પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર નીચે મળી આવી અમુલ્ય અને રહસ્યમય વસ્તુ. કરવામાં આવી રહસ્યમય શોધ…

મિત્રો તમે દેવોના દેવ મહાદેવના મંદિરે તો જતા હશો, તેમજ મહાદેવની બાર જ્યોર્તિલિંગ વિશે પણ જાણતા હશો. આ જ્યોર્તિલિંગમાં પહેલી અને પ્રથમ પૂજ્ય સોમનાથ મંદિર આવે છે. જ્યાં સોમનાથ મહાદેવનું સ્વયં પ્રાગટ્ય થયેલું છે. દરેક શિવ ભક્ત પોતાના જીવનમાં એક વખત તો ત્યાં દર્શન માટે જાય છે. તો મિત્રો આજે અમે તમને આ સોમનાથ મહાદેવના મંદિર અંગે એક ખુબ અગત્યની વાત કરવાના છીએ. ચાલો તો આ વિશે વિગતે વાત કરીએ.

બાર જ્યોર્તિલિંગમાં એક સોમનાથ મંદિરની આ વાત છે. અહીં આ મંદિરની નીચે 3 માળની એક ઈમારત હોવાનું માનવામાં આવી રહ્યું છે. IIT ગાંધીનગર અને બીજા 4 સહયોગી ઓર્કીયોલોજી એક્સપર્ટસએ આ વિશે તપાસ કરી છે. જ્યારે આ વિશે તમને જણાવી દઈએ કે, આ શોધ પ્રધાનમંત્રી અને સોમનાથ મંદિરના ટ્રસ્ટી નરેન્દ્ર મોદીના આદેશથી કરવામાં આવી હતી. લગભગ એક મહિના પહેલા નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં થયેલી એક મીટીંગમાં ઓર્કીયોલોજી વિભાગને આ વિશે તપાસ કરવાનું કહ્યું હતું.

મંદિર નીચે L શેપમાં ઈમારત છે : આમ પુરાતત્વ વિભાગની એક વર્ષની મહેનત અને શોધ પછી એ જાણવા મળ્યું કે, 32 પેઈજની એક રિપોર્ટ તૈયાર કરવામાં આવી. અને આ રિપોર્ટ સોમનાથ ટ્રસ્ટને સોપવામાં આવી. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, મંદિરની નીચે L શેપમાં ઈમારત છે. આ સાથે એમ પણ તપાસ કરવામાં આવી કે સોમનાથ મંદિરની દિગ્વિજય દ્વારથી થોડે દુર સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ પાસે બોદ્ધ ગુફાઓ પણ છે.સાયન્ટીફીક રીતે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે : એક્સપર્ટ એ લગભગ એક કરોડ રૂપિયાની આધુનિક મશીનો દ્વારા મંદિરની નીચે શોધ કરી છે. જમીનની નીચે લગભગ 12 મીટર સુધી GPR ઈન્વેસ્ટીગેશન કરવાથી જાણવા મળ્યું કે નીચે પણ એક પાક્કી ઈમારત અને પ્રવેશ દ્વાર છે.

5 રાજાઓએ આ મંદિરનું જીણોધ્ધાર કર્યું હતું : એમ કહેવામાં આવે છે કે, સૌથી પહેલા એક મંદિર અસ્તિત્વમાં હતું. બીજી વખત સાતમી સદીમાં વલ્લભીના મૈત્રક રાજાઓએ મંદિર બનાવ્યું. આઠવી સદીમાં સિંધના અરબી ગવર્નર જૂનાયદ એ તેને તોડવા માટે પોતાની સેના મોકલી હતી. ત્યાર પછી પ્રતિહાર રાજા નાગભટ્ટ એ 815 ઈ.સ. માં તેને ત્રીજી વખત બનાવ્યું. તેના અવશેષો પર માલવાના રાજા ભોજ અને ગુજરાતના રાજા ભીમદેવ એ ચૌથી વખત નિર્માણ કર્યું. પાંચમું નિર્માણ 1169 માં ગુજરાતના રાજા કુમાર પાળે  કર્યું હતું.હાલનું મંદિર સરદાર વલ્લભભાઈ પટેલની દેન છે : આ ઉપરાંત તમને જણાવી દઈએ કે, મુગલ બાદશાહ ઓરંગજેબ એ 1706 માં ફરી મંદિરને પાડી નાખ્યું. જુનાગઢ રિયાસતને ભારતનો ભાગ ગણાવી પછી તત્કાલીન ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે જુલાઈ 1947 માં સોમનાથ મંદિરને ફરીથી બનાવવાનો આદેશ આપ્યો. નવું મંદિર 1951 માં બનીને તૈયાર થઈ ગયું.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment