મિત્રો જેમ કે તમે જાણો છો તેમ હવે 2020 ના થોડા જ દિવસો બાકી રહ્યા છે. જ્યારે આ વર્ષ એ દરેક માટે ખુબ કષ્ટદાયક રહ્યું હતું. તેથી લોકો ઈચ્છે છે કે, હવે આવતું વર્ષ સારું જાય. આ સિવાય તમને જણાવી દઈએ કે, ગ્રહો અને નક્ષત્રો પણ ઘણી વખત આપણી રાશિ અનુસાર અસર કરતા હોય છે. તેથી જ જ્યોતિષો દ્વારા રાશિ ફળ જણાવવામાં આવે છે. આમ ગ્રહોની સ્થિતિને આધારે લોકોને તેમની રાશિ અનુસાર ફળ મળતું હોય છે. તો આજે અમે તમને જણાવી દઈએ કે દેવગુરુ બૃહસ્પતિનું 2021 માં કુંભ રાશિમાં પ્રવેશ થવા જઈ રહ્યો છે. તો ચાલો તો આ પ્રવેશથી કંઈ રાશિનો સમય સારો તેમજ સોનેરી રહેશે. તે વિશે વિગતે ચર્ચા કરીએ.
કોરોનાના કારણે 2020 નું વર્ષ દરેક માત્ર ખુબ જ ખરાબ રહ્યું હતું. જ્યારે હવે લોકો 2021 ના વર્ષ સામે કંઈક ઉમ્મીદ લઈને જોઈ રહ્યા છે. તેથી જ આગામી વર્ષમાં સુખ તેમજ ખુશીઓથી લોકોનું જીવન ભરેલું રહે અને લોકોની તકલીફ દુર થાય એવું દરેક લોકો ઈચ્છી રહ્યા છે. 2021 માં બૃહસ્પતિ રાશિ પરિવર્તન કરશે, જેને કારણે ઘણા લોકોનો ભાગ્યોદય થશે અને કેટલાક લોકોને પાયમાલ પણ કરશે.
2021 માં ગુરુના સંક્રમણનો સમય અને તારીખ : ગુરુ તેની નીચ રાશિ મકરમાંથી હવે 5 એપ્રિલ 2021 માં મધ્યરાત્રીએ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. જ્યારે 13 સપ્ટેમ્બર સુધી આ રાશિમાં રહ્યા પછી વક્રી અવસ્થામાં ફરીથી મકર રાશિમાં પ્રવેશ કરશે. જ્યાં ગુરુનો સમય 20 નવેમ્બર સુધીનો રહેશે. તે પછી તે ફરીથી સંક્રમણ કરી માર્ગી થઈને કુંભ રાશિમાં પ્રવેશ કરશે. આમ ગુરુના પરિવર્તનથી દરેક રાશિના જાતકો પર તેનો પ્રભાવ પડશે. આ પ્રભાવની અસર શાસન ન્યાયિક પ્રક્રિયા પર પણ થશે.2021માં ગુરુનો પ્રભાવ : જેમકે તમને જાણો છો તેમ ગુરુએ જ્ઞાન અને ધર્મશાસ્ત્ર આપનાર છે. આમ તેમના જ્ઞાનથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેમને દેવતાઓ અને ગ્રહોના ગુરુ તરીકે નિયુક્ત કર્યા હતા. તેથી જ ગુરુ લગ્ન, સંતાન સુખ, શિક્ષા, સ્પર્ધા, ન્યાયિક પ્રક્રિયા, અધ્યાત્મિક ગુરો, યાત્રાધામો કેન્દ્રો, પવિત્ર નદીઓ, ધાર્મિક સાહિત્ય, શિક્ષકો, જ્યોતિષીઓ, દાર્શનિક, લેખકો, કલાકારો અને નાણાકીય સંસ્થાઓ કાર્યરત છે. આમ ધન રાશિ અને મીન રાશિનો સ્વામી એ કર્ક રાશિ પર ઉચ્ચ રાશિનો અને મકર રાશિનો નીચ રાશિનો છે.
કુંડળી પર ગુરુની અસર : એવું જાણવા મળ્યું છે કે, ગુરુનો કુંડળી પર પણ ખુબ ઊંડો પ્રભાવ પડે છે. કુંડળીમાં તેઓ બીજા, પાંચમા, નવામાં અને અગિયારમાં સ્થામાં વધુ અનુકુળ છે. આમ શક્તિશાળી ગુરુનો પ્રભાવ ધરાવતો જાતક કરુણાપૂર્ણ, બીજાને મદદરૂપ, ધાર્મિક અને માનવીય મુલ્યોને સમજનાર હોય છે. તેઓ મુશ્કેલી સ્થિતિને પણ ખુબ સરળતાથી ઝીલી શકે છે. તેઓ આગળ વધવાની ક્ષમતા ધરાવે છે. આમ આ લોકોએ રચનાત્મક વૃતિ ધરાવતા હોય છે. આથી સમાજમાં તેની અલગ જ પ્રતિભા હોય છે. કુંભ રાશિમાં આગમનથી તેના શુભ પરિણામો મળશે.
કંઈ રાશિ પર કેવો પ્રભાવ રહેશે : આમ ગુરુના આ રીતે રાશિ પરિવર્તનથી કુંભ, કન્યા, ધન, વૃષભ, રાશિને ખુબ શુભ પરિણામો મળશે, તો તેની સામે મિથુન, કર્ક, મેષ, તુલા માટે મુશ્કેલી ભર્યો સમય રહેશે. જ્યારે બાકીની રાશિમાં માટે આ પરિવર્તન મિશ્ર ફળ આપશે.
તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી હેલ્પફુલ, (૨) હેલ્પ ફૂલ, (૩) ગુડ, (૪) એવરેજ.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી