મિત્રો આપણે ઘણી વખત જોયું હશે કે, ઘણા લોકો પોતાને સુંદર દેખાડવા માટે ઘણા પ્રકારની સર્જરી કરાવતા હોય છે. જેને કારણે ઘણી વખત તેની સુંદરતામાં વધારો થઈ જાય છે તો ઘણી વખત તે બીજી કોઈ મોટી મુસીબતમાં આવી જાય છે. આવું જ કંઈક એક મહિલા સાથે બન્યું છે. તો ચાલો તેના વિશે વિગતે જોઈ લઈએ.
જાણવા મળતી માહિતી મુજબ એક છોકરીએ પોતાને ખુબસુરત બતાવવા માટે નાકની સર્જરી કરવાનું નક્કી કર્યું, પણ તે તેના માટે ખુબ ખતરનાક સાબિત થયું. આ વિશે વધુ વાત કરીએ તો એક તુર્કીશ પ્લાસ્ટિક સર્જરી ક્લિનિકથી નાકની સર્જરી કરાવ્યા પછી તે મહિલાને મજબુરીથી પોતાના ગોઠણ નીચેથી પગ કપાવવા પડ્યા. 25 વર્ષની આ છોકરીએ સેવીંક સેક્લીક એ ઈસ્તંબુલના એક પ્રાઇવેટ હોસ્પીટલથી નાકને નાનું કરવાની એક ‘નોજ રીડકશન સર્જરી’ કરાવી હતી. સેવીંકને તેનો બિલકુલ ખ્યાલ ન હતો કે એક દિવસ તેને આ સર્જરી કારણે પોતાના પગ કપાવવા પડશે.
સર્જરી પછી તાવ આવ્યો : એક રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે, 2 મે 2014 માં લગભગ બે કલાક ચાલેલા ઓપરેશન પછી તેની તબિયત બરાબર હતી. ડોક્ટરે તેને ઘરે મોકલી દીધી. ઘરે જઈને સેવીંકને તાવ આવ્યો. જો કે હોસ્પિટલ એ વાત પર ભાર આપતું હતું કે તેની તબિયત ઠીક છે. એક અઠવાડિયા પછી તે ડોક્ટરને મળવા ગઈ ત્યાં રહેલ બધા જ કર્મચારીને હટાવી દેવામાં આવ્યા.દિવસે દિવસે તબિયત બગડતી ગઈ : આ સિવાય ત્યાંના લોકલ મીડિયા રિપોર્ટ અનુસાર હોસ્પિટલના લોકોએ તેને કહ્યું કે બધા જ લક્ષણ સાધારણ છે. ગભરાવાની જરૂર નથી. સર્જરી પછી આ રીતના લક્ષણ દેખાઈ છે. જો કે ડોક્ટરના આશ્વાસન આપ્યા પછી પણ તેની તબિયત બગડતી જ રહી.
કાળો થઈ ગયો હતો પગનો રંગ : આ ઉપરાંત સેવીંકના જણાવ્યા અનુસાર, ‘સર્જરી પછી ખાવા-પીવાનું બંધ થવાથી તેની તબિયત વધુ ખરાબ થવા લાગી. તેના પગનો રંગ કાળો થવા લાગ્યો. તબિયત વધુ ખરાબ થવાથી તેને હોસ્પિટલ દાખલ કરવામાં આવી.’જીવ બચાવવા માટે કાપવા પડ્યા પગ : ઈમરજન્સી ડોકટરે 9 જુને તેના પરિવારના લોકોને કહ્યું કે સેવીંક બ્લડ પોઈજિંગની સમસ્યાથી પીડિત હતી. હવે તેનો જીવ બચાવવા માટે પગ કાપવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. છેવટે સેવીંકનો જીવ બચાવવા માટે ડોક્ટર્સ એ તેના ગોઠણ નીચેના પગ કાપી નાખ્યા.
હોસ્પિટલ વિરુદ્ધ ફરિયાદ કરી : આમ આવું બનતા સેવીંક એ હોસ્પિટલ વિરુદ્ધ ફરિયાદ કરી છે. અને એક કરોડ રૂપિયા (17,399 ઓસ્ટ્રેલીયન ડોલર) ની માંગ કરી છે. જ્યારે અંગે હોસ્પિટલના સ્ટાફનું કહેવું છે કે, આ ઘટના માટે તેને દોષી માનવું બરાબર નથી. તેમાં તેમની કોઈ ભૂલ નથી.એક્સપર્ટ રિપોર્ટ પછી તેનો નિર્ણય : હોસ્પિટલના લોકોનું કહેવું છે કે, આ બ્લડ પોઈજિંગ સર્જરીના બે અઠવાડિયા પછી અને હોસ્પિટલાઈઝડ થવાના થોડા દિવસ પહેલા ચીકન ખાવું તેનું કારણ છે. કોર્ટે આ મામલે એક્સપર્ટ રિપોર્ટ માંગી છે. આ પછી આવતા વર્ષે એપ્રિલમાં આના પર કોઈ નિર્ણય કરવામાં આવશે.
તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી હેલ્પફુલ, (૨) હેલ્પ ફૂલ, (૩) ગુડ, (૪) એવરેજ.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી