ડાયાબિટીસના દર્દીએ દૂધ પીવું જોઈએ કે નહિ ? જો પીવું જોઈએ તો કોનું અને કેવી રીતે. જાણો નહિ તો ફાયદાના બદલે નુકશાન થશે.

મિત્રો આજે આપણે જાણી છીએ કે, મોટાભાગના લોકોને ડાયાબિટીસની તકલીફ હોય છે. આ ડાયાબિટીસના પણ બે પ્રકાર છે. જેમાં દરેકે કાળજી રાખવી ખુબ જરૂરી છે. ડાયાબિટીસના દર્દીએ પોતાના ખોરાકમાં પણ ઘણી પરેજી પાળવી પડે છે. આથી તમને જો ડાયાબિટીસની તકલીફ હોય તો તમારે ક્યાં દૂધનું સેવન કરવું જોઈએ તેના વિશે આજે અમે તમને જણાવશું.

કેલ્શિયમની જરૂરિયાતને પૂરી કરવા માટે દૂધ સૌથી સરળ અને બેસ્ટ વિકલ્પ છે. પણ શું ડાયાબિટીસના દર્દી માટે દૂધનું સેવન યોગ્ય છે ? જો હા, તો ક્યું દૂધ તેમના માટે યોગ્ય છે ? ચાલો જાણી લઈએ.

આપણા હાડકાઓની મજબુતી બનાવી રાખવા સિવાય દુધમાં ઘણા પોષકતત્વ રહેલા છે. જે તંદુરસ્ત રહેવામાં આપણી મદદ કરે છે. પણ ડાયાબિટીસની સમસ્યાથી લડી રહેલા લોકો માટે દૂધ યોગ્ય તો છે, પણ તેને પોતાના ડાયટમાં કાર્બ્સ અને કેલેરીઝનું પણ ધ્યાન રાખવું પડે છે.વિશેષજ્ઞના કહ્યા અનુસાર ડાયાબિટીસથી પીડિત વ્યક્તિ એ પોતાના એક વખતના ડાયટમાં 45 થી 60 ગ્રામ કાર્બ્સની માત્રા રાખવી જોઈએ. જ્યારે સાચી રીતે જોવામાં આવે તો 60 ગ્રામ કાર્બ્સ ઘણું હોય છે. તમને જણાવી દઈએ કે દુધના એક ગ્લાસમાં 15 ગ્રામ કાર્બ્સ હોય છે. આમ જો તમે નાસ્તામાં દૂધનું સેવન પણ કરી રહ્યા છો તો તમારે કેલેરીઝનો પણ એક ભાગ રાખવો જોઈએ. કારણ કે તેનો સીધો સંબંધ ફેટ અને ઇન્શુલીનની માત્રાથી પણ છે. આમ સવાલ એ છે કે, ક્યું દૂધ ડાયાબિટીસના દર્દીએ પીવું જોઈએ ?

ક્યું દૂધ યોગ્ય છે : સામાન્ય રીતે ઘરમાં ગાય અથવા ભેંસના દૂધનો ઉપયોગ થતો હોય છે. પણ તેની અંદર વધુ માત્રામાં ફેટ અને કેલેરીઝ હોય છે, જે ડાયાબિટીસના દર્દી માટે બરાબર નથી. આ સિવાય હાલમાં જ એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, અનસ્વીટેન્ડ બદામ ડાયાબિટીસના દર્દી માટે બેસ્ટ વિકલ્પ છે. કારણ કે તેની અંદર પ્રચુર માત્રામાં કેલ્શિયમ રહેલ છે. સાથે જ બદામના એક કપ દૂધમાં ચાલીસ કેલેરીઝ અને જીરો સેચુરેટેડ ફેટ અને માત્ર બે ગ્રામ જ કાર્બ્સ હોય છે. જ્યારે બદામના દૂધને સવારના નાસ્તામાં હોલ ગ્રેન બ્રેડ સાથે લઈ શકાય છે.ટાઈપ 2 ડાયાબિટીસ માટે કાચું દૂધ કેમ યોગ્ય : જો તમને ટાઈપ 2 ડાયાબિટીસ છે તો તમારા માટે કાચું દૂધ યોગ્ય સાબિત થાય છે. કાચા દુધમાં પામીટોલીક એસીડ હોય છે, જે ઇન્શુલીનમાં સુધારનું કામ કરે છે. એક રિસર્ચ અનુસાર એ જાણવા મળ્યું છે કે, જે લોકોને હાઈ ફેટ હોય અને ડેરી ઉત્પાદનોનું સેવન કરે છે તેમને ટાઈપ 2 ડાયાબિટીસ થવાની સંભાવના 44% જેટલી ઓછી રહે છે. જ્યારે જે લોકો ઓછા ફેટ વાળા ડેરી ઉત્પાદનોનું સેવન કરે છે તેને ટાઈપ 2 ડાયાબિટીસનો ખતરો વધી જાય છે. જો કે ડાયાબિટીસથી પીડિત વ્યક્તિની સ્થિતિ ક્યારેય પણ એક સરખી નથી રહેતી. આથી આ વિષય પર અધ્યયન જરૂરી છે.

નાસ્તામાં દૂધનું સેવન યોગ્ય કે નહિ : નાસ્તાને દિવસનું સૌથી અહેમ મીલ માનવામાં આવે છે. કારણ કે નાસ્તાને તમે લગભગ 8 કલાક પછી કરો છો. એવામાં ટાઈપ 2 ડાયાબિટીસથી પીડિત લોકોને પેન્ક્રીયાજ પર્યાપ્ત માત્રામાં ઇન્શુલીનનું ઉત્પાદન નથી થતું. પણ એક જ પ્રકારના સ્નેક્સથી ટાઈપ 2 ડાયાબિટીસને મેનેજ કરી શકાય છે. આ સ્નેક્સમાં દૂધનું સેવનની પેરવી વિજ્ઞાન પણ કરે છે.હાલમાં જ થયેલ રિસર્ચ અનુસાર ટાઈપ 2 ડાયાબિટીસથી પીડિત લોકો માટે નાસ્તામાં દૂધનું સેવન સૌથી બેસ્ટ વિકલ્પ છે. તે રક્તની અંદર રહેલ શુગર લેવલને સહેલાઈથી સંતુલિત કરે છે. આ સિવાય બીજા ઘણા ફાયદા છે. તેમજ એમ પણ કહેવાય છે કે. ડાયાબિટીસ અને વજન વધવાની સમસ્યાથી બચવા માટે આખા દિવસમાં એક યોગ્ય ડાયટ લેવું ખુબ જ જરૂરી છે.

ઉંટડીનું દૂધ અમૃત સમાન : સામાન્ય રીતે કેમલ મિલ્ક (ઉંટડીનું દૂધ) નો ઉપયોગ નથી કરતા. પણ થોડા સમય પહેલા ઉંટડીના દુધને લઈને એક રિસર્ચ કરવામાં આવ્યું અને તેનાથી દરેકને આશ્ચર્ય થયું. ઈ રિસર્ચમાં કહેવામાં આવ્યું કે ટાઈપ 1 ડાયાબિટીસથી પીડિત લોકો માટે કેમલ મિલ્કનું સેવન ફાયદાકારક છે.તમને જણાવી દઈએ કે, કેમલ મિલ્કના સેવનથી લોહીમાં રહેલ શુગરનું લેવલને વ્યવસ્થિત કરી શકાય છે. આ સિવાય શોધમાં તો એ પણ સાબિત થયું છે કે ડાયાબિટીસના કારણે લીવર અને કીડની પર જે પ્રભાવ પડે છે તેને પણ ઓછો કરી શકાય છે.

દૂધનું સેવન યોગ્ય છે કે નહિ : હાલમાં જ થયેલ એક રિસર્ચ અનુસાર જાણવા મળ્યું છે કે, ડેરી ઉત્પાદનોથી ટાઈપ 2 ડાયાબિટીસથી બચી શકાય છે. જો કે હજુ આ વાતનો જવાબ પૂરી રીતે સાફ નથી કે ડાયાબિટીસના દર્દી માટે દૂધનું સેવન યોગ્ય છે કે નહિ ? તમે આ સવાલ પોતાના ડોક્ટરને પૂછી શકો છો. અમે તમને આ બાબતે એક જ સલાહ આપીશું કે તમે ખુબ જ ઓછા પ્રમાણમાં દૂધ તેમજ ડેરી ઉત્પાદનોનું સેવન કરો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

અવાજ સરસ લેખો માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવી બીજી મહત્વની જાણકારી તમને મળી શકે

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી.

Leave a Comment