આવી રીતે બટેકા ખાવાનું કરી દો બંધ, નહિ તો થશે આવી ઘાતક અને ખતરનાક બીમારીઓ… જાણો બટેકા ખાવાની સાચી રીત…

મિત્રો આપણે જાણીએ છીએ તેમ આજના સમયમાં નાનાથી માંડીને મોટા સુધી દરેક લોકોને બટેટા ખાવા ખુબ જ ગમે છે. વ્રત તેમજ ઉપવાસમાં પણ બટેટા વધુ ખાવામાં આવે છે. પણ જો તમે અતિશય બટેટાનું સેવન કરો છો તે તમારા માટે ખતરનાક સાબિત થઇ શકે છે. તેમજ બટેટા ને તમે અલગ અલગ રીતે ખાવાનું પસંદ કરો છો. પણ અમુક રીતે બટેટા નું સેવન ખુબ જ ખતરનાક છે. આથી તમારે થોડી સાવધાની રાખવાની જરૂર છે. 

વ્રતમાં જો સૌથી વધારે કોઈ ફૂડ ખાવામાં આવતું હોય, તો તે બટેટા હોય છે. કારણ કે, તે જલ્દી બની જાય છે. અને પેટને ઘણી વાર સુધી ભરાયેલું પણ રાખે છે. વ્રત દરમિયાન બટેટાને ડીપ ફ્રાઈ કરીને, ફ્રેંચ ફ્રાય કે બટેટાની ચિપ્સના રૂપમાં ખૂબ જ ખાવામાં આવે છે.આયુર્વેદિક ડોક્ટરના મત મુજબ, બટેટાને ડીપ ફ્રાઈ કરીને ખાવા કેન્સરનું કારણ બની શકે છે. કારણ કે, જ્યારે બટેટાને ગોલ્ડન કલર થાય ત્યાં સુધી તળવામાં આવે છે તો, તેમાં કેન્સર બનાવનારા તત્વો ઉત્પન્ન થઈ જાય છે. માટે જ બટેટાને ડીપ ફ્રાઈ, ફ્રેંચ ફ્રાઈ કે બટેટાની ચિપ્સના રૂપમાં ખાવાથી બચવું જોઈએ. 

બટેટા તળવાથી બને છે ખતરનાક:- જો કે બટેટા ને તળીને ખાવામાં આવે તો નુકશાન કારક છે. ડોક્ટરે જણાવ્યુ કે, બટેટાને ડીપ ફ્રાઈ કરવાથી એક્રેલેમાઈડ બને છે. આ તત્વને ઘણી શોધમાં કાર્સિનોજેનિક જોવા મળ્યું છે. જે ઘાતક કેન્સર બનાવે છે અને બટેટાના બધા જ પોષણને પણ નષ્ટ કરે છે. આથી તમારે કેન્સરથી બચવા માટે બટેટાને તળેલા ન ખાવ જોઈએ. નસોને નષ્ટ કરે છે:- આયુર્વેદિક ડોક્ટર મુજબ, વૈજ્ઞાનિકો માને છે કે, એક્રેલેમાઈડથી માણસમાં નસો ડેમેજ થાય છે. જેના કારણે માંસપેશીઓ નબળી બને છે અને કોર્ડીનેશન ખાલી થઈ જાય છે. નસને તંદુરસ્ત રાખવા માટે પણ બટેટાનું સેવન કરવાથી બચવું જોઈએ. 

કેવી રીતે બને છે એક્રેલેમાઈડ?:- જ્યારે આપણે ક્કોઈ સ્ટાર્ચ ફૂડને ગોલ્ડન થાય ત્યાં સુધી તળિયે છીએ તો, તેમાં કેમિકલ રીએક્શન થાય છે અને એક્રેલેમાઈડ ઉત્પન્ન થાય છે. ડીપ ફ્રાઈડ ફૂડ, બટેટાની ચિપ્સ અને ફ્રેંચ ફ્રાઈમાં તે સૌથી વધુ જોવા મળે છે. બટેટા બનાવવાની સેફ રીત:- જો તમે કેન્સર ઉત્પન્ન કરતાં તત્વોને અટકાવવા માંગતા હોય તો, બાફેલા, બેક કે સ્ટીમ કરેલા બટેટાનું સેવન કરી શકો છો. તેમ જ બટેટા ફ્રાઈ, રોસ્ટ અને પકવવા માટે ઓછા ટેમ્પરેચરનો પણ ઉપયોગ કરવો જોઈએ. સાથે જ બટેટાનો રંગ હળવો બ્રાઉન રાખવાનો પ્રયત્ન કરવો. 

રાંધતા પહેલા બટેટાને પલાળો:- ડોક્ટરે જનવ્યું કે, બટેટાની સ્લાઈસને ફ્રાઈ કે રોસ્ટ કરતાં પહેલા લગભગ 15 થી 30 મિનિટ સુધી પલાળીને રાખવી. તેનાથી એક્રેલેમાઈડનું ઉત્પાદન ઓછું થઈ જાય છે. આમ બટેટાનું સેવન અમુક મર્યાદામાં કરવું જોઈએ. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment