મોટી ઉંમરની સ્ત્રી સાથે લગ્ન કરશો તો થશે જીવનમાં આવા આવા ફાયદા…. કુંવારા હોવ તો જરૂર એક વાર વાંચી લેગો

👸 આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ કે જેના વિશે આજ સુધી ક્યારેય વિચાર્યું પણ નહિ હોય, પણ એક વાતની ગેરંટી છે કે આ વિષય પરથી તમને ગજબની માહિતી મળશે કે જે તમે ક્યારેય સાંભળ્યું પણ નહિ હોય. તો ચાલો જઈએ તે ગજબની માહિતી વિશે….Image Source 

સમાજ અનેક વર્ષોથી ચાલી આવતી પરંપરાને અનુસરીને આગળ વધ્યો છે. એમાંની એક પરંપરા છે ‘લગ્નની પરંપરા’.

દુનિયામાં કોઈપણ સમાજ તમે જોઈ લો, કોઈ સમાજ લગ્નની પરંપરાથી બાકાત નથી. હા, થોડા રીતી-રિવાજો અલગ અલગ હોઈ છે તેમજ લગ્ન કરવાની વિધિ પણ જુદી હોઈ શકે છે.

👸 લગ્ન વિશે મોટા ભાગના લોકોનું એવું માનવું છે કે છોકરા કરતા છોકરીની ઉંમર નાની હોવી જોઈએ. આવું દરેક જગ્યાએ જોવા પણ મળે છે કે છોકરા કરતા છોકરીની ઉંમર મોટાભાગે નાની જ હોય છે. પણ હવે આપણે વાત કરવાની છે મોટી ઉંમરની છોકરી સાથે લગ્ન કરવાની.Image Source :

 

👸 આજે તમારા માટે આ વિષય પર ચૌંકાવનારી માહિતી લઈને ફરી હાજર થયા છીએ કે ઉંમરમાં મોટી છોકરી સાથે લગ્ન કરવાથી શું ફાયદા થાય છે, તેનાથી કોઈ ભવિષ્યમાં લાભ થાય છે? તે લાભ કેવા કેવા હોઈ શકે? શું નાણાકીય લાભ? કે આદ્યાત્મિક લાભ? અત્યારે કુંવારા છોકરાઓને કેટલી ઉંમરમાં મોટી હોય એવી છોકરી સાથે લગ્ન કરવા જોઈએ? વગેરે પ્રશ્નોના ઉત્તર નીચે આપેલ લેખ દ્વારા સમજીએ.

Image Source :

👸 ઉંમરમાં મોટી છોકરી સાથે લગ્ન કરવાના ફાયદા.👸 

મોટી ઉંમરની છોકરી સાથેના લગ્નની વાત અમુક મહાન લોકો દ્વારા પણ કરવામાં આવી છે. જેમાં આચાર્ય ચાણક્ય, ઓશો જેવા મહાનુભાવોનો સમાવેશ થાય છે. આચાર્ય ચાણક્યે પોતાના ગ્રંથ “ચાણક્યનીતિ” માં આ વિશે વિસ્તૃત માહિતી આપી છે. તેવીજ રીતે મહાન વિચારક ઓશો દ્વારા પણ હંમેશા કહેવાયું છે કે “ પોતાની ઉંમરથી મોટી સ્ત્રી સાથે જ હંમેશા લગ્ન કરવા જોઈએ. બંને વિચારકે પોતપોતાના દ્રષ્ટિકોણથી આ મુદ્દા પર પ્રકાશ પડવાની કોશિશ કરી છે. તો નીચેના મુદ્દા પર થી જાણી લો કે શું ફાયદા થાય છે ઉંમરમાં મોટી છોકરી સાથે લગ્ન કરવાના.Image Source :

👸 (1) પ્રેમ કરવામાં પણ કુશળ હોય છે.

જો ઉંમરમાં મોટી પત્ની હોય તો તે પ્રેમ કરવામાં પણ વધુ કુશળતા ધરાવે છે. તે પોતાના પતિ તેમજ પરિવારજનોને પ્રેમથી બાંધી રાખવામાં માહિર હોય છે. પુરુષની માનસિક સ્થિતિને સમજીને તેને કેવી રીતે ખુશ રાખવા તે પતિ કરતા ઉંમરમાં નાની છોકરીઓ કરતા ખુબ સારી રીતે સમજી શકે છે.

ઉંમરમાં મોટી છોકરીઓ પ્રેમ કરતા પણ પતિની જરૂરિયાતો વધુ સારી રીતે સમજી શકે છે.Image Source :

 

👸 (2) ભાગ્ય ખુલી શકે છે.

આચાર્ય ચાણક્યના માટે જો ઉંમરમાં મોટી છોકરી સાથે જો લગ્ન કરવામાં આવે તો પતિની કિસ્મત પણ બદલાઈ શકે છે. એવું કહેવાય છે કે, આવનારી નવી વહુ ના ગૃહ પ્રવેશથી પતિની તેમજ ઘરની સ્થિતિમાં બદલાવ જરૂરથી આવે છે.

તેમાં પણ જો મોટી ઉંમરની છોકરી સાથે લગ્ન કરવામાં આવ્યા હોય તો હકારાત્મક પરિણામ વહેલું મળી શકે છે.Image Source :

👸 (3)જવાબદારી યોગ્ય રીતે સાંભળી શકે છે.

આચાર્ય ચાણક્યના મતે પતિથી ઉંમરમાં મોટી છોકરી પોતાના આત્મસુઝથી ઉંમરમાં નાની છોકરીઓ કરતા જવાબદારી વધુ સારી રીતે નિભાવી શકે છે કેમકે તે વધુ પરીપક્વ હોય છે. જો ઉંમરમાં નાની છોકરી હોય તો હજુ પણ તે પતિને યોગ્ય માર્ગદર્શન ના આપી શકે. પણ ઉંમરમાં મોટી છોકરી પતિની સાથે ખભેખભા મિલાવીને જવાબદારીનો સામનો કરી શકે છે.Image Source :

 

 

👸 (4) કોઈ પર વધુ પડતી નિર્ભર નથી રહેતી.

જો આપ આવી ઉંમરમાં મોટી છોકરી સાથે લગ્ન કરો તો તે પોતાની રીતે નિર્ભર થવાનું વધુ પસંદ કરે છે. તે પરિવારને પણ જરૂરીયાત અનુસાર મદદ કરે છે. તેનાથી પતિને પણ થોડો જવાબદારીમાંથી આરામ મળી શકે છે અને તે પોતાના બિઝનેસમાં વધુ ધ્યાન આપી શકે છે. આજની સ્ત્રી જો પોતાની રીતે નિર્ભર રહે તો તે પોતાના માટે, પરિવાર માટે અને સમાજ માટે એક ઉમદા ઉદાહરણ પૂરું પાડે છે.Image Source :

 👸 (5) સબંધો પ્રત્યે વધુ ઈમાનદાર હોય છે.

એક અભ્યાસ મુજબ, જો ઉંમરમાં મોટી છોકરી હોય તો તે સબંધો પ્રત્યે વધુ ઈમાનદાર હોય છે. તેની પાછળ એ કારણ રહેલું હોય છે કે તે પોતાના પતિની સેવા કરવાની સાથે કાળજી પણ વધુ લેતી હોય છે. તે પોતાની સબંધોની ઈમાનદારીથી પતિને હંમેશા પોતાનો બનાવીને રાખી શકે છે.Image Source :

 

 

👸 (6) પુરુષોને પણ ગમે છે આવી સ્ત્રીઓ.

 

આજના કટ્ટર હરીફાઈના જમાનામાં જીવવું ખરેખરજ બહુ મુશ્કેલ છે અને આર્થિક રીતે ખુશ રહેવું એ એનાથી પણ મુશ્કેલ છે. જો ઉંમરમાં મોટી સ્ત્રી હોય અને તે પોતાના પર નિર્ભર રહી પતિને આર્થિક રીતે મદદ કરે અને સબંધોને સર્વોપરી માને તો તેનાથી લાંબા સમયે પતિનું પણ મનોબળ વધી જાય છે. પતિ પણ આવી પત્નીને પામી પોતાને ધન્ય માને છે.  Image Source :

👸 (7) સ્વાસ્થ્ય સબંધી બીમારી ઓછી થાય છે.

કદાચ જો તમે ઉંમરમાં નાની છોકરી સાથે લગ્ન કરો અને તે પોતે શારીરિક અને માનસિક રીતે જો પરિપક્વ ના હોય તો તે અજ્ઞાનને કારણે તમારા બંનેના જીવનમાં ક્યારેક સ્વાસ્થ્ય સબંધી તકલીફો થઇ શકે છે. પણ જો તમારા લગ્ન ઉંમરમાં મોટી છોકરી સાથે થાય તો આવી બીમારીનો સામનો કરવાનું લગભગ થતું જ નથી.Image Source :

ઓશો કહે છે કે, “આપણે બધા એમ માનીએ છીએ કે સ્ત્રીઓ અને પુરુષો પૃથ્વી પર એક સરખી સંખ્યામાં છે, પણ હકીકતતો એ છે કે સ્ત્રીઓ થોડી વધુ છે. કેમ કે સ્ત્રીઓ પુરુષો કરતા વધુ મજબુત છે. પુરુષોનો એક ખોટો ભ્રમ છે કે, સ્ત્રીઓ કરતા તે મજબુત છે. કુદરતને ખ્યાલ જ છે કે સ્ત્રીઓ વધુ મજબુત છે એટલે કુદરત ૧૧૫ પુરુષો ઉત્પન્ન કરે છે જયારે તેની સામે ૧૦૦ સ્ત્રીઓ જ ઉત્પન્ન કરે છે કેમ કે, લગ્નની ઉંમર આવતા આવતા ૧૫ પુરુષો બચતા નથી. ૧૦૦ જ વધે છે અને ત્યારે પુરુષો અને સ્ત્રીઓની સંખ્યા સમાન થઇ જાય છે.Image Source :

બીજી તરફ સ્ત્રીઓની ઉંમર પણ કુદરતી રીતે પુરુષો કરતા ૫ વર્ષ વધુ હોય છે. જો પુરુષ ૭૫ વર્ષ જીવે છે તો સ્ત્રીઓ ૮૦ વર્ષ જીવે છે. હવે સમજી શકાય કે સ્ત્રીઓની સંખ્યા કેમ વધુ હોય છે. હજી પુરુષોની વધુ મૂર્ખતા એ છે કે, પુરુષ લગ્ન કરતી વખતે ૫ વર્ષ નાની છોકરી શોધે છે. પુરુષની ઉંમર ૨૫ તો સ્ત્રીની ઉંમર ૨૦, એટલે હવે ધ્યાનથી સમજો……કે ૫ વર્ષનો લગ્નની ઉંમરનો તફાવત અને ૫ વર્ષનો પ્રકૃતિનો તફાવત આમ કુલ થયો ૧૦ વર્ષનો તફાવત.Image Source :

 તો હવે તમે જ વિચારો પુરુષો તો સ્ત્રીઓ કરતા ૧૦ વર્ષ ઓછું કેમ જીવે છે. જો પુરુષ સમજદાર હોય તો તેણે ૫ વર્ષ મોટી છોકરી સાથે લગ્ન કરવા જોઈએ. જયારે વિજ્ઞાનનો ઉદય થશે ત્યારે આમ સંભવ બનશે. ૨૫ વર્ષની છોકરી અને ૨૦ વર્ષનો છોકરો હોવો જોઈએ પણ ખબર નહિ પુરુષોને આમાં કેમ તકલીફ દેખાય છે.”  – ઓશો.

હવે ના વર્તમાન સમયમાં ઓશોના કહેવા અનુસાર ઘણા કપલ છે જેમાં પત્નીની ઉંમર પતિની ઉંમર કરતા વધુ હોય છે. ઉદાહરણ તરીકે, સચિન તેંદુલકર અને તેની પત્ની અંજલીને લઇ લો, તેમજ અભિષેક બચ્ચન અને એશ્વરીયા રાય બચ્ચનને જોઈ લો. આ લોકો આજે પણ એક સારુ લગ્નજીવન પસાર કરી રહ્યા છે. તો હવે તમે પણ મોટી છોકરી સાથે લગ્ન કરવાના થાય તો આ લેખ વાંચ્યા બાદ તેના ફાયદા જાણીને લગ્ન વિશે નિર્ણય લઇ શકો છો.Image Source :

🤴ભાઈઓ તથા 👸બહેનો.

આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો. અમે તમારા નામની સાથે તે આર્ટીકલ પબ્લીશ કરીશું. અને તેના ટાઈટલ ફોટોમાં તમારું નામ હશે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી ?

(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ Image Source :

મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “સોશિયલ ગુજરાતી ”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.
આ રહી અમારા પેઇજની લીંક.
www.facebook.com/gujaratdayro

મિત્રોઆર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ

Image Source: Google

 

Leave a Comment