આ રીતે ઘરે જ બનાવો આમચૂર પાવડર જે ચાલશે આખું વર્ષ. ભોજનનો સ્વાદ કરી દેશે ડબલ, સાથે શરીરને થશે આવા ફાયદા.

આમચૂર પાવડર તમારી વાનગીના સ્વાદને તો, વધારે છે પણ સાથે જ તે સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ લાભકારી છે. આ તમારા પાચનતંત્રને વધારવા માટે, વજન ઓછું કરવા માટે અને આંખોથી લઈને કેન્સર જેવી જીવલેણ બીમારીને દૂર કરવામાં ફાયદો કરે છે.

આમચૂરના ફાયદા : કેરીના પાવડરને સાદી ભાષામાં આમચૂર પાવડર કહવામાં આવે છે. જો કે, કેરી ફકત ગરમીની ઋતુમાં જ જોવા મળે છે, પરંતુ લોકોએ કેરીનાં સેવ નમાટે આખા વર્ષ દરમિયાન સંપૂર્ણ બનાવવાની રીત શોધી લીધી છે. લગભગ લોકો કેરીનું અથાણું બનાવીને સ્ટોર કરે છે. પરંતુ કેટલાક લોકોને કેરીનો પાવડર પસંદ આવે છે. તાજો પાવડર રંગમાં લીલા રંગનો હોય છે. તેમાં ભૂરા રંગનો પણ હોય છે. પરંતુ શું તમે જાણો છો કે, કેરીનો પાવડર વાનગીઓનો સ્વાદ તો વધારે જ છે, સાથે જ તે સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ફાયદાકારક છે.કંઈ રીતે બનાવાય આમચૂર પાવડર : સુકાયેલી કાચી કેરીને પીસીને બનાવાયેલ મસાલાને આમચૂર કહે છે. આ પાવડર કાચી કેરીનાં ખાંટા, ચટપટા અને તીખા સ્વાદને વધારે છે. આમચૂરને ઘર પર બનાવવો ખુબ જ સહેલો છે. કાચી લીલી કેરીને છોલીને નાની-નાની સ્લાઈસ કાપી લો. પછી તેને 5 થી 6 દિવસ તડકામાં સુકવવા માટે મૂકી દો. સુકાઈ ગયા પછી તેને મીક્ષ્યરમાં પીસી લો. જીવાણુથી બચાવવા માટે તેની અંદર હળદરને જરૂરથી ઉમેરો.

આમચૂરનો ઉપયોગ : આમચૂરનો ઉપયોગ ઘણી વાનગીઓ બનાવવા માટે થાય છે. જેમ કે, કરી, ચટણી, સૂપ તેમજ અન્ય માટે થાય છે. આ આમલી જેવો ખાટો પદાર્થ છે અને આ લીંબુના રસ જેવુ કામ કરે છે. ખાટી-મીઠી દાળ બનાવવા માટે, ક્યારેક-ક્યારેક આમચૂરનો ઉપયોગ કરવામાં આવે છે. માછલી અને ચિકન જેવી વાનગીમાં ખુબ જ સારો સ્વાદ આપે છે. સાથે જ તેનો પ્રયોગ આપણે બટાટા અને બિરયાની જેવી વાનગીના સ્વાદ વધારવા માટે પણ કરવામાં આવે છે.પાચન સ્વાસ્થ્યને વધારે : આમચૂર પાવડર એસીડીટીને ઓછી કરવા માટે અને પાચનશક્તિને વધારવા માટે મદદ કરે છે. આ સાથે જ, કબજિયાત અને પેટનું ફૂલવું ઓછું કરવાની સમસ્યાને ઘટાડે છે, અને સાથે જ મળ ત્યાગનો સમય પણ સુનિશ્ચિત કરે છે. આ માટે જ, પાચનતંત્ર અને સમગ્ર સ્વાસ્થયને સુધારવા માટે આમચૂરના પાવડરનો નિયમિત રૂપથી ઉપયોગ કરવો એ સારું માનવામાં આવે છે.

વજન ઘટાડવામાં સહાયક : આમચૂર પાવડર વજન ઘટાડવા માટે ખુબ જ સારો છે. તેમાં રહેલ એન્ટિ-ઓક્સિડેંટ ચયાપચયને પ્રોત્સાહન આપીને ઝડપથી વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે.  આ સિવાય આમાં કાર્બોહાઈડ્રેટ ઓછું હોવાને કારણે, વજન ઘટાડવાના કાર્યક્રમો માટે એક ઉત્તમ ઘટક છે.

દ્રષ્ટિ સુધારવા : આમચૂર પાવડરને દ્રષ્ટિ સુધારવા માટે પણ વાપરી શકાય છે. આ માટે તમે તમારા આહારમાં આમચૂર પાવડરને શામિલ કરો. તે તમને સ્પષ્ટતા વધારવા માટે અને આંખના વિકાર અને મોતિયાને રોકવામાં મદદ કરે છે.કેન્સર : આમચૂર પાવડર શરીરને કેન્સર જેવા જીવલેણ રોગોથી પણ સુરક્ષિત રાખે છે. તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. તે અસરકારક રીતે સ્ક્વી જેવા રોગોની સારવાર કરે છે અને ઝડપથી પુનઃ રિકવરી કરવામાં મદદ કરે છે. તેથી તમારા દૈનિક આહારમાં આમચૂર પાવડરને શામિલ કરો.

સ્વસ્થ ત્વચા માટે : આશ્ચર્યજનક વાત છે, પરંતુ આમચૂર પાવડર તમારી ત્વચાની રચના સુધારવામાં માટે પણ મદદ કરે છે. આ પોર્સ, ધૂળ-માટી, ઓઇલ અને પ્રદૂષણથી તમારી ત્વચાની રક્ષા કરીને, ત્વચાને સ્વસ્થ, યુવા અને સુંદર બનાવવામાં મદદ કરે છે.હૃદય : આમચૂર પાવડર તમારા હૃદયનું પણ ધ્યાન રાખે છે. આ હૃદય રોગના સ્વાસ્થ્યમાં સુધાર કરીને હાર્ટ એટેક સામે લડે છે અને હૃદયની નિષ્ફળતા અને હૃદયના આરોગ્યને લગતા અન્ય રોગોથી પણ બચાવે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment