ખાલી પેટ એક ચમચી ઘી સાથે કરો આ દાણાનું સેવન, કેન્સર, સુકી ઉધરસ અને સાંધાના દુખાવા થઈ જશે ગાયબ… ફટાફટ વધી જશે ઇમ્યુનિટી અને પાચનશક્તિ…

મિત્રો આપણે ત્યાં જે મસાલાઓ ઉપલબ્ધ છે તેના દરેકના ખુબ જ અસરકારક ફાયદાઓ રહેલા છે. આથી ભારતમાં જ નહિ, પણ વિદેશમાં પણ તેની માંગ ખુબ જ છે. કરોડો રૂપિયાના મસાલાઓની નિકાસ કરવામાં આવે છે. આવો જ એક મસાલો છે મરી. જેના અગણિત ફાયદાઓ છે.

ભારતીય મસાલાઓ માત્ર ખાવાનો સ્વાદ જ નથી વધારતા, પરંતુ તેના સ્વાસ્થ્યને લગતા ફાયદા પણ ઘણા છે. આવો જ એક મસાલો છે કાળા મરી. તેના અનેક ફાયદાઓ છે. એવું માનવામાં આવે છે કે, મરીમાં પ્રીપેરીન નામનું તત્વ હોય છે જે બ્રેસ્ટ કેન્સરના વિકાસને રોકી શકે છે. આ મસાલામાં વિટામીન સી, વિટામીન એ, ફ્લેવોનોઇડસ, કેરોટીન જેવા અન્ય એન્ટી ઓક્સીડેન્ટ પણ હોય છે. જે શરીરમાં ખતરનાક ફ્રી રેડિકલ્સને બેઅસર કરે છે. જેનાથી તમે કેન્સરથી બચી શકો છો.

આ રીતે જ શરીરને ઘી ખાવાથી પણ અનેક ફાયદાઓ થાય છે. ઘીમાં વિટામીન, એન્ટી ઓક્સીડેન્ટ અને હેલ્દી ફેટનો એક સારો સ્ત્રોત છે. એવું માનવામાં આવે છે કે, ઘીમાં બનેલ ભોજન અથવા શાકનું સેવન કરવાથી વધુ પ્રમાણમાં પોષક તત્વો અવશોષિત કરવામાં મદદ મળે છે. ઘી પણ વિટામીન ઈ નો સારો સ્ત્રોત છે.  વિટામીન  ઈ ના એન્ટી ઓક્સીડેન્ટ ગુણ કેન્સર, ગઠીયા અને મોતિયાબિંદના જોખમને ઓછું કરી શકે છે.

આયુર્વેદમાં કાળા મરી અને ઘીના અનેક ફાયદાઓ જણાવાવમાં આવ્યા છે. ભારતમાં વર્ષોથી ઘીનો ઉપયોગ હર્બલ દવાની સાથે કરવામાં આવે છે. આ બંને વસ્તુઓ શરીરને અલગ અલગ રીતે ફાયદાઓ પહોંચાડે છે. પરંતુ આ બંને વસ્તુઓને એકસાથે ખાવાથી તેના લાભ વધી જાય છે. આ મિશ્રણને એકસાથે ખાવાથી શરદી, ઉધરસ, સાંધાના દુખાવા અને ઈમ્યુન પાવર મજબુત બનવામાં મદદ મળે છે. એટલું જ નહિ, ઘી અને એકલા મરી હૃદયને સ્વસ્થ રાખવા અને આંખની રોશની વધારવામાં પણ મદદ મળે છે. ચાલો તેના ફાયદાઓ વિશે જાણી લઈએ.

સુકી ઉધરસમાં : કોરોનાની વિકટ પરિસ્થિતિ છે અને રોગચાળાના કારણે શરદી અને ઉધરસ થવી સામાન્ય વાત છે. ઉધરસના ઈલાજ માટે આમ તો ઘણા ઉપાયો છે, પણ તમે કાળા મરી અને ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. સુકી ઉધરસથી આરામ મેળવવા માટે તમે એક ચમચી દેશી ઘી અને ½ ચમચી કાળા મરી મિક્સ કરી દો. કાળા મરીની ગરમી કન્જેશન ઓછું કરી શકે છે.

ઈમ્યુન સિસ્ટમ માટે : કાળા મરી અને ઘીનું સેવન કરવાથી તમારી ઈમ્યુન સિસ્ટમ મજબુત બને છે. શિયાળામાં અને કોરોનાના કારણે તમારી ઈમ્યુન સિસ્ટમ રોગો સામે લડવા માટે મજબુત હોવી ખુબ જ જરૂરી છે. આ માટે તમારે નિયમિત રૂપે કાળા મરી અને ઘી નું સેવન કરવું જોઈએ.

આંખની રોશ માટે : નિયમિત રૂપે ઘીનું સેવન કરવાથી આંખની રોશની વધારી શકાય છે. આ માટે દેશી ઘીના થોડા ટીપામાં કાળા મરી મિક્સ કરીને સેવન કરો. પગના તળિયે ઘી લગાવવાથી પણ આંખ મજબુત બને છે. વિટામીન એ થી યુક્ત ઘીનું સેવન સમગ્ર સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું છે.

અર્ટીકરિયાના ઈલાજમાં : અર્ટીકરિયાને શીતપિત્ત અથવા પીત્તી પણ કહેવાય છે. આ સ્કીનનો એક રોગ છે જેમાં લાલ ચકતા થાય છે. તેના કારણે સ્કીનમાં લાલ રંગના દાણા નીકળે છે. જ્યાં સતત ખંજવાળ આવે છે. તેનાથી રાહત મેળવવા માટે ½ ચમચી કાળા મરીનો પાવડરને એક ચમચી દેશી ઘી ½ મિકસ કરીને દરરોજ સવારે ખાલી પેટ સેવન કરો. સારા પરિણામ માટે ત્રણ મહિના સુધી તેનું સેવન કરો.

સાંધાનો દુખાવો દુર કરવા : શિયાળામાં સાંધાના દુખાવાની તકલીફ વધી જાય છે. તેનાથી આરામ મેળવવા માટે ઘી અને કાળા મરીનું સેવન કરવું જોઈએ. આ માટે કાળા મરીને પીસીને ઘીની સાથે ખાવા જોઈએ. આ મિશ્રણ શુગર લેવલને પણ કંટ્રોલ કરી શકે છે.

પાચન માટે : કાળા મરી અને ઘી બંને ઔષધીય ગુણોથી ભરપુર છે. ઘી હેલ્દી ફેટી એસિડ હોય છે અને કાળા મરીમાં ડીટોકસીફાઈંગ ગુણ રહેલા છે. આથી જ આ બંને વસ્તુને એક સાથે ખાવાથી શરીરમાં જમા ગંદકી બહાર નીકળી જાય છે અને તે પાચનતંત્રને મજબુત કરે છે.

હૃદયને સ્વસ્થ રાખવા : ઘી અને કાળા મરીના સેવનથી હૃદયને સ્વસ્થ અને મજબુત બનાવી શકાય છે. આ બંનેના સેવનથી શરીરમાં એન્જીયોજેનેસિસને વધારવામાં મદદ મળે છે. આ એક એવી પ્રોસેસ છે જેમાં શરીરની બ્લડ વેસેલ્સને ઉત્પન્ન કરવાની અનુમતી મળે છે. બ્લડ સર્ક્યુલેશનમાં સુધાર કરીને હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment