34 વર્ષ પહેલા ચોરી થયેલી મૂર્તિ મળી, તે મૂર્તિની કિંમત જાણી ચોંકી જશો.

મિત્રો હાલમાં પટના પોલીસ દ્વારા એક ખુબ જ જૂની ચોરીનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. કેમ કે પોલીસે 34 વર્ષ પહેલા ચોરી થયેલી 200 વર્ષ જૂની અષ્ટધાતુથી બનેલી ઠાકોરજીની મૂર્તિ બરામત કરવામાં આવી છે. આ મૂર્તિની કિંમત 20 કરોડ જેટલી આંકવામાં આવી રહી છે. પોલીસ દ્વારા એક વ્યક્તિને ગિરફતાર કરવામાં આવ્યો છે અને તેની પાસેથી મૂર્તિ પણ જપ્ત કરી લેવામાં આવી હતી. પરંતુ તે વ્યક્તિની સાથે તેનો એક સાથી પણ હતો, જે ભાગવામાં સફળ રહ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે આ મૂર્તિ 1985 ના જહાનાબાદના કાકો માંથી ચોરી કરી લેવામાં આવી હતી.

આ મૂર્તિ 34 વર્ષોથી ઘણા બધા તસ્કરોના હાથમાંથી પસાર થઈને 2013 માં નાલંદાના બેનથાણાના એકસાર ગામના એક બગીચામાંથી ગ્રામીણ લોકોને મળી હતી. જ્યાં તસ્કરો દ્વારા મૂર્તિને છુપાવવામાં આવી હતી. ત્યાર બા ગામના લોકોએ એ મૂર્તિની સ્થાપના કરીને તેની પૂજા કરવાનું શરૂ કરી દીધું હતું. પરંતુ ગામના લોકો દ્વારા આ મૂર્તિની જાણકારી પોલીસને આપવામાં ન આવી. પરંતુ એક મહિના બાદ ત્યાંથી પણ મૂર્તિ ચોરી થઇ ગયાની ફરિયાદ લખાવવામાં આવી. જહાનાબાદના એ.બી. શરણે એવો દાવો કર્યો છે કે, આ મૂર્તિ ઠાકુરવાડીની છે. તે 1985 માં ભગવાન શ્રી રામ, સીતા અને લક્ષ્મણજીની મૂર્તિને ચોરી કરવામાં આવી હતી. જેમાંથી રામજી અને સીતાજીની મૂર્તિને પોલીસ દ્વારા સિલીગુડીથી બરામત કરી લેવામાં આવી હતી. પરંતુ લક્ષ્મણજીની મૂર્તિ મળી ન હતી. પટનાના જક્ક્નપુર થાણામાં બરામત થયેલી મૂર્તિને મેળવવા માટે એ.બી.શરણ પાછલા ત્રણ દશકથી કાનૂની લડાઈ લડી રહ્યા છે. જેમાં પોલીસનું કહેવું છે કે આ મૂર્તિ માત્ર અદાલત દ્વારા મળી શકે છે.

જક્ક્નપુરના થાણેદાર મુકેશકુમાર વર્માએ જણાવ્યું હતું કે, સોમવર મીઠાપુર બસ સ્ટેન્ડની પાસે ન્યુ બાયપાસની પાસે વાહનોનું ચેકિંગ ચાલી રહ્યું હતું. તે દરમિયાન એક બાઈક પર બે યુવક જઈ રહ્યા હતા અને તેના પર પોલીસની નજર પડી. પરંતુ જેવા તે પોલીસને જોઈ ગયા બાદ તરત જ ભાગવા લાગ્યા હતા. પરંતુ ત્યાર બાદ પોલીસ તેને પકડવામાં સફળ રહી પરંતુ એક યુવક ભાગી ગયો. પરંતુ એક આરોપી પકડાય ગયો હતો. જેનું નામ હતું પ્રેમ.

પોલીસને તલાશી દરમિયાન આરોપી પાસેથી થેલો હતો તેમાંથી એક અષ્ટધાતુની મૂર્તિ બરામત કરવામાં આવી હતી. પરંતુ બીજો આરોપી ફરાર થઇ ગયો તેની પાછળ પોલીસ દ્વારા આખી રાત ઘણી જગ્યાઓ પર છાપા મારવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા બજાર સહીત તેના ઘરે પણ તપાસ કરવામાં આવી હતી. પરંતુ તે ના મળ્યો. પરંતુ એવું જાણવા મળ્યું હતું કે મૂળરૂપે દરભંગાનો રહેવાસી આરોપી સોનું આ મૂર્તિને નેપાળ લઈ જતો હતો. તે બસ દ્વારા રક્સૌલ જવા માટે મીઠાપુર સ્ટેન્ડ પર જઈ રહ્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે આ મૂર્તિ ઘણા તસ્કરો અને ચોરોની હાથમાંથી પસાર થઇ છે અને હવે પોલીસ પાસે પહોંચી છે. તસ્કરો દ્વારા આ મૂર્તિને નાલંદાના એકસાર ગામમાં એક બગીચામાં છુપાવી હતી. જ્યાંથી ગ્રામીણ લોકોને આ મૂર્તિ 2013 ના વર્ષમાં મળી આવી હતી. પરંતુ પાછળના 6 વર્ષથી નાલંદાના એકસાર ગામમાં આ મૂર્તિને સ્થાપિત કરીને તેની પૂજા અર્ચના કરવામાં આવી હતી.

પરંતુ આ મૂર્તિ ત્યાંથી પણ પાછળના મહીને ચોરી થઇ ગઈ હતી. જે ગામમાં આ મૂર્તિની પૂજા છ વર્ષથી થઇ રહી હતી ત્યાં જઈને એ.બી.શર્મા દ્વારા મૂર્તિની ઓળખ કરવામાં આવી હતી. પરંતુ ગામના લોકો દ્વારા આ મૂર્તિ તેને આપવામાં આવી નહી. એ.બી.શરણ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ મૂર્તિ ઠાકુરવાડીથી ચોરી થઇ છે. પરંતુ ગામના લોકો દ્વારા તેની વાત માનવામાં આવી ન હતી.

પરંતુ હાલ એક આરોપી સાથે આ મૂર્તિને બરામત કરી લેવામાં આવી છે અને તે પોલીસની પાસે છે. પરંતુ હજુ એક આરોપી તસ્કર ફરાર છે જેની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ મૂર્તિને ખુબ જ કિંમતી છે તેવું જાણવામાં આવી રહ્યું છે.

Leave a Comment