારી મમ્મીને એની મમ્મીએ અને મને મારી મમ્મીએ શીખવી છે. તે માસ્કનું મિશ્રણ બનાવવા માટે એક ચમચી મધ, દહીં અને એક ઈંડાની જરૂર પડે છે. તેનું મિશ્રણ કરીને 30 મિનીટ સુધી વાળમાં લગાવી રાખો. અને 30 મિનીટ વાળમાં રાખ્યા બાદ તેને થોડા હુંફાળા પાણીથી ધોઈ નાખો.
પ્રિયંકા જણાવે છે કે આ હેર માસ્કમાં સ્મેલ સારી નથી આવતી, પરંતુ આ હેર માસ્ક ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. વાળને સંપૂર્ણ સાફ કરવા માટે બે વાર શેમ્પુ લગાવવું પડશે, અને શેમ્પુ બાદમાં કંડીશનરથી વાળ ધોઈ નાખવાના.
https://www.instagram.com/p/B_Nu7bgDRkv/?utm_source=ig_embed
તે વિડીયોમાં પ્રિયંકા ચોપરા જણાવે છે કે, ડેન્ડ્રફ અને ડ્રાય સ્કાલ્પ માટે આ હેર માસ્ક ખુબ જ કારગર છે. આ વિડીયોમાં એવું બતાવવામાં આવ્યું છે કે, પ્રિયંકા ચોપરા દહીં, એક ચમચી અને તેમાં એક ઈંડુ નાખીને ત્રણેયને મિક્સ કરતી જોવા મળે છે.
હાલમાં જ બોલીવુડ સ્ટાર શાહરૂખ ખાન અને પ્રિયંકા ચોપરા, પોપ સ્ટાર લેડી ગાગા, પોલ મેકકર્ટની, ટેલર સ્વિફ્ટ, બિલી આઈલિશ, ધ રોલિંગ સ્ટોન્સ અને બિયોન્સે જેવી હસ્તી ફ્રન્ટ લાઈનના વર્કર્સ માટે એકઠા થયા હતા. તેમાં આ બધા સ્ટાર્સે ઘર બેસીને એકબીજા સાથે ચર્ચા કરી હતી. જેમાં પ્રિયંકાએ રેફ્યુજી કેમ્પની પરિસ્થિતિ વિશે વાત કરી. તેમાં પ્રિયંકાએ જણાવ્યું કે, રેફ્યુજી કેમ્પસમાં પણ જરૂરિયાત કરતા વધારે લોકો રહે છે. તે કેમ્પમાં હેલ્થકેર, ચોખ્ખું પાણી અને સેનિટાઈઝેશન જોવા મળી રહી છે.