મિત્રો આજે ટેકનોલોજી એટલી આગળ નીકળી ગઈ છે કે કોઈ પણ ખબર હોય માત્ર પંચ મિનીટમાં દુનિયાના કોઈ પણ ખૂણામાં પહોંચી જાય. આજે સોશિયલ મીડિયા એટલું બધું પાવરફુલ પ્લેટફોર્મ છે જે કોઈ પણ ખબરને માત્ર 5 મિનીટમાં દુનિયાના કોઈ પણ ખૂણા સુધી ખબરને ફેલાવી નાખે છે. તો આજે અમે આ બાબતને લઈને એક વાત જણાવવા જઈ રહ્યા છીએ.
આજે સોશિયલ મીડિયામાં કોઈ પણ ખબર વાયરલ થયા બાદ લોકો દ્વારા તેને ખુબ જ ફેલાવવામાં આવે છે. જેની લગભગ લોકો સાચી ખાતરી કર્યા વગર જ ફેલાવી નાખે છે. તો મિત્રો આજના સમયમાં લોકો ખુબ જ એવી ખબરોને ફેલાવતા હોય છે જેની તેને સાચી જાણ પણ નથી હોતી. તો આજે અમે તમને એક અભિનેત્રી વિશે જણાવશું જેની ખોટી ખબર ખુબ જ વાયરલ થઇ હતી. તો ચાલો જાણીએ કે શું છે એ ખોટી ખબર અને કોણ છે એ અભિનેત્રી. આ લેખમાં જાણો આખી હકીકત… હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થતી ખોટી ખબરોમાં બોલીવુડની સેલિબ્રિટીઓ ખુબ જ શિકાર થઇ રહી છે. કેમ કે હાલમાં જ એક કિસ્સો સામે આવ્યો હતો. હાલમાં જ અમીષા પટેલને લઈને એક ખબર આવી હતી, જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે અમીષા પટેલની કારનું એકસીડન્ટ થઇ ગયું. પરંતુ તે ખબર એકદમ ખોટી સાબિત થઇ હતી. સોશિયલ મીડિયામાં એક કારના એકસીડન્ટના ફોટા વાયરલ થયા હતા અને તે કારને અમીષા પટેલની કાર છે તેવું જણાવી દેવામાં આવ્યું હતું. જેના કારણે આ પોસ્ટ ખુબ જ વાયરલ થઇ હતી અને થોડા કલાકમાં તે લોકો દ્વારા સોશિયલ મીડિયામાં ખુબ જ ફેલાવવા,અ આવી હતી.
સોશિયલ મીડિયામાં જે ફોટા વાયરલ કરવામાં આવ્યા હતા તે મુંબઈ પુણે હાઈ-વે ના હતા. આ પોસ્ટ વાયરલ થવાને કારણે તરત જ અમીષા પટેલ પર તેના સંબંધીઓ અને ચાહકોના ફોનકોલ્સ આવવાના શરૂ થઇ ગયા હતા. પરંતુ આ બાબતને લઈને તરત જ અમીષા પટેલે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મૂકી હતી અને તે સલામત છે તેવી જાણકારી બધાને આપી હતી. અમીષા પટેલે જણાવ્યું હતું કે તે બિલકુલ ઠીક છે તેની સાથે કોઈ કાર એકસીડન્ટ નથી થયું. બધા લોકો તેને ચાહતા હતા તેમનો ખુબ જ ધન્યવાદ માન્યો અને આવી ખોટી ખબરને ફેલાવવા માટે તેની નિંદા પણ કરી હતી.
એક રીપોર્ટ અનુસાર એવું જાણવા મળે છે કે લગભગ 6 મહિનાથી અમીષા પટેલ મુંબઈ અને પુણે હાઈ-વે પર ગઈ નથી. અમીષા પટેલ દ્વારા આ ખબરની નિંદા કરતા જણાવવામાં આવ્યું હતું કે, કોણ એવું જે આ પ્રકારની અફવા ફેલાવે છે. આજે પત્રકારિતા ક્યાં પહોંચી ગઈ છે / કેમ કે હું આજે બિલકુલ ઠીક છું અને હું કોઈ પણ ગંભીર બાબતમાં નથી. પરંતુ આવી પોસ્ટના કારણે અમીષા પટેલ દ્વારા પત્રકારિતાની ખુબ જ આલોચના કરવામાં આવી હતી. કેમ કે ખોટી ખબર વાયરલ કરવામાં આવી હતી.