મિત્રો આજકાલ આપણે જોઈએ છીએ કે ફર્જી કંપની અને ફર્જી વસ્તુઓ જ્યાં ત્યાં બની રહી છે અથવા જોવા મળે છે. તો આજે અમે તમને એક એવી વાત જણાવશું જેને જાણીને લગભગ તમે દંગ રહી જશો. એક વ્યક્તિએ એમેઝોનમાંથી ફર્જી રીવ્યુ આપીને 19 લાખ રૂપિયાની કમાણી કરી હતી. તો એ વ્યક્તિએ એવો કંઈ રીતે રીવ્યુ આપ્યો કે, 19 લાખ રૂપિયાની કમાણી કરી ! તેના વિશે આજે આ લેખમાં અમે તમને જણાવશું માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.
મિત્રો અમુક ચીની કંપનીઓ પૈસા આપીને પોતાના સામાનના ફર્જી રીવ્યુ એમેઝોન પર કરાવી રહી હતી. ફાઇનાન્સિયલ ટાઈમ્સના રિપોર્ટમાં તેનો ખુલાસો થયો છે. એક રીવ્યુ કરવા વાળા વ્યક્તિએ તો લગભગ ત્રણ મહિનામાં જ ફર્જી રીવ્યુ કરીને ઓછામાં ઓછા 19 લાખ રૂપિયા સુધી કમાણી કરી લીધી.
રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, ટોપ રીવ્યુઅર્સ પૈસા લઈને એમેઝોન પર 5 સ્ટાર રેટિંગ આપી રહ્યા હતા. પહેલા તેઓ પ્રોડક્ટ ખરીદતા અને પછી એમેઝોન પર 5 સ્ટાર રેટિંગ આપી દેતા હતાત્યાર બાદ તેણે કંપનીઓ તરફથી રિફંડ કરી દેવામાં આવતા હતા, ઘણી વાર સાથે તેને અમુક ગીફ્ટ પણ મળતા હતા.તે વ્યક્તિનું નામ છે જસ્ટિન ફ્રાયર. તમને જણાવી દઈએ કે, જસ્ટિન ફ્રાયર Amazon.co.uk પર નંબર-1 રીવ્યુંઅર તેણે ઓગસ્ટમાં 14 લાખ રૂપિયાના સામાનના રીવ્યુ આપ્યા હતા. દર 4 કલાકે તે એક નવા સામાનને 5 સ્ટાર રીવ્યુ આપતો. રિપોર્ટ અનુસાર, જસ્ટિન પછી બધા સામાનને eBay પર વહેંચી દેતો હતો. જુનથી લઈને અત્યાર સુધીમાં જસ્ટિન 19 લાખ રૂપિયાનો સામાન વહેંચી ચુક્યો છે. જો કે, જસ્ટિને પૈસા લઈને રીવ્યુ કરવાના આરોપ લાગવા પર સાફ ઇનકાર કરી દીધો છે.
ચીની કંપનીઓ સોશિયલ મીડિયા ગ્રુપ અને મેસેજિંગ એપ પર એવા રીવ્યુંઅર્સને સંપર્ક કરે છે, જે પૈસા લઈને ફર્જી રીવ્યુ કરી શકે. ટેલિગ્રામ પર એવા અમુક ગ્રુપ મળી આવ્યા જે હજારો 5 સ્ટાર રીવ્યુ કરવાનો દાવો કરે છે. તો આવું ઘણી કંપનીઓ કરતી હોય છે. જે આવા લોકોને શોધે છે અને તેને પૈસા આપીને પોતાની પ્રોડ્કટના ફર્જી રીવ્યુ કરાવે છે. માટે આપણે ઓનલાઈન વસ્તુને મંગાવતા સમયે ખુબ જ ધ્યાન રાખવું જોઈએ. કેમ કે ફર્જી રીવ્યુ હોવાના કારણે આપણે છેતરાઈ શકીએ.