મિત્રો આજે આપણે બધા જ જાણીએ છીએ કે મોંઘવારી કેટલી હદે વધી ગઈ છે. જેના કારણે આપણે સામાન્ય જીવન વિતાવવું ખુબ જ મુશ્કેલ થઇ ગયું છે. આજે દરેક વ્યક્તિએ મોંઘવારી સામે લડવા માટે ખુબ જ તકલીફોનો સામનો કરવો પડે છે. પરંતુ આજે અમે તમને એક એવી વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે સસ્તી અને મધ્યમ વર્ગના લોકો માટે ખુબ જ ઉપયોગી પણ છે. આજે લોકો પોતાના સારા જીવન માટે સંઘર્ષ તો કરતા હોય છે પરંતુ દરેક વ્યક્તિના પોતાના કંઈક સપના પણ હોય છે.
જેમાં કોઈકનું સપનું હોય છે પોતાનો બિઝનેસ શરૂ કરવો, ઘરનું ઘર, દુકાન વગેરે ઘણા બધા સપનાઓ હોય છે. જેમાંથી એક સપનું દરેકનું હોય છે કે જીવનમાં એક કાર ખરીદવી. પરંતુ આજના મોંઘવારી વાળા સમયમાં કાર ખરીદવી તે એક ખુબ જ મોટો પડકાર છે. પરંતુ આજે અમે તમને એક એવી કાર વિશે જણાવશું જે ખુબ જ ઓછી કિંમતમાં મોટું કામ આપશે. તમારી નાની ફેમેલી માટે તે કાર ખુબ જ ઉપયોગી રહેશે. તો ચાલો જાણીએ કંઈ છે તે કાર કંપની જે સસ્તી અને સારી કાર આપી રહી છે.
મિત્રો હાલમાં ફ્રાંસની કાર કંપની Renault દ્વારા એક નવી કાર લોન્ચ કરવામાં આવી હતી. જેની કિંમત પાંચ લાખ કરતા પણ ઓછી છે અને 7 સીટર કાર છે. તો ચાલો જાણીએ તે કાર કંઈ છે અને તેની શું શું ખાસિયત છે.
આ કારમાં ખુબ જ સારી સિસ્ટમ છે. જેમાં ડ્યુઅલ ટોન ડેશબોર્ડની સાથે સાથે 3-સ્પોક સ્ટીયરીંગ વિલ અને 3.5 ઇંચ સ્ક્રીન સાથે 8- ઇંચનું ટચસ્ક્રીન ઇન્ફોટેનમેંટ સિસ્ટમ મળી રહ્યું છે. આ કારમાં તમને પુશ બટન સ્ટાર્ટ, ફ્રાંતમાં યુએસબી ચાર્જીંગ, બધી જ પેસેન્જર સીટ પર 12V નું ચાર્જીંગ સુવિધા પણ ઉપલબ્ધ હશે. ત્યાર બાદ બધી જ સીટો સુધી એસીની પણ સુવિધા ઉપલબ્ધ હશે. જેના કારણે આખી કારમાં એસીની સુવિધા મળી રહે છે. આ કારમાં કુલ સાત સીટ છે. પરંતુ ડ્રાયવર લાઈનની સીટ એડજસ્ટેબલ કરી શકાય તેવી હશે. જેમાં તમે સીટને કોઈ પણ રીતે એડજસ્ટ કરી શકશો. પરંતુ બીજી લાઈનમાં બધી સીટો સ્લાઇડર હશે અને તેને ફોલ્ડ કરવાની પણ સુવિધા તેમાં અવેલેબલ હશે. ત્રીજી લાઈનમાં બે કારમાં સીટ હશે તેને તમે આસાનીથી કાઢી પણ શકો ખરા. ત્યાં ડીક્કી તરીકે ઉપયોગમાં પણ લઇ શકો છો અને ત્યાં કોઈ પણ સમાન રાખી શકો છો.
આ કારની કુલ લંબાઈ 3990 MM છે. અને તેની ઉંચાઈ 1739 MM છે. આ કારમાં સૌથી સારી બાબત એ છે કે સેફ્ટી માટે 4 એર બેગ છે. જેમાં ઇલેક્ટ્રિક બ્રિક અને એન્ટી બ્રેકીંગ સિસ્ટમ છે. તેની સાથે આ કારમાં હાઈ સ્પીડ એલર્ટ સિસ્ટમ પણ છે. સ્પીડ સેંસિંગ ડોર લોક, ઇન્પેક્ટ સેંસિંગ અનલોક જેવી સેફ્ટીના ફીચાર્સનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ કારમાં રીયર પાર્કિંગ સેન્સર્સ અને ડ્રાયવર સીટની સાથે સાથે પેસેન્જર સીટ બેલ્ટ ઉપલબ્ધ હશે. જે ના લગાવવામાં આવ્યો હોય તો તેની વોર્નિંગ પણ આપવામાં આવે. તેવી બધી જ સિસ્ટમ આ કારમાં ઉપલબ્ધ છે. આ કારનું નામ Renault Triber છે. કોઈ પણ કાર હોય તેમાં એન્જીનની ખુબ જ મહત્વની ભૂમિકા હોય છે. જો આપણે Renault Triber ની વાત કરીએ 1.0-લીટર, 3-સીલીન્ડર પેટ્રોલ એન્જીન આપવામાં આવ્યું છે. આ કારનું એન્જીન 6250 RPM પર 72 PS પાવર અને 3500 RPM પર 96 NM પીક ટોર્ક જનરેટ કરી શકે છે. તેમાં 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સથી આ એન્જીન લેસ છે.
Renault Triber માં હાલમાં 4 વર્જન આપવામાં આવ્યા છે. જેમાં બધાની અલગ અલગ કિંમત છે. સૌથી ઓછી કિંમત છે RXE વર્જન, જેની કિંમત છે 4.95 લાખ રૂપિયા. ત્યાર બાદ છે બીજા ત્રણ મોડેલ જેમાં RXL ની કિંમત છે 5.49 લાખ, RXT જેની કિંમત છે 5.99 લાખ રૂપિયા. ત્યાર બાદ છે RXZ ની કિંમત છે 6.49 લાખ રૂપિયા. આ કાર એક મિડલ ક્લાસ વ્યક્તિ માટે ખુબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે.
Aane sasti car kehvay…..what a news? Middle class family ni car Atli costly hoy?….