રવિવારની રજા કેમ ?
મિત્રો આપણે જોતા આવીએ છીએ કે, આપણે ઘણી બધી રજાઓ વર્ષ દરમિયાન માણીએ છીએ. ક્યારેક કોઈ મહાન પુરુષોની જયંતીની રજાઓ જેમ કે, ગાંધી જયંતી, ક્યારેક રાષ્ટ્રીય તહેવારની રજા, ૧૫ મી ઓગષ્ટની, ૨૬ મી જાન્યુઆરી, ક્યારેક અન્ય તહેવારો દિવાળી કે જન્માષ્ટમીની રજાઓ.
પણ મિત્રો આ બધી રજાઓ પાછળ કોઈને કોઈ મહત્વ છુપાયેલું છે. કોઈના માનમાં તે રજાઓ રાખવામાં આવે છે. કોઈ વ્યક્તિ કે દેશના માનમાં આ રજાઓ માણવામાં આવે છે. પણ વિચારવા જેવી વાત તો એ છે કે, રવિવારની રજા કેમ ? શા માટે રવિવારની જ રજા હોય છે. બીજા કોઈ દિવસ શા માટે નહિ ?
શું તમે જાણો છો કે રવિવારની રજા શા માટે મળે છે. અમુક લોકો જે રવિવારે બપોર સુધી સુઈ રહેતા હોય છે તે લોકો એ તો આ ઈતિહાસ જાણવો જ જોઈએ… કે તે આ આરામ કોના લીધે ફરમાવી રહ્યા છે. પણ તે લગભગ નહિ જાણતા હોય. ઘણા ઓછા લોકો જાણતા હોય છે રવિવારની રજા પાછળનો ઈતિહાસ.
ચાલો કોઈ વાંધો નહિ અમે આજે તમને આ લેખ દ્વારા બતાવશું કે શા માટે રજા માટે રવિવાર જ પસંદ કરાયો અને તેની પાછળ રહેલો ઈતિહાસ.
સામાન્ય રીતે રવિવારની રજા પાછળ ઘણા કારણો છે. તેની પાછળ ઐતિહાસિક કારણ પણ છે. એવું માનવામાં આવે છે. રવિવારની રજાની શરૂઆત ભારત દેશથી શરુ થઇ છે. તો ચાલો સૌપ્રથમ રવિવારની રજા પાછળનું ઐતિહાસિક કારણ જાણીએ.
ઐતિહાસિક કારણ એ છે કે, રવિવારની રજાનો સૌપ્રથમ શ્રેય નારાયણ મેઘાજી લોખંડે ને માનવામાં આવે છે. ભારત પર જયારે અંગ્રેજી હુકુમતનું શાસન હતું ત્યારે સૌથી દયનીય હાલત મજદૂરોની હતી. મજદૂરોને સાતેય દિવસ કામ કરવું પડતું હતું. તેમને અડધા દિવસની રજા પણ ન અપાતી. નારાયણ મેઘાજી લોખંડે કે જે મજદૂરોના લીડર હતા. તેણે ૧૮૮૧માં બ્રિટીશ શાસનની સામે રવિવારની રજાનો પ્રસ્તાવ રાખ્યો.
તે પ્રસ્તાવમાં તેમને પાંચ માંગ રાખી.
૧] રવિવારના દિવસે સાપ્તાહિક રજાઆપવામાં આવે.
2] ભોજન માટે રજા રાખવામાં આવે.
૩] કામના કલાકો નિશ્વિત કરવામાં આવે છે.
૪] કોઈ મજદુરની સાથે કામના સમયે દુર્ઘટના ઘટે તો તેને વેતનની સાથે રજા આપવામાં આવે .
5] કોઈ પણ મજદૂરનું કામના સમયે મૃત્યુ નીપજે તો તેના પરિવારને પેન્શન આપવામાં આવે.
પરંતુ અંગ્રેજ હુકૂમતે તે પ્રસ્તાવ સ્વીકાર્યો નહિ. ત્યાર બાદ નારાયણ મેઘાજી લોખંડે દ્વારા આંદોલન શરુ થયું. અને આંદોલન 8 વર્ષ સુધી ચાલ્યું. આ આંદોલનના પરિણામે 10 જુન ૧૮૯૦માં રવિવારની રજાનો પ્રસ્તાવ અંગ્રેજ સત્તા દ્વારા સ્વીકારવામાં આવ્યો.
નારાયણ મેઘજી લોખંડેનું માનવું છે કે, જે નોકરી મળી છે તે સમાજના કારણે જ મળી છે. દરેક વ્યક્તિ જે નોકરી કરે છે તેને ૧ દિવસનો સમય સમાજ સેવાના કાર્યો માટે મળવો જોઈએ. નારાયણ મેઘાજી લોખંડેના સન્માનમાં ભારત સરકાર દ્વારા ૨૦૦૫ માં તેમના નામની ટપાલ ટીકીટ પણ બહાર પાડી.
મિત્રો આ હતી ઐતિહાસિક વાત ચાલો જાણીએ રવિવારની રજા પાછળની ધાર્મિક માન્યતાઓ.
ધાર્મિક માન્યતાઓ:
- હિંદુ ધર્મ અનુસાર રવિવાર એટલે સૂર્ય દેવનો દિવસ. સૂર્ય દેવને બધા ગ્રહોનો સ્વામિ માનવામાં આવે છે. આ દિવસે પૂજા કરવાથી બધા કષ્ટો દુર થાય છે.
આમ રવિવારની રજા નિશ્વિત કરી દેવામાં આવી છે.આંતરરાષ્ટ્રીય માનકીકારણ સંસ્થા “INTERNATIOAL ORGENIZATION FOR STANDARDIZATION ‘IOS’ ” એ પણ માન્યું જે રવિવાર જ રજાનો દિવસ આવશ્યક છે. આ સંસ્થાએ ૧૯૮૬ માં આંતરરાષ્ટ્રીય સ્તર પર રવિવારની રજા લાગુ પાડી.
મિત્રો રવિવારની રજા પાછળનો ઈતિહાસ તમને કેવો લાગ્યો તમે તમારા મત કોમેન્ટ દ્વારા રજુ કરો અને લાઇક કરી આ જાણવા જેવી માહિતી મિત્રોને પણ શેર કરો…… અને એવા મિત્રોને તો ખાસ કે જે રવિવારે બપોર સુધી સુઈ રહેતા હોય તો.
મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “ગુજરાતી ડાયરા”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.
આ રહી અમારા પેઇજની લીંક.www.facebook.com/gujaratdayro
મિત્રો, આર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ
Image Source: Google