હવે ઘરમાં કે લોકરમાં મુકેલા સોનાથી પણ કમાઈ શકો છો પૈસા, સોનું પણ તમારું અને વ્યાજ પણ.

સામાન્ય રીતે આજકાલ સોના-ચાંદી જેવી કિંમતી વસ્તુને ઘરે સાચવવાની બદલે લોકરમાં મુકવાનું વધુ ચલણ છે. લોકરમાં મુકેલ સોનું-ચાંદી સુરક્ષિત તો રહે છે, પરંતુ તેના પર તમને કોઈ વ્યાજ મળતું નથી. જો કે તેની વેલ્યૂ વધવાની સાથે તમને ફાયદો પણ થાય. પરંતુ એક તરફ તમારે લોકરનો ખર્ચો પણ આપવો પડે છે. તેવામાં તમે આર.બી.આઈ. દ્વારા નિર્ધારિત બેંકોમાં સોનું રાખીને વ્યાજ પણ કમાઈ શકો છો. તે સાથે જ તમને સોનાની વેલ્યુ વધવા પર લાભ પણ થશે. આ સુવિધા આર.બી.આઈ. ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમ (Gold Monetization Scheme) ની હેઠળ ઉપલબ્ધ છે.

આ સુવિધા બેંક ફિક્સ્ડ ડિપોઝીટ (Fixed Deposit) જેવી છે, જેમાં તમે વધારાનું સોનું ડિપોઝીટ કરશો અને મેચ્યોરિટીના સમયે તમને વ્યાજ પણ મળશે. તમારી પાસે ગોલ્ડની વેલ્યુ મેળવવાનો વિકલ્પ હશે, જેથી મેચ્યોરિટીના સમયે  સોનાના ભાવ પર આધારિત રહેશે. તેના પર તમને વ્યાજ તે ભાવ પર મળશે, જે ભાવ પર તમે સોનું ડિપોઝીટ કર્યું હોય. તમારા સોનાને સુરક્ષિત રાખવાની જવાબદારી પણ બેંકની રહેશે.

ગોલ્ડ એફ.ડી. (Gold FD) માં કોઈ પણ ભારતીય RBI ની આ સ્કીમ હેઠળ રોકાણ કરી શકો છો. ગોલ્ડ એફ.ડી.ને જોઈન્ટ આધાર પર પણ ખોલવામાં આવી શકે છે. આ રીતે ગોલ્ડને બાર, કોઇન્સના રૂપમાં એક્સપર્ટ કરવામાં આવે છે. જો તમે ગોલ્ડ જ્વેલરી ડિપોઝીટ કરો છો તો તેમાં કોઈ સ્ટોન અથવા મેટલ ન હોવું જોઈએ. તેમજ કોઈ પણ ઇન્વેસ્ટર ઓછામાં ઓછું 30 ગ્રામ સુધી ગોલ્ડ ડિપોઝીટ કરી શકો છો. તેના માટે મહત્તમ લિમિટ છે નહિ.ઇન્વેસ્ટર્સની પાસે 1 વર્ષથી લઈને 15 વર્ષ સુધીમાં કોઈ પણ ટર્મને પસંદ કરવાનો વિકલ્પ હશે. 1 થી 3 વર્ષ સુધીની અવિધીને શોર્ટ ટર્મ બેંક ડિપોઝીટ (STBD) કહેવામાં આવે છે. 5 થી 7 ની ડિપોઝીટને મીડિયમ ટર્મ ગવર્નમેન્ટ ડિપોઝીટ (MTGD) કહેવામાં આવે. 12 થી 15 વર્ષની ડિપોઝીટને લોન્ગ ટર્મ ગવર્નમેન્ટ ડિપોઝીટ (LTGD) કહેવામાં આવે છે. મીડિયમ અને લોન્ગ ટર્મ હેઠળ બેંક કેન્દ્ર સરકાર તરફથી આ ડિપોઝીટ કરશે.

કેટલું મળશે વ્યાજ ? : STBD માં 1 વર્ષ માટે વ્યાજ 0.50% દરે આપવામાં આવશે. 1 થી 2 વર્ષ માટે આ વ્યાજ 0.55% અને 2 થી 3 વર્ષ માટે આ 0.60% વાર્ષિક હશે. તે જ સમયે મીડિયમ અને લોન્ગ ટર્મ ગવર્નમેન્ટ ડિપોઝીટ માટે આ વ્યાજ દર 2.25% વાર્ષિક હશે. STBD માટેનો મુખ્ય હેતુ અને રસ ફક્ત સોનાની વસ્તુ પર હશે. વર્તમાનમાં MTGD અને LTGD  હેઠળ મૂળ રૂપિયામાં સમજવામાં આવે છે. તેના પર દર વર્ષે 31 માર્ચે વ્યાજને કેલ્ક્યુલેટ કરવામાં આવશે. મેચ્યોરિટી પર ક્યુંમુલેટીવ વ્યાજનો પણ વિકલ્પ હશે.ડિપોઝીટની સાથે વાર્ષિક વ્યાજ મેળવવા માટે પણ બે વિકલ્પ હશે. પહેલો વિકલ્પ છે કે, દર વર્ષના અંતમાં વ્યાજ મેળવો અથવા તો મેચ્યોરીટીના સમયે જ વ્યાજ મેળવો. ડિપોઝીટના સમયે તેમાંથી કોઈ એક વ્યાજ પસંદ કરવાનું રહેશે. તેમાં ડિપોઝીટને પ્રીમેચ્યોર વિડ્રોલનો પણ વિકલ્પ મળશે. STBD હેઠળ 1 વર્ષનું લોક-ઇન પીરિયડ પણ હોય છે. તેના પછી એક નની એવી પેનલ્ટીની રકમ આપ્યા પછી વિડ્રોલ કરી શકાય છે. MTGD હેઠળ 3 વર્ષ પછી વ્યાજ પર પેનેલ્ટી આપ્યા પછી પણ વિડ્રોલ કરી શકાય છે. LTGD હેઠળ 5 વર્ષ પછી વ્યાજ પર આપ્યા પછી પણ ગમે ત્યારે વિડ્રોલ કરી શકાય છે.

ટેક્સમાં પણ છૂટનો લાભ : RBI ની આ સ્કીમની સૌથી ખાસ વાત એ છે કે, ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમ પર કેપિટલ ગેન્સ ટેક્સ (Capital Gains Tax), વેલ્થ ટેક્સ અથવા ઇન્કમટેક્ષની પણ છૂટ મળે છે. ડિપોઝીટ કરેલા સોનાનો ભાવ પણ વધી જાય છે તો તેના પર કોઈ પણ કેપિટલ ગેન્સ ટેક્સ અપાવો પડશે નહિ. આ મેળવેલા વ્યાજ પર લાગુ થશે નહિ. મેચ્યોરિટી પછી ડિપોઝીટ કરનારને તે જ ફોર્મમાં સોનું મળશે, જે ફોર્મથી તેઓને સોનું ડિપોઝીટ કર્યું છે. જો કે જ્વેલરીના મામલામાં ઓગાળેલ પી.વી.સી. દ્વારા એનલાઈઝ કરવામાં આવે છે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google 

Leave a Comment