અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
💁 વધેલા ભાતમાંથી બનાવો સ્વાદિષ્ટ અને ક્રિસ્પી નમકીન સેવ.. 💁
મિત્રો આજે અમે વેસ્ટમાંથી બેસ્ટ બચેલા ભાતની એવી વાનગી જણાવવા જઇ રહ્યા છીએ કે જેના વિશે લગભગ તમે ક્યારેય વિચાર્યું પણ નહિ હોય. આજે અમે જણાવશું કે વધેલા ભાતનો ઉપયોગ કરીને કંઈ રીતે તમે સ્વાદિષ્ટ, ક્રિસ્પી અને નમકીન સેવ બનાવી શકો. મિત્રો આપણે સામાન્ય રીતે ચણાના લોટમાંથી બનતી સેવ તો લગભગ બધાએ ખાધી જ હશે. પરંતુ તમે એકવાર આ રીતે વધેલા ભાતમાંથી સેવ બનાવશો તો તે સેવને ભૂલી જશો એટલું જ નહિ પરંતુ મિત્રો તમે આલું સેવ જેવી નમકીન સેવને પણ ભૂલી જશો.
તમે ઘરે સેવ બનાવો તો ઘણી બધી તકલીફ પડતી હોય છે પરંતુ આ સેવનું મિશ્રણ ફટાફટ તૈયાર થઇ જશે અને સેવ પણ સરળતાથી બની જશે અને સાથે સાથે તેના સ્વાદમાં કોઈ કોમ્પ્રોમાઈઝ નથી કરવાનું. કારણ કે આ સેવના સ્વાદની વાત કરીએ તો લાજવાબ, ટેસ્ટી તેમજ ક્રિસ્પી બનશે. તો ચાલો જાણીએ આ સેવ બનાવવાની રીત અને તેમાં જોઈતી સામગ્રીઓ.
વધેલા ભાતમાંથી ટેસ્ટી સેવ બનાવવા માટે જોઈતી સામગ્રી :
વધેલા ભાત એકથી બે કપ,
અડધો કપ ચણાનો લોટ, (અહીં ચણાનો લોટ છે તમે જેટલા ભાત લીધા છે તેનાથી અડધો લેવાનો છે માટે જો તમે એક કપ ભાત લીધા છે તો અડધો કપ ચણાનો લોટ ઉપયોગમાં લેવાનો છે.)
એક ચમચી હળદર, એકથી દોઢ ચમચી લાલ મરચું પાવડર, મીઠું જરૂરીયાત મુજબ, બે ચમચી ગરમ તેલ, અડધી ચમચી હિંગ, એક ચમચી પાણી જરૂરીયાત મૂજબ, સેવ તળવા માટે તેલ.
વધેલા ભાતમાંથી સ્વાદિષ્ટ અને ક્રિસ્પી નમકીન સેવ બનાવવાની રીત :-
સૌપ્રથમ તમારે ભાતને મીક્ષ્યરમાં પીસીને તેની એક પેસ્ટ બનાવી લેવાની છે. ભાતની પેસ્ટ બનાવતી વખતે એટલે કે પીસતી વખતે તમારે તેમાં એક ચમચી પાણી ઉમેરવાનું ત્યારબાદ તેને મીક્ષ્યરમાં પીસીને તેની પેસ્ટ બનાવવાની છે. પેસ્ટ બનાવ્યા બાદ તેને એક વાટકામાં કાઢી લો. હવે તે મિશ્રણમાં ચણાનો લોટ મિક્સ કરો.
ત્યારબાદ ટી બધા મસાલા ઉમેરવાના છે. એક ચમચી પીસેલો અજમો, એક ચમચી હળદર, એક ચમચી મરચું પાવડર, અડધી ચમચી હિંગ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દો.ત્યારબાદ બે ચમચી તેલ ગરમ કરી લો. ત્યારપછી તે ગરમ તેલને તમારા મિશ્રણમાં નાખી દો.હવે તે મિશ્રણને ખુબ જ હલાવવાનું છે. તેલને ગરમ કરી નાખેલું છે માટે હાથેથી પહેલા તેને મિક્સ નથી કરવાનું. પરંતુ ચમચીની મદદથી હલાવીને મિક્સ કરવાનું છે.
જ્યારે ઠંડુ થઇ જાય ત્યારબાદ હાથની મદદથી મસળીને તેનો એક લોટ તૈયાર કરી લો. હવે સેવને સીધી તળવાની છે તો તેના માટે એક કડાઈમાં તેલ ઉમેરો. તેલ ઉમેર્યા બાદ તે તેલને વધારે આંચ પરમ ગરમ થવા દો. હવે જ્યાં સુધી તે તેલ ગરમ થાય છે ત્યાં સુધી આપણે સેવની પૂર્વ તૈયારી કરી લઈએ. સૌપ્રથમ તેના માટે સેવ પાડવાનો સંચો લઇ લો અને સંચામાં અંદરની બાજુ તેલ લગાવી દો.
હવે તેમાં આપણે બનાવેલ ભાતનું મિશ્રણ ભરી દેવાનું છે. પહેલા તેલને વધારે આંચ પર ગરમ કરી લેવાનું છે અને જ્યારે તમે સેવ પાડતા હોય ત્યારે ગેસને મધ્યમ આંચ પર રાખવાનો છે. હવે સંચાની મદદથી સેવ તેલમાં પાડી લો અને તેને ધીમે ધીમે ઉલટાવતા સુલટાવતા રીતે ટાળવાની છે. જ્યારે તેલ એકદમ શાંત પડી જાય ત્યારે તેનો મતલબ છે કે સેવ હવે તળાઈ ગઈ છે. તો સેવને બહાર કાઢી લો એક પ્લેટમાં અને આજ રીતે બધી સેવ બનાવી લો.
તૈયાર છે વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલી ટેસ્ટી સેવ. હવે તમે તેને કોઈ એર ટાઈટ ડબ્બામાં ભરીને એક મહિના સુધી સ્ટોર કરી શકો છો.
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ (૪) એવરેજ
Very helpful
Nice recipe