AC માં બેસવાથી થાય છે 7 આવી ખતરનાક બીમારીઓ, શરીરને અંદર અને બહારથી કરી દેશે ખોખલું… જાણો AC ની હવાના સાઈડ ઈફેક્ટ…

મિત્રો આજકાલ લોકો ગરમીથી રાહત મેળવવા માટે વધુ સમય એસીમાં પસાર કરે છે. પરંતુ શું તમે જાણો છો કે તેના અનેક સાઇડ ઇફેક્ટ પણ હોય છે. વધુ સમય સુધી ACમાં રહેવાથી આંખો અને ત્વચા પર ખંજવાળ આવી શકે છે ત્વચા ડ્રાય થઈ જાય છે. જો તમે પણ ACમાં વધારે સમય પસાર કરો છો તો જાણી લો તેનાથી થતા નુકસાન પણ.

ઉનાળાની ઋતુ શરૂ થઈ ચૂકી છે. આવનાર દિવસોમાં ભીષણ ગરમી પડવાની છે. એવામાં લોકો ગરમીથી બચવા માટે અનેક પ્રકારના ઉપાય કરે છે. તાજેતરમાં દેશમાં ACની ડિમાન્ડ ખૂબ જ વધી ગઈ છે. ગરમીથી રાહત મેળવવા માટે લોકો ઘરોમાં ACનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે એસીમાં વધારે સમય સુધી રહેવાથી તેના અનેક સાઇડ ઇફેક્ટ થઈ શકે છે?એક ખબર પ્રમાણે વધારે સમય સુધી ACમાં રહેવાથી ‘સિક બિલ્ડીંગ સિન્ડ્રોમ’ નું જોખમ વધી શકે છે તેના કારણે માથાનો દુખાવો, ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી, સૂકી ઉધરસ, થાક, સુગંધ પ્રત્યે સંવેદનશીલતા અને ચક્કર આવવા કે બેચેની જેવા લક્ષણો સામે આવવા લાગે છે. જો તમે ગરમીથી છુટકારો મેળવવા માટે ACનો ઉપયોગ કરો છો તો તેનો બપોરે કે સાંજના સમય માટે જ ઉપયોગ કરવો. તો આવો તમને જણાવીએ કે વધારે સમય સુધી ACમાં રહેવાના નુકસાન.

AC માં વધુ સમય સુધી રહેવાથી સ્વાસ્થ્ય ને થતા નુકસાન:- 1) વધારે સમય સુધી AC માં રહેવાથી આ શરીરની અંદર ની બધી જ નમી શોષી લે છે, જેથી સ્કીનના બાહ્ય આવરણમાં પાણીની કમી જોવા મળે છે. તેના કારણે સ્કીન ફાટવા લાગે છે અને ત્વચા ડ્રાય થવા લાગે છે. 2) લાંબા સમય સુંધી AC માં રહેવાથી ત્વચાની સ્થિતિસ્થાપકતા પર પણ ખૂબ અસર થાય છે.3) ત્વચા સંકોચાઈ ગઈ હોવાનો અહેસાસ થાય છે, જેથી કરચલીઓ અને ફાઈન લાઇન્સ જોવા મળે છે. તેથી એજિંગ પ્રક્રિયા ઝડપથી વધવા લાગે છે.4) લાંબો સમય AC માં પસાર કરવાથી શરીરમાં ડિહાઇડ્રેશન ની સમસ્યા થઈ શકે છે.

5) વધારે ઠંડી હવા હોવાના કારણે ઉધરસ થવી, શરદી થવી વગેરે જેવી શ્વાસ સંબંધી બીમારીઓ જોવા મળે છે. 6) વધુ સમય AC માં પસાર કરવાથી એલર્જી અને અસ્થમા નું જોખમ પણ વધી જાય છે. 7) વધારે સમય સુધી AC માં રહેવાથી આંખો અને ત્વચા પર ખંજવાળ જોવા પણ મળે છે તેથી જો તમે પણ AC માં વધારે સમય પસાર કરતા હોય તો આજથી જ સાવધાન થઈ જાઓ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment