દુનિયાના 86% CEO છે ચિંતામાં, 12 મહિનામાં આવી શકે છે ભયંકર મંદી…સર્વેમાં આવ્યા ચોંકાવનારા પરિણામ.. જાણો ક્યાં કારણે આવશે મંદી…

વૈશ્વિક મંદીનો ખતરો વધી રહ્યો છે.  એક તરફ જ્યાં મોટી કંપનીઓમાં છટણી જોઈને અનુમાન લગાવવામાં આવે છે, તો બીજી તરફ IMFએ પણ દુનિયાને તેના ખતરાની ચેતવણી આપી છે. હમણાં તાજેતરમાં જ કરવામાં આવેલા એક સર્વેમાં પરિણામો સામે આવ્યા છે તેને જોઈને મંદીની આશંકા વધુ ઘેરી બનતી જાય છે. કેપીએમજી 2022 સીઈઓ આઉટ લુક ની રિપોર્ટમાં આશ્ચર્યજનક આંકડા સામે આવ્યા છે.

86% મંદીને લઈને આપવામાં આવી આ રાય:- બિઝનેસ ટુડે માં છપાયેલી કેપીએમજી 2022 સીઈઓ આઉટ લુક ના રિપોર્ટ પ્રમાણે ગ્લોબલ મંદી ની આશંકા વચ્ચે નોકરીઓ પર મોટું જોખમ વર્તાઈ રહ્યું છે. આ સર્વેમાં કેપીએમજી ના દુનિયાના અલગ અલગ દેશોને મોટી મોટી કંપનીઓના સીઈઓની રાયને સામેલ કરી છે અને અને તેમાં મિશ્ર પરિણામો જોવા મળ્યા છે. સર્વેમાં સામેલ 86% સીઈઓનું માનવું છે કે આવતા 12 મહિનામાં મંદીનો સામનો કરવો પડી શકે છે. જ્યારે 58% નું માનવું છે કે આવનારી મંદી ખૂબ જ નાની હશે.મંદીનું જોખમ વધવાના કારણ:- રિપોર્ટ પ્રમાણે સર્વેમાં સામેલ લગભગ દર 10 માંથી 9 સિઈઓનું માનવું છે કે આગલા એક વર્ષમાં મંદીનો સામનો કરવો પડી શકે છે. તેવી જ રીતે દર પાંચમાંથી ત્રણ સીઈઓનું માનવું છે કે મંદી ધીમી અને નાની હશે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક મહિનામાં વિશ્વભરમાં મંદીનો ડર વધી ગયો છે. કારણ કે વિશ્વભરની કેન્દ્રીય બેંકો પહેલા કોરોના મહામારી અને ત્યારબાદ રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ટોચ પર પહોંચી મોંઘવારીને નિયંત્રિત કરવા માટે સતત વ્યાજ દરોમાં વધારો કરી રહી છે.

કંપનીઓની કમાણી પર વર્તાશે અસર:- KPMG સર્વેમાં સામેલ મોટાભાગના(75%) સીઈઓનું માનવું છે કે મંદી બાદ કોરોના મહામારીની અસરમાંથી બહાર નીકળવું મુશ્કેલ થઈ જશે, તેના સિવાય 73% સીઈઓનું અનુમાન છે કે મંદી આગામી ત્રણ વર્ષમાં અપેક્ષિત વૃદ્ધિને ટકાવી રાખશે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 71% સીઈઓએ આશંકા દર્શાવી છે કે જો મંદી આગલા 12 મહિનામાં કંપનીઓની કમાણીને 10% સુધી અસર કરશે. અહીંયા જણાવીએ વીતેલા કેટલાક મહિનામાં કંપનીઓમાં મોટા સ્તર પર છટણી, નવી ભરતી પર અટકાયત જેવા મામલા જોવા મળે છે.ટાટા સ્ટીલના સીઈઓ એ કહી આ મોટી વાત:- ટાટા સ્ટીલના સીઈઓ ટીવી નરેન્દ્ર એ કહ્યું કે કોરોના મહામારી અને યુરોપની તાજેતરની ઘટનાઓએ જણાવવાનું કામ કર્યું છે કે આપણે એક દુનિયાના રૂપમાં એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છીએ. મારા માટે, ભૌગોલિક રાજકીય પરિસ્થિતિ સૌથી મોટા જોખમોમાં પ્રથમ ક્રમે છે. તેમણે કહ્યું કે મને લાગે છે કે આપણે બધાએ અનુકુલિત અને સ્થિતિસ્થાપક સપ્લાય ચેન બનાવવાની જરૂર છે.

આઈએફએમ એ દુનિયાને ચેતવ્યા:- જણાવીએ કે આ અઠવાડિયાની શરૂઆતમાં આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ આઈએમએફ ના ચીફ ક્રિસ્ટાલીના જોર્જીવા એ જ્યોર્જ ટાઉન વિશ્વવિદ્યાલયમાં એક કાર્યક્રમમાં બોલતા મંદીના વધવાના જોખમોને લઈને દુનિયાને ચેતવી છે. તેમણે વર્ષ 2026 સુધી ગ્લોબલ ઇકોનોમીની વૃદ્ધિ 4000 અરબ ડોલર સુધી ઘટવાની આશંકા વ્યક્ત કરી હતી.તેની સાથે જ તેમણે કહ્યું હતું કે આર્થિક વૃદ્ધિનું અનુમાન માં પહેલેથી જ ત્રણ વાર કટોતી થઈ ચૂકી છે. 2022 માં ઘટીને 3.2% રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું હતું. પરંતુ હવે તેના 2.3% રહી જવાની સંભાવના બનતી દેખાઈ રહી છે. તેના સિવાય વિશ્વ બેંકે પણ મંદીના જોખમને લઈને પોતાના રિપોર્ટમાં ચિંતા વ્યક્ત કરી હતી.

છટણીનો દોર સતત ચાલુ:- દુનિયામાં મંદીના વધવાના જોખમો ની ચર્ચાઓ શરૂ થયા બાદ થી છટણીના સમાચાર પણ હેડલાઇન્સ બની રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી અનેક મોટી કંપનીઓમાં હજારો લોકોની છટણીના કિસ્સા સામે આવ્યા છે. આમાંથી કેટલાકનો ઉલ્લેખ કરીએ તો ચીનની અલીબાબાએ 10,000 કર્મચારીઓને બહારનો રસ્તો બતાવ્યો હતો.

રિટેલ દિગ્ગજ વોલ માર્ટે 200 લોકોને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. ભારત પણ આમાંથી બાકાત નથી. અહીં ટેક સેક્ટરની ત્રીજી સૌથી મોટી કંપની HCL ટેક્નોલોજિસે વૈશ્વિક સ્તરે 350 કર્મચારીઓની છટણી કરી છે. તેવી જ રીતે એક તાજા રિપોર્ટ નું માનીએ તો facebookની પેરેન્ટ કંપની મેટા પણ આવનાર દિવસોમાં 12,000 કર્મચારીઓને બહારનો રસ્તો દેખાડી શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment