સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોનાની વેક્સીનને લઈને એક મોટો નિર્ણય લીધો છે. જેમાં હવે 18 થી 44 વર્ષના લોકો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યા વગર પણ વેક્સીન લઈ શકે છે. તેવામાં હવે લોકો વેક્સીનેશન સેન્ટર પર પણ રજીસ્ટ્રેશન કરાવી શકે છે.
જો કે આ સુવિધા હાલ તો માત્ર સરકારી સેન્ટર પર જ ઉપલબ્ધ છે. પ્રાઇવેટ હોસ્પિટલના સેન્ટર પર હજુ પણ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવીને વેક્સીન માટે સ્લોટ બુક કરાવવો પડશે. તમને જણાવી દઈએ સરકારે 1 મેં થી 18 થી 44 વર્ષના લોકોને વેક્સીન આપવાનો નિર્ણય લીધો હતો.સરકારે પહેલા વેક્સીનેશન સેન્ટર પર ભીડને નિયંત્રિત કરવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન જરૂરી કરી દીધું હતું. પણ ઓનલાઈન રજીસ્ટ્રેશનમાં બે પ્રકારની મુશ્કેલી આવી રહી હતી. પહેલી મુશ્કેલીમાં ગામડાના લોકો કે જેની પાસે સ્માર્ટફોન નથી તેને સ્લોટ બુક કરાવવામાં મુશ્કેલી થઈ રહી હતી.
આ સિવાય ઘણા રાજ્યોમાંથી એવી ખબર આવી રહી હતી કે, લોકો સ્લોટ બુક કરાવ્યા પછી પણ વેક્સીનેશન માટે સેન્ટર પર પહોંચી શકતા ન હતા. તેથી જ આવી સ્થિતિમાં વેક્સીનનો બગાડ થઈ રહ્યો હતો. પણ હવે રજીસ્ટ્રેશન વગર પહોંચતા લોકોને વધેલી વેક્સીન લગાવવામાં આવશે.રાજ્યોને આદેશ : સ્વાસ્થ્ય મંત્રાલયે બધા રાજ્યોને આદેશ આપ્યો છે કે, તે જીલ્લા પ્રશાસનથી ઓનસાઈટ રજીસ્ટ્રેશનની સુવિધા આપવા માટે કામ કરે. સાથે જ મંત્રાલયએ રાજ્યોને એ પણ કહ્યું છે કે, સેન્ટર પર એ વાતનું ધ્યાન રાખવામાં આવે કે ઓન સાઈન રજીસ્ટ્રેશન દરમિયાન કોઈ પણ પ્રકારની ભીડ ન થાય.
અત્યાર સુધીમાં 19 કરોડથી વધુ લોકોને ટીકાકરણ થઈ ગયું છે : દેશમાં અત્યાર સુધીમાં કોવિડ-19 ના 19.60 કરોડથી વધુ લોકોને ટીકાકરણ થઈ ગયું છે. તમને જણાવી દઈએ કે ઘણા રાજ્યોમાં હાલ તો વેક્સીનની ઉણપ છે. આથી જ 18 થી 44 વર્ષના લોકોને દિલ્હી, પંજાબ, અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં ટીકાકરણ નથી કરવામાં આવી રહ્યું.ભારતમાં હાલ કંઈ વેક્સીન છે : વેક્સીનની વાત કરવામાં આવે તો ભારતમાં સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયા દ્વારા તૈયાર થયેલ કોવીશિલ્ડ અને ભારત બાયોટેકની બનાવેલ કો-વેક્સીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ સિવાય ઘણા રાજ્યોમાં રૂસની સ્પુતનિક-5 પણ આપવામાં આવી રહી છે.
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી