આવી વિચિત્ર પ્રજાતિ તમે ક્યારેય પણ નહી જોઈ હોય…. તે જે જગ્યા પર રહે છે તેની આપણે કલ્પના પણ ન કરી શકીએ….

આવી વિચિત્ર પ્રજાતિ તમે ક્યારેય પણ નહી જોઈ હોય…. તે જે જગ્યા પર રહે છે તેની આપણે કલ્પના પણ ન કરી શકીએ….

મિત્રો દરેક દેશમાં રહેવા વાળા લોકોનું રહેણકહેણ અલગ અલગ હોય છે. અને તેમાં અમુક એવી પ્રજાતિઓ પણ રહેતી હોય છે જેના વિશે કોઈ નથી જણાતું હોતું. આવી પ્રજાતિઓને લોકો દ્વારા કબીલા તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારના કબીલા વાળા લોકો એવા એવા કામો કરતા હોય છે જેને જોઇને આપણે પણ હેરાન રહી જઈએ.

તો આજે અમે એક એવી પ્રજાતિ વિશે જણાવશું જે ખુબ જ વિચિત્ર છે. આપણે બધા જ લોકોને જમીન પર જ રહેતા જોયા છે. પરંતુ ક્યારેય તમે એવું સાંભળ્યું છે કે લોકો પાણીમાં રહે ? હા મિત્રો, આજે અમે જે પ્રજાતિ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ એ માત્ર પાણીમાં જ રહે છે.જેનું જીવન પાણી વગર કલ્પના હિંન છે એવું પણ કહી શકાય. તો ચાલો જાણીએ તેવા લોકો વિશે જે પોતાનું જીવન માત્ર પાણીમાં જ પસાર કરી નાખે છે.

આ જાતિનું નામ છે ધ સામા બાજાવ. તમે આજ સુધી એ જ સાંભળ્યું હશે કે જાનવર જ પાણીમાં રહે છે. પરંતુ એવું નથી આ જાતિના લોકો પણ પાણીમાં જ રહે છે. સામા  બાજાવ એક એવી પ્રજાતિ છે જે આજે પણ પૂરી રીતે પાણીને સમર્પિત છે. આ લોકો મુખ્યત્વ હિન્દ મહાસાગર એટલે કે ઇન્ડિયન ઓશિયનમાં જોવા મળે છે. તમને પણ આ વાત પર વિશ્વાસ ન આવે. પરંતુ આ જાતિના લોકોએ પોતાના ઘર પણ પાણી ઉપર જ બનાવ્યા છે અને તેની વિશેષતા એ છે કે તે ઘર તરી પણ શકે છે. આ પ્રજાતિના લોકો મોટાભાગનો સમય માછલી પકડવામાં મશગુલ રહે છે. આ લોકો પૂરી રીતે સમુદ્ર પર જ નિર્ભર છે. આજ સુધી કોઈ પણ વ્યક્તિ એ નથી જાણી શક્યું કે આ લોકોની ઉમર કેટલી હોય છે અને એ કેટલું જીવે છે. કેમ કે એ લોકોને ખુદને પણ ખબર નથી હોતી કે ક્યાં વ્યક્તિનની કેટલી ઉમર છે. તે ક્યારેય સમય કે તારીખને નથી જોતા. સમય અને તારીખથી તે હંમેશા અજાણ જ હોય છે અને જાણવાની કોશિશ પણ નથી કરતા. આ પ્રજાતિના લોકોએ આજ સુધી ક્યારેય પણ વીજળી વિશે સાંભળ્યું પણ નથી.

આ લોકો પોતાના પગને ઠોસ જમીન પર ક્યારેય ક્યારેક જ રાખે છે. આ લોકો ત્યારે જ જમીન પર આવે છે જ્યારે તેણે પકડેલી માછલીને વહેંચવી હોય એટલા માટે તે જમીન પર આવે છે. તે માછલીને વહેંચીને સાફ પાણી અને લાકડાને રાત્રે સળગાવામાં માટે ખરીદે છે અને સાથે લઈને પોતાના ઘર તરફ એટલે કે પાણીમાં પાછા આવી જાય છે.લગભગ આ વાત આપણને માનવામાં ન આવે પરંતુ આ લોકોએ પોતાના ઘરને સમુદ્રની બરોબર વચ્ચે બનાવેલા છે. અને આ વાતના સબુત તેમણે ખુદે જ આપ્યા હતા અને જણાવ્યું હતું કે, 2004 માં સુનામી આવી ત્યારે તે પૂરી રીતે સુરક્ષિત હતા. તેના સિવાય એ પણ જણાવ્યું કે સુનામીની સૌથી મોટી લહેર તેના ઘર નીચેથી જ નીકળી હતી.

પરંતુ આ લોકોની સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ લોકો પાણીમાં શ્વાસ લીધા વગર પુરા પાંચ મિનીટ સુધી રહી શકે છે. આપણે સામાન્ય રીતે પાણીમાં હોઈએ તો પહેલા બહાર નીકળીને શ્વાસ લેવા માટે જ વિચારતા હોઈએ છીએ. પરંતુ આ લોકો પાણીમાં સૌથી વધારે સમય શ્વાસ લીધા વગર રહી શકે છે અને તરી પણ શકે છે. વૈજ્ઞાનિકો પણ આજ સુધી પરેશાન છે કે આ લોકો આવું કેવી રીતે કરી શકે છે. કેમ કે આ પ્રજાતિના લોકો પણ આપણી જેમ માણસ જ છે છતાં પણ 5 મિનીટ સુધી પાણીની અંદર શ્વાસ લીધા વગર રહી શકે છે.

લાંબા સમય સુધી કરેલા એક રીચર્સમાં એ જાણવા મળ્યું કે આ પ્રજાતિની આ વિશેષતાનું રાઝ તેમન DNA માં છુપાયેલું છે. આ લોકોનું DNA સામાન્ય લોકો કરતા ખુબ જ અલગ છે. ખુબ જ લાંબા સમય સુધી તરવાના કારણે આ લોકોના શરીરના અંદરના અંગ એક સામાન્ય વ્યક્તિ કરતા કંઈક અલગ જોવા મળ્યા. તેના શરીરમાં એક અલગ જ પ્રકારનું જીન જોવા મળ્યું. અને તે જીન વ્યક્તિના પાણીમાં ગયા બાદ બીજા રંગોને છોડીને માત્ર મગજ સુધી લોહી પહોંચાડવા માટેનું કામ કરે છે. તેને જોઇને ખબર પડે છે કે ઘણી વાર નેચર એવું કામ કરે છે જેને જોઇને આપણે બધા ચોંકી જતા હોઈએ છીએ.

તો મિત્રો આ હતી એ પ્રજાતિ જે પાણીમાં જ રહે છે અને તેણે જ તેનું જીવન પણ માને છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google