કોરોનાની હયાતીમાં જ દિલ્લી સહિત ગુજરાતમાં જોવા મળી આ ગંભીર બીમારી, લીધો એક વ્યક્તિનો ભોગ. જાણો કેટલી છે ભયંકર…

મિત્રો કોરોનાને આપણે હજુ માત નથી આપી શક્યા તો બીજી બાજુ નવી નવી બીમારી નવા રૂપે આકાર લઈ રહી છે. ધીમે ધીમે તેની શરૂઆત થઈ રહી છે. જે બીમારી અગાઉ દિલ્હી અને અમદાવાદમાં જોવા મળી હતી તે હવે ગુજરાતના પાટણમાં જોવા મળી છે અને સૌથી આશ્ચર્યની વાત એ છે કે, આ બીમારીની સારવાર દરમિયાન એક વ્યક્તિનું કરુણ મૃત્યુ થયું છે. જેના કારણે તંત્રને ચિંતા થવા લાગી છે. એક બાજુ કોરોનાની જંગમાં હજી આપણે દિવસે-દિવસે માત ખાઈ રહ્યા છે. તો બીજી બાજુ નવી બીમારીએ લોકોમાં એક ડર પેદા કરી દીધો છે.

હજી તો આપણને કોરોના મહામારીનો તોડ નથી મળ્યો ત્યાં એક નવી બીમારી સામે આવીને ઉભી રહી ગઈ છે. જ્યારે તમને જણાવી દઈએ કે, આ બીમારીનું નામ મ્યુકોરમાઈકોસિસ છે. આપણી રાજધાની દિલ્હી અને અમદાવાદ પછી હાલ પાટણમાં આ બીમારી જોવા મળી છે. અહીં જાણવા મળતી માહિતી મુજબ મ્યુકોરમાઈકોસિસ લક્ષણ ધરાવતી એક વ્યક્તિનું સારવાર દરમિયાન જ મૃત્યુ થયું છે. જ્યારે મૃતક GRD માં ફરજ બજાવતા હતા.

જાણવા મળતી વિગત અનુસાર આ વ્યક્તિ પાટણના કમલીવાડા વિસ્તારમાં રહેતા હતા. જેમની ઉંમર 50 વર્ષ હતી. તેમનામાં મ્યુકોરમાઈકોસિસના લક્ષણ દેખાતા તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યારે અગાઉ આ વ્યક્તિ કોરોના પોઝીટીવ આવ્યા હતા અને કોરોનામાંથી સાજા થઈ ગયા પછી તેમનામાં મ્યુકોરમાઈકોસિસ લક્ષણો જોવા મળ્યા હતા.કમલીવાડામાં રહેતા આ વ્યક્તિનું નામ દિનેશભાઈ હતું. તેમને થોડા દિવસો પહેલા કોરોનાનું સંક્રમણ લાગ્યું હતું. તેઓ આ સંક્રમણમાંથી મુક્ત થઈ ગયા હતા. પણ થોડા દિવસ પહેલા તેમને આંખે ઝાંખપ, માથામાં રક્તસ્ત્રાવ ફંગસની ફરિયાદ શરૂ થઈ હતી અને સારવાર દરમિયાન જાણવા મળ્યું કે, તેમને મ્યુકોરમાઈકોસિસ ઇન્ફેકશન થયું છે.

આમ મ્યુકોરમાઈકોસિસના લક્ષણ જણાતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ પહેલા મ્યુકોરમાઈકોસિસની બીમારી દિલ્હી અને અમદાવાદમાં જોવા મળી હતી. પરંતુ હવે પાટણમાં જોવા મળી છે. પાટણનો આ પહેલો કેસ છે. જો કે કોરોનાને માત આપ્યા બાદ દિનેશભાઈ મ્યુકોરમાઈકોસિસમાં પોતાની લડત હારી ગયા હતા.

પાટણમાં મ્યુકોરમાઈકોસિસના પહેલા જ કેસમાં મૃત્યુ થવાથી ગુજરાતનો સ્વાસ્થ્ય વિભાગ ચોકી ગયો છે. આ ઘટના પછી તંત્ર સજાગ થઈ ગયું છે. આમ કોરોનાની સાથે મ્યુકોરમાઈકોસિસ ગુજરાત માટે એક પડકાર બનીને સામે આવ્યો છે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment