મિત્રો આપણે ઉનાળામાં ગરમીથી રાહત મેળવવા માટે અનેક ઠંડા પીણાનો ઉપયોગ કરીએ છીએ. તેમાં પણ ખાસ કરીને લીંબુ પાણી, શરબત, નાળિયેર પાણી અથવા તો આઈસ્ક્રીમ, કોલ્ડ્રીંક વગેરેનું સેવન કરીને ઠંડક મેળવીએ છીએ. આજે આપણે આ લેખમાં લીંબુ પાણી કે નાળિયેર પાણી માંથી કયું સૌથી બેસ્ટ છે તેની ચર્ચા કરીશું.
લીંબુ પાણી અને નાળિયેર પાણી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ખાસ કરીને ઉનાળામાં આ બંને ડ્રીંકનું વધુ સેવન કરવામાં આવે છે. આ મૌસમમાં શરીરનો થાક અને કમજોરી દુર કરવા માટે નાળિયેર પાણી અને લીંબુ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. તેનું સેવન કરવાથી તરત જ એનર્જી મળે છે. આ બંને ડ્રીંક્સ ઉનાળામાં રાહત આપવાનું કામ કરે છે. તેનાથી શરીર હાઈડ્રેટ રહે છે. પરંતુ શું તમે જાણો છો કે, નાળિયેર પાણી અને લીંબુ પાણી માંથી કયું વધુ હેલ્દી ડ્રીંક છે. ચાલો તો તેના વિશે વધુ વિસ્તારથી જાણી લઈએ.
આ વિષય પર એક્સપર્ટ જણાવે છે કે, બંને ડ્રીંક્સના અલગ અલગ ફાયદાઓ છે. જરૂરી નથી કે હેલ્દી વસ્તુ આપણા માટે ફાયદાકારક હોય. આ સિવાય નાળિયેર પાણી અને લીબું પાણી ઉનાળાની સિઝન માટે ખુબ જ ફાયદાકારક છે. પરંતુ ઘણા લોકો માટે તે નુકશાનકારક પણ સાબિત થાય છે. એક્સપર્ટ કહે છે કે, કોઈ પણ વસ્તુના સેવનથી થતા ફાયદા તેને કંઈ રીતે ખાવાથી મળે છે તેના પર આધાર રાખે છે. હવે સવાલ થાય કે નાળિયેર પાણી અને લીંબુ પાણી હેલ્દી છે કે, તે માટે આ લેખ જરૂર વાંચો.
નાળિયેર પાણીના ફાયદાઓ : ઉનાળામાં શરીરને હાઈડ્રેટ રાખવા માટે નાળિયેર પાણી સારો વિકલ્પ છે. ઉનાળામાં તેનું સેવન કરવાથી શરીરની નમી બની રહે છે. તેમાં પોટેશિયમ, વિટામીન એ, વિટામીન બી, વિટામીન સી, આયરન અને સોડીયમ રહેલ છે. તે ત્વચા અને વાળ માટે ફાયદાકારક છે. ગર્ભાવસ્થામાં નાળિયેર પાણીનું સેવન કરવું જોઈએ. તેનાથી શરીરની ઇમ્યુનિટી મજબુત થાય છે. આ સિવાય તે હાઈ બ્લડ પ્રેશર ને કંટ્રોલ કરે છે. ફેટ ફ્રી હોવાથી હૃદય માટે સારું છે.
કોણે નાળિયેર પાણીનું સેવન ન કરવું જોઈએ ? : એક્સપર્ટ અનુસાર નાળિયેર પાણીનું સેવન ડાયાબિટીસના દર્દી એ ન કરવું જોઈએ. નાળિયેર પાણી મીઠું હોય છે તેમાં ગ્લુકોઝની માત્રા વધુ હોય છે. તેનાથી ડાયાબિટીસના દર્દીને જોખમ વધી શકે છે.
લીંબુ પાણીના ફાયદાઓ : લીંબુમાં આયરન, વિટામીન બી, વિટામીન સી, પોટેશિયમ, ફાઈબર અને એન્ટી ડાયાબિટીસ, એન્ટી ઓક્સીડેન્ટ, જેવા તત્વો રહેલ છે. એક્સપર્ટ જણાવે છે કે, ઉનાળામાં લીંબુ પાણીનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે સારું છે. પરંતુ લીંબુ પાણીનું સેવન ખાંડ સાથે ન કરવું જોઈએ. ઉનાળામાં ઘરમાં લીંબુ પાણી બનાવવામાં આવે છે, અને તેમાં ખાંડ નાખવામાં આવે છે. તે સ્વાસ્થ્ય માટે સારું નથી. બ્રાઉન અને સફેદ બંને પ્રકારની ખાંડ હાનિકારક છે.
લીંબુ પાણી સેવન કરવાની રીત : લીંબુના રસને નોર્મલ પાણીની સાથે મિક્સ કરીને સેવન કરી શકાય છે. તેમાં તેમાં થોડું મીઠું પણ નાખી શકો છો. સ્વાસ્થ્ય માટે દરરોજ એક લીંબુનું સેવન કરવું જોઈએ.
બંને માટે કયું ડ્રીંક સારું છે : નાળિયેર પાણી અને લીંબુ પાણી બંને સ્વાસ્થ્ય માટે લાભકારી છે. બંનેમાં સમાજ પોશ્ક્ત તત્વો રહેલા છે. તેમાં ફાયદાઓ પણ એક સમાન જ છે. એક્સપર્ટ કહે છે કે, જો તમે બજેટ જોવો છો તો લીંબુ પાણી વધુ ફાયદાકારક છે. જયારે નાળિયેર પાણી મોઘું છે.
શું સવારે લીંબુ પાણીનું સેવન કરવું જોઈએ ? : સવારે ખાલી પેટ લીંબુ પાણીનું સેવન ન કરવું જોઈએ. ખાસ કરીને નવશેકા ગરમ પાણીમાં તો લીંબુ નાખીને ક્યારેય પીવું ન જોઈએ. એક્સપર્ટ કહે છે કે, લીંબુનો રસ ગરમ પાણીમાં વધુ એસિડ બનાવે છે. જે હાડકાઓને નુકશાન કરે છે. લીંબુ પાણીનું સેવન હંમેશા ભોજન પછી જ કરવું જોઈએ.
શું લીંબુ પાણી સાથે મધ ફાયદાકારક છે : એક્સપર્ટ કહે છે કે, લીંબુ પાણીની સાથે મધનો ઉપયોગ ન કરવો જોઈએ. મધના અનેક ફાયદાઓ છે, પરંતુ લીંબુ પાણીની સાથે તેનું સેવન નુકશાન કરે છે. જયારે માર્કેટમાં બનાવટી મધ મળે છે. તેવામાં લીંબુ પાણીની સાથે મધનું સેવન ન કરવું જોઈએ. લીંબુ પાણીમાં ખાંડનો ઉપયોગ પણ ન કરવો. નોર્મલ પાણીમાં જ સેવન કરવું.
નાળિયેર પાણી અને લીંબુ પાણી સમાન રૂપે શરીરને હાઈડ્રેટ રાખે છે. ઉનાળામાં તમે બંનેનું સેવન કરી શકો છો. જો તમે ડાયાબિટીસના દર્દી છો તો તમારે ખાંડ વગરનું લીંબુ પાણી પીવું.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી