આદુની જેમ તેની છાલમાં પણ છે ઔષધીનો ખજાનો, શરીરની આ 6 બીમારીઓને કરી દેશે ગાયબ અને વધારી દેશે ઇમ્યુનિટી પાવર…

શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે અને શિયાળામાં આદુનું સેવન આપણા શરીર માટે ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક માનવામાં આવે છે. શિયાળાની ઋતુમાં આદુની ચા થી આપણા દિવસની શરૂઆત થાય છે અને આ ઋતુમાં ઘણા બધા પ્રકારની ડીશમાં આદુનો ઉપયોગ પણ કરીએ છીએ. કારણ કે આ સિઝનમાં આદુ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. 

પરંતુ શું તમે આદુની છાલ અને તેના ફાયદા વિશે જાણો છો ? આદુ જ નહીં પરંતુ તેની છાલ પણ ઘણા બધા ગુણોથી ભરપૂર હોય છે તેથી જ એક્સપર્ટ આદુને કાઢ્યા વગર જ ખાવાની સલાહ આપે છે. આદુની છાલમાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટીબાયોટિક ગુણો હોય છે જે આપણા પાચનને તંદુરસ્ત રાખે છે. તમે કોઈપણ ડીશમાં આદુને છોલીને નાખી શકો છો, તો આવો જાણીએ આદુની છાલના ફાયદા અને તેનો ઉપયોગ કરવાની રીત શું છે ?

1) ખાંસીમા આપે આરામ : ખાંસીમાં આરામ આપવા માટે આદુની છાલ ખૂબ જ ફાયદાકારક થઈ શકે છે. જો તમે વિચારી રહ્યા છો કે આદુની છાલનો ઉપયોગ કેવી રીતે કરવો તો તમને જણાવી દઈએ કે તમે આદુની છાલને અલગ અલગ વાનગીમાં નાખી શકો છો. આ છાલને ફેંકવી જોઈએ નહીં પરંતુ એક જગ્યાએ ભેગી કરીને તેને સૂકવો હવે આ છાલનો પાવડર તૈયાર કરો, જ્યારે પણ તમને ખાંસી અથવા શરદી હોય ત્યારે તેને બરાબર માત્રામાં લઈને મધની સાથે તેનું સેવન કરો તમને ઘણો આરામ મળશે.

2) તાવથી બચાવ કરે : આદુની છાલ ન માત્ર ખાંસીમાં આરામ આપે છે પરંતુ તેના ઉપયોગથી તાવ જેવી તકલીફમાં પણ રાહત મળે છે. એક્સપર્ટ અનુસાર જ્યારે પણ આપણને તાવ આવે ત્યારે આદુની છાલથી બનેલ પાઉડરને તેમાં ઉમેરીને પીઓ. તેનાથી તાવમાં રાહત મળે છે ત્યારે તેનું સેવન કરવાથી આપણને જલદી તાવ પણ આવતો નથી.

3) રોગ પ્રતિકારક શક્તિ વધારે : આદુની છાલથી તૈયાર થયેલ ચાનું સેવન કરવાથી આપણી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થઈ શકે છે. ખરેખર તે એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે જે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે તો દરરોજ આદુની છાલથી તૈયાર કરેલ ચા નુ સેવન કરો, તેનાથી તમને ઘણા બધા લાભ મળશે.

4) પેટની તકલીફમાં આરામ : પેટથી જોડાયેલી તકલીફ થાય ત્યારે તમે આદુ ન હોય તો આદુના છાલથી તૈયાર કરેલ પાવડરનો ઉપયોગ કરી શકો છો. તેની માટે એક કપ પાણી ઉકાળો હવે તેમાં અડધી ચમચી આદુની છાલનો પાવડર લો હવે જ્યારે પાણી અડધું થઈ જાય ત્યારે તેમાં મધ ઉમેરીને પીવો. તેનાથી પેટથી જોડાયેલી દરેક સમસ્યાઓમાં આરામ મળશે.

5) પિરિયડના દુખાવામાં આરામ : પીરિયડ્સમાં થતા દુખાવામાં આરામ મેળવવા માટે આદુની છાલમાંથી તૈયાર કરેલ ચાનું સેવન તમારી માટે ફાયદાકારક બનશે. તેનાથી ખેંચાણમાં આરામ મળશે એટલું જ નહીં આદુની છાલનો ઉપયોગ કરવાથી આર્થરાઈટિસનો દુખાવો અને સોજામાં પણ આરામ મળશે. આદુની છાલનું પાણી અને ચા પીવાથી આપણું વજન પણ ઓછું થઈ શકે છે.

6) સાંધાના દુખાવામાં આરામ : આદુની છાલથી તૈયાર કરેલ પાણીનું સેવન કરવાથી સાંધાના દુખાવામાં ખૂબ જ રાહત મળે છે. તેમાં એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો જોવા મળે છે જે સાંધાનો દુખાવો અને સોજો દૂર કરવામાં સહાયક સાબિત થાય છે.

આદુની છાલનો ઉપયોગ કરવાથી આપણા શરીરમાં ઘણા બધા લાભ થઈ શકે છે. તેનાથી સાંધાનો દુખાવો, ખેંચાણ અને સોજામાં ખૂબ જ આરામ મળે છે, પરંતુ ધ્યાન રાખો કે જો તમને કોઈ પણ પ્રકારની ગંભીર તકલીફ છે અથવા બીમારી છે તો તમે એક્સપર્ટની સલાહ લઇને તેનું સેવન કરવું.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment