ટાઈલ્સ સાફ કરવા મોંઘા લીક્વીડ કે ક્લીનર ખરીદવાની જરૂર નથી | પાણી માં ઉમેરો માત્ર આ એક વસ્તુ

💁 હવે ઘર સાફ કરવા માટે મોંઘા લીક્વીડ કે ક્લીનર ખરીદવાને બદલે પાણી માં ઉમેરો માત્ર આ એક વસ્તુ… 💁

ઘર બાથરૂમ કે રસોડામાં આપડે થોડા થોડા સમયે ટાઇલ્સ ને સાફ કરતું રહેવું પડે છે. એ કામ ઘણીવાર લોકો માટે મુશ્કેલી ભર્યું અને થકાન વાળું સાબિત થાય છે. તો આજે આપણે જાણીશું રસોડાની આ અમુક એવી વસ્તુ વિષે જે જીદ્દી ટાઇલ્સ દાગ ને સરળતાથી સાફ કરવામાં તમને મદદ કરશે. આ મોંઘવારીમાં લીકવીડ કે ક્લીનરનો ઉપયોગ કરવા કરતા આ ઉપાય તમને ચોક્કસ કામ આવશે.

આજે અમે તમને હોમમેડ પ્રાકૃતિક ફ્લોર ક્લીનર બનાવવાની વિધિઓ જણાવીશું. આજે અમે પાંચ એવી વસ્તુઓ જણાવશું  કે તેનો ઉપયોગ તમે લાદીને સાફ કરવા માટે કરી શકો છો તેના માટે તમારે અલગથી કોઈ લીક્વીડ ખરીદવાની જરૂર નથી. તો ચાલો જાણીએ કે આ પ્રાકૃતિક વસ્તુઓ કંઈ છે કે જેના ઉપયોગ તમે ફ્લોર ક્લીનર તરીકે કરી શકો છો.


સૌથી પહેલો ઉપાય છે બેકિંગ સોડા. મિત્રો લાદી પર ક્યારેય ચીકણો દાગ લાગી ગયો હોય તો તેને સાફ કરવા માટે તમે બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકો છો. કારણ કે તમારે વધારે ઘસવું નહિ પડે માત્ર બેકિંગ સોડા લો તેને ડાઘ પર છાંટો અને ત્યારબાદ ગરમ પાણીમાં કપડું બોળી ભીના પોતેથી તે સાફ કરી લો. પરંતુ યાદ રહે કપડું ગરમ પાણીમાં પલાળેલું હોવું જોઈએ.


બીજી વસ્તુ છે વિનેગર. લાદીને પ્રાકૃતિક રીતે સાફ કરવા માટે સૌથી અસરકારક ઉપાય છે વિનેગર. અડધો કપ સફેદ વિનેગર એક ડોલ પાણીમાં ઉમેરો અને તેને મિક્સ કરી લો. તેને વધારે અસરકારક બનાવવા માટે તેમાં લીંબુનો રસ પણ ઉમેરો. લગભગ એક લીંબુનો રસ ઉમેરો. ત્યારબાદ તે પાણીથી ઘરને સાફ કરી લો. આવું કરવાથી  લાદીની બધી જ ગંદકી સરળતાથી સાફ થઈ જશે અને લાદીઓ ચમકવા લાગશે.


ત્રીજી વસ્તુ છે ઓલીવ ઓઈલ. હા મિત્રો તમે વિચારી રહ્યા હશો કે એક તેલ કઈ રીતે લાદીને સાફ કરી શકે તે તો લાદીને ચીકણી બનાવશે. પરંતુ આ રીતે ઉપયોગ કાર્ય બાદ તમને વિશ્વાસ આવી જશે. મિત્રો તમારે ઓલીવ ઓઈલમાં થોડું વિનેગર ઉમેરી તેને લગાવીને હળવા હાથે સાફ કાર્ય બાદ ત્યાં ભીનું પોતું લગાવી દેવું. લાદી ઉપરાંત તમે વુડન ફર્નીચરમાં પણ આનો ઉપયોગ કરી શકો છો.

મિત્રો ચાની ભૂકીથી પણ તમે લાદીને સાફ કરી શકો છો. તેના માટે બે ગ્લાસ પાણીમાં અડધો કપ ભૂકી નાખી તેને ઉકાળી લો. ઉકળ્યા બાદ ગેસ બંધ કરી દો ત્યારબાદ તે પાણીને ઠંડુ થવા દો. હવે એક કપડું લો અને તેને આ પાણીમાં બોલી લો અને વધારાનું પાણી નીચોવી લો. ત્યારબાદ તેનાથી લાદીને હળવા હાથે ઘસી લો. આવું કરવાથી લાદી એકદમ ચમકવા લાગશે.


ઘણી વાર તમે જોયું હશે કે તમે પોતું લગાવો પછી પોતાના લીસોટાના ડાઘ આછા આછા જોવા મળતા હોય છે તો તેનાથી બચવા માટે તમારે એક  મસ્ત ઉપાય કરવાનો છે અને તે છે સ્પ્રાઇટનો તેના માટે એક ડોલ ગરમ પાણીમાં એક કપ સ્પ્રાઇટ ઉમેરી દો. ત્યારબાદ તે પાણીના પોતા કરવા જેથી ડાઘ નહિ દેખાય. આ રીતે તમે લાદીને સાફ કરી શકો છો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ    (૪) એવરેજ

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment