નકામી લાગતી આ સુકાય ગયેલી વસ્તુ છે બહુ કામની | ફાયદા જાણી લેશો તો ફેંકવાનું બંધ કરી દેશો…

ઘણી વખત તમે જોયું હશે કે ઘણી વસ્તુઓ પડી પડી સુકાય જતી હોય છે અથવા તો બગડી જતી હોય છે. આ સમયે મોટાભાગના લોકો તેને ફેંકી દેતા હોય છે. આવી જ એક વસ્તુ છે લીંબુ. જે ઘણી વખત પડ્યા પડ્યા સુકાય જાય છે. પરંતુ તમે સુકાયેલા લીંબુનો પણ ઉપયોગ કરી શકો છો. ચાલો તો આ સરળ રીત વિશે વધુ જાણી લઈએ.

આપણામાંથી ઘણા લોકો સાથે આ સમસ્યા થતી હોય છે અને ઘણી વખત તો લીંબુ ફ્રિઝમાં પડ્યા પડ્યા પણ સુકાય જાય છે. જો કે આ એક કુદરતી ઘટના છે. ઘણી વખત આપણે લીંબુ ખરીદી તો લઈએ છીએ પણ તેનો ઉપયોગ નથી કરી શકતા અને તે સુકાય જાય છે. આમ તેને ખરાબ સમજીને ફેંકી દઈએ છીએ. પરંતુ તમે આ સૂકાયેલ લીંબુનો ઉપયોગ ખુબ જ સારી રીતે કરી શકો છો. તેમજ તેનાથી તમે પોતાના ઘણા ઘરેલું કામમાં પણ ઉપયોગમાં લઈ શકો છો. માટે તમારે સુકાયેલા લીંબુ ફેંકવાની જરૂર નથી. કેમ કે આ લેખમાં તેના ઉપયોગ વાંચ્યા બાદ ક્યારેય તેને નહિ ફેંકો.શા માટે ફાયદાકારક છે સુકાયેલા લીંબુ ? : સૂકાયેલ લીંબુ વાસ્તવમાં ડ્રાય લેમન પીલ પાવડર બનાવવામાં કામ આવી શકે છે. તેનો ફ્લેવર પણ થોડો અલગ અને ફરમેન્ટેડ હોય છે. સિંધાલૂણ મીઠાની સાથે સૂકાયેલ અથવા બ્રાઉન થયેલ લીંબુનો રસ લેવાથી ગળાની ખરેડી દુર થાય છે અને તે પાચન શક્તિ પણ વધારે છે.

સૂકાયેલ લીંબુમાં કેલ્શિયમ, આયરન, મેગનીઝ, ફોસ્ફરસ, પોટેશિયમ જેવા મિનરલ્સ રહેલા છે. જે તમારા શરીર માટે ખુબ જ ફાયદાકારક છે.

તમે સૂકાયેલ લીંબુની શિકંજી પણ બનાવી શકો છો. તેની ચા બનાવી શકો છો, અથવા તો તેને આમ જ ફરમેન્ટ થવા માટે રાખી શકો છો. પણ એક વાત જરૂર છે કે, તેને કાપવામાં થોડી તકલીફ થશે, કારણ કે તેની છાલ ખુબ જ હાર્ડ આને સખ્ત થઈ જાય છે.બનાવો લેમન પીલ પાવડર : સ્કિન કેર માટે તમે લેમન પીલ પાવડર બનાવી રહ્યા છો તો સૂકાયેલ લીંબુથી પણ સરળતાથી બનાવી શકો છો. અથવા તો લીંબુના નાના નાના ટુકડા કરીને તડકે સૂકવીને પણ લઈ શકો છો. જો લીંબુ કાપી નથી શકતા તો તેને પીસીને પણ તડકે સુકવી શકો છો. ત્યાર પછી તેનો પાવડર બનાવી લો. આ પાવડરનો ઉપયોગ ઘણા પ્રકારની સ્કીન કર પેક્સમાં કરી શકો છો. તમે તેનાથી બોડી સ્ક્રબ પણ બનાવી શકો છો. તેમજ શિકંજીમાં મિક્સ કરીને પણ પીય શકો છો.

ચોપિંગ બોર્ડ સાફ કરવા માટે તેનો ઉપયોગ : આપણા ચોપિંગ બોર્ડ પર આપણે ઘણા કામો કરતા હોઈએ છીએ આથી તેની સફાઈ પણ ખુબ જરૂરી છે. તમે તેની સફાઈ લીંબુથી પણ કરી શકો છો. તમે લીંબુને વચ્ચેથી કાપી લો અને પછી તેનાથી ચોપિંગ બોર્ડને સાફ કરી લો.બ્લેન્ડરની સફાઈ માટે લીંબુનો ઉપયોગ : આપણે બ્લેન્ડરમાં એવી ઘણી વસ્તુઓ પીસીએ છીએ જેના કારણે તેમાં ચીકાશ જામી જાય છે. તેવામાં તમે બ્લેન્ડરની સફાઈ લીંબુથી પણ કરી શકો છો. એક ચપટી બેકિંગ સોડાની સાથે લીંબુની છાલને બ્લેન્ડરમાં ઘસો. તમારા બ્લેન્ડરની સફાઈ સારી રીતે થઈ જશે. પછી નોર્મલ પાણીથી બ્લેન્ડરને ધોઈ નાખો.

કચરાપેટીની સફાઈ માટે લીંબુનો ઉપયોગ : સૂકાયેલ લીંબુ કચરાપેટીની સફાઈ માટે ખુબ જ ઉપયોગી છે. જો તમે લેમન પીલ પાવડર બનાવ્યો છે તો તે પણ ઉપયોગમાં લઈ શકો છો. આ સિવાય નોર્મલ લીંબુની છાલ અને બેકિંગ સોડાથી પણ કચરાપેટી સાફ કરી શકો છો. તેનાથી કચરાપેટીની બધી ચીકાશ જતી રહેશે અને તમારું ઘર પણ સાફ થઈ જશે.શિકંજી માટે આઈસ ક્યુબ્સ : જો તમારે અચાનક જ શિકંજી જોઈએ છે તો તમે આઈસટ્રેસમાં થોડા સૂકાયેલ લીંબુનો રસ, થોડી ખાંડ, અને સિંધાલૂણ મીઠું મિક્સ કરીને જમાવી દો. જ્યારે પણ તમને શિકંજી પીવાનું મન થાય ત્યારે એક આઈસ ક્યુબને નોર્મલ પાણીમાં નાખીને શિકંજી બનાવી લો. તેનો સ્વાદ ખુબ જ સારો આવે છે.

ફૂટ સ્ક્રબ માટે ઉપયોગ કરો : સૂકાયેલ લીંબુને ફૂટ સ્ક્રબ માટે પણ ઉપયોગમાં લઈ શકાય છે. પહેલા તેને કાપીને પોતાના પગ અને હાડકાઓ પર ઘસો. તે તમારા પગને સારી રીતે સાફ કરી દે છે અને ચમક પણ આપે છે. આમ સૂકાયેલ લીંબુને ફેંકવા કરતા તેનો આ રીતે ઉપયોગ કરી શકાય છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment