👶 બાળકને દાંત આવતા હોય ત્યારની ટીપ્સ..👶
શું તમારું બાળક દરેક વસ્તુ મોં માં લેવા લાગ્યો છે ? શું તેને વારંવાર ડાયેરિયા થઇ જાય છે ? કોઈક વખત ઉલ્ટી પણ કરે છે ? શું તે ઘણી વખત રાત્રે સુઈ નથી શકતો. જો આવા લક્ષણો દેખાય તો તેનો મતલબ છે બાળકને દાંત આવી રહ્યા છે. દાંત આવવાથી બાળકમાં સૌથી મોટો બદલાવ આવે છે. તે બાળક માટે ખુબ જ કષ્ટદાયી સમય હોય છે. બાળકને આપણી જેમ જીભ નથી હોતી કે તે પોતાની પીડા આપણી સમક્ષ રજુ કરી શકે. તેથી તેની પીડા આપણા માટે સમજવી સહેલી નથી. ડોક્ટર પાસે જવાથી પણ દાંત આવવાની સમસ્યા રહે છે. પરંતુ ઘરેલું ઉપચારથી દુઃખાવો ઓછો થઇ શકે છે.
બાળકના દાંત નીકળવાની રાહ દરેક માતા પિતા જોઈ રહ્યા હોય છે. કારણ કે, દાંત આવવાનો મતલબ બાળક કંઇક ખાઈ શકશે. પરંતુ દાંત આવવની સાથે સાથે તે ઘણી બધી સમસ્યાઓ પણ લાવે છે. પરંતુ આ સમસ્યાથી ગભારવું નહિ. તેના માટે અમે ઉપાયો લાવ્યા છીએ.
દાંત આવવાના લક્ષણો :
> બાળકને વધારે પધારે પડતા ઝાડા થઈ જવા, અમુક બાળકોને પેટમાં દુઃખાવો, તેમજ કબજિયાત પણ રહે છે.
> બાળકના પેઢામાં ખંજવાળ, સોજો અને દુઃખાવો રહે છે. ગંદી બોટલમાં દૂધ પીતા હોય, તેમજ માટી ખાનાર બાળકોને વધારે સમસ્યા થાય છે.
> દાંત આવાવથી માથું ગરમ થઇ જાય છે. તેમેજ સોજો પણ આવી જાય છે.
> થોડા સમય માટે બાળક ચીડિયો થઇ જાય છે. અને વારંવાર રડ્યા કરે છે.Image Source :
> બાળકના પેઢા ચીરાઈને દાંત બહાર નીકળે છે. માટે તેને દુઃખાવો અને ખંજવાળ આવે છે. આ સમસ્યાને દુર કરવા તે દરેક વસ્તુ મોં માં નાખવાનો પ્રયત્ન કરતો હોય છે.
છ મહિનાથી એક વર્ષ સુધીમાં બાળકને દાંત આવવાનું શરૂ થઇ જાય છે. સામાન્ય રીતે પહેલા નીચેના દાંત અને પછી ઉપરના દાંત આવે છે. તો મૂંજાવાની જરૂર નથી.
જ્યારે બાળકને દાંત નીકળવાની શરૂઆત થઇ જાય ત્યારે નીચે દર્શાવેલ બાબતોનું ધ્યાન રાખવું જેથી બાળકના દાંતની સમસ્યામાં રાહત મળે છે.
બાળકને દાંત નીકળતા હોય ત્યારે તેને કેળા, સફરજન, સંતરાનું જ્યુસ, દાળ, ખીચડી વગેરે થોડું થોડું ખવડાવવું.
> દાંત આવતા હોય ત્યારે બાળકને એવી વસ્તુઓ આપો જેમાં કેલ્શિયમ, પ્રોટીન, આર્યન, વિટામીન તેમજ મિનરલ્સ સારી માત્રામાં મળી રહે.
બાળકને મલ્ટી વિટામિન્સ જેવા કે, વિટામીન D-3 દેવું જોઈએ. જો દસ મહિના સુધી બાળકને દાંત ન આવે તો બાળકને કેલ્શિયમ સીરપ આપવું.
નાના બાળકને તડકામાં પણ રાખી શકાય પણ તે સવારના તાજા તડકામાં. સવારના તડકામાં રાખવાથી બાળકના દાંત અને હાડકા બંને મજબુત બને છે. કારણ કે તડકા માંથી વિટામીન D મળે છે. દાંત ફૂટતા હોય ત્યારે લગભગ બાળકો ગોઠણ ભર ચાલવાનું શીખી રહ્યા હોય છે. માટે ઘર સાફ રાખવું. ધ્યાન રહે કે નીચે પડેલી વસ્તુ બાળક ન લે.
બાળકના મોં માં કોઈ રમકડું આપતા હોય તો તેને ગરમ પાણીથી બરાબર સાફ રાખવું જેથી તે કીટાણું રહિત રહે છે.
આ ઉપરાંત તેને ખાવા માટે કોઈં કડક વસ્તુ જેમ કે ગાજર પણ પકાવીને આપવું. જેથી બાળકના પેઢાની ખંજવાળની સમસ્યામાં રાહત મળે અને બાળકને પીડા ઓછી સહન કરવી પડે.
બાળકને દાંત નીકળવાના લક્ષણ દેખાવા લાગે છે ત્યારે તેના પેઢાની મસાજ કરવી. તે કરવા માટે કોઈ વસ્તુ બહારની ઉપયોગ કરવી નહિ. માત્ર તમારા હાથ બરાબર ગરમ પાણીની સાફ કર્યા બાદ આંગળીથી તેના પેઢા પોચી આંગળીએ દબાવો. તેનાથી બાળકને આરામ મળે છે.
બાળકને દાંત આવતા હોય ત્યારે તે દરેક વસ્તુમાં મોં માં નાખતા હોય છે. તેમજ દરેક વસ્તુ કોતરવાનો પ્રયત્ન કરતા હોય છે. તેની આ આદતનો ફાયદો ઉઠાવતા તેના મોં માં ભીનું કપડું આપવું. જેથી તેને ખુશીનો અનુભવ થાય અને પેઢા પણ નરમ થાય જેથી દાંત નીકળતી વખતે તેને ઓછો દુઃખાવો થાય છે.
બાળકને દાંત આવતા હોય ત્યારે તેને દુઃખાવો થાય તે સામાન્ય વાત છે. ત્યારે તેને ગરમ ખોરાક આપવાથી દાંતના દુઃખાવાની સમસ્યા વધે છે. તેથી તેનો ખોરાક થોડો ઠંડો કરી પછી ખવડાવવો.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી ?