🤷♀️ એલ્યુમીનીયમના વાસણો લગભગ દરેક ઘરમાં જોવા મળે છે. શું તમે જાણો છો, તે આપણા શરીર માટે ઝેર જેવું કામ કરે છે. એલ્યુમીનીયમના વાસણોમાં રાંધેલા ખોરાક આપણા માટે ધીમા ઝેર જેવું કાર્ય કરે છે.
🤷♀️ જો તમે પણ એલ્યુમિનિયમના વાસણોમાં જમવાનું બનાવો છો તો આ લેખ અવશ્ય વાંચો. કારણ કે, રસોઈ બનાવવા માટે એલ્યુમિનિયમના વાસણોના ઉપયોગ તમારી સાથે સાથે તમારા બાળકોના માનસિક વિકાસમાં પણ અવરોધો લાવે છે. તે વાસણમાં રાંધેલા ખોરાક ખાવાથી બાળકોનું IQ લેવલ ઘટે છે. તેમજ તેમાં રહેલ કેડમિયમ બાળક માટે ન્યુરોટોક્સિક છે. જે કીડનીને પણ નુંકશાન કરે છે. તમે આ વાસણોનો રસોઈમાં ઉપયોગ ન કરો તે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદામાં છે.
🤷♀️ ભારત દેશના લગભગ ઘરોમાં એલ્યુમિનિયમના વાસણોનો ઉપયોગ સામાન્ય રીતે થઇ ગયો છે. પરંતુ તેમાં રાંધેલો ખોરાક આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનીકારક છે. જયારે એલ્યુમિનિયમના વાસણોમાં જમવાનું બનાવવામાં આવે ત્યારે તે એલ્યુમિનિયમને અવશોષિત કરે છે. અને કુકિંગ દરમિયાન એલ્યુમિનિયમ જમવામાં ભળે છે. તે એલ્યુમિનિયમ લોહી સાથે મળી શરીરના અંગોમાં પહોંચે છે. જેના કારણે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ જન્મે છે. તેમાં રહેલ આયોન્સના લીધે તે સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનીકારક છે.
આ આયોન્સ મગજ માટે ખુબ જ નુકશાન કારક છે. તેમાં રાંધેલો ખોરાક ખાવાથી તે શરીરમાં વધારે માત્રામાં જાય છે. અને મસ્તિષ્ક સંબંધી ગંભીર બીમારીઓ થવાની સંભાવના પેદા કરે છે.
🤷♀️ એલ્યુમિનિયમમાં રાંધેલા ખોરાકના નુંકશાન જાણી તમે હેરાન રહી જશો. 🤷♀️ 🤷♀️ એક અભ્યાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, એલ્યુમિનિયમના વાસણ સ્ક્રેપ ધાતુના બનેલા હોય છે. સ્ક્રેપ ધાતુ ઓટો કોમ્પ્યુટર પાર્ટ્સમાં ઉપયોગ થતો હોય છે. જે સ્વાસ્થ્ય માટે ખુબ જ નુંકશાનકારક છે. 🤷♀️ એક અભ્યાસમાં પ્રયોગ દ્વારા આ વાસણોમાં બે કલાક માટે એસીડીક સોલ્યુશન બોઈલ કરવામાં આવ્યું. તે વાસણોમાં આર્સોનીક અને કેડમીયમ પણ પ્રાપ્ત થયું. જે સ્વાસ્થ્ય માટે હાનીકારક તેમજ ખતરનાખ સાબિત થાય છે.
🤷♀️ એલ્યુમીનીયમના વાસણોમાં બનાવેલુ જમવાનું જમવાથી થતા નુંકશાન. 🤷♀️ 1) અલ્ઝાઈમર થવા માટે જવાબદાર કારણ છે. એલ્યુમિનિયમના વાસણોમાં નર્વસ સિસ્ટમ એટલે કે તંત્રિકા તંત્ર પર ખરાબ અસર પડે છે. જે અલ્ઝાઈમર થવાનું સૌથી મોટું કારણ છે. આ પ્રકારની બીમારીથી બચવા માંગતા હોય તો બને તેટલો એલ્યુમિનિયમના વાસણોનો ઓછો ઉપયોગ કરવો. 🤷♀️ 2) એલ્યુમિનિયમના ઉપયોગથી પાગલપન જેવી બીમારી પણ થઇ શકે છે. તે મગજ પર ખરાબ પ્રભાવ પાડે છે. સતત આ વાસણોનો ઉપયોગ મગજ સંબંધી બીમારીઓને જન્મ આપે છે. પાગલપન જેવી ગંભીર સમસ્યા પણ થઇ શકે છે.
🤷♀️ 3) યાદશક્તિ નબળી પડે છે. એવું કહેવામાં આવે છે કે, એલ્યુમિનિયમના વાસણમાં રહેલ આયોન્સ કુકિંગ દરમિયાન જમવામાં ભળે છે. આયોન્સ તત્વ આપણી યાદશક્તિને ખુબ જ અસર કરે છે અને નબળી પણ પાડે છે.🤷♀️ 4) મિત્રો જાણીને આશ્વર્ય થશે કે એલ્યુમિનિયમના વાસણોમાં રાંધેલો ખોરાક ખાવાથી ઉદાસીનતા અને નીરસતા પેદા થાય છે. તેમજ થાક જેવી સમસ્યા પણ પેદા થાય છે. જો આવી સમસ્યા થતી હોય તો એકવાર મેડીકલ ચેકપ કરાવો અને જો તેનું કારણ એલ્યુમિનિયમના વાસણોનો ઉપયોગ આવે તો તરત જ તે વાસણોનો ઉપયોગ બંધ કરી દો.
🤷♀️ 5) એલ્યુમિનિયમના વાસણો ઓસ્ટિયોપોરોસિસને જન્મ આપે છે. એ આપણા હાડકાના વિકાસને અટકાવે છે. જેથી ઓસ્ટીઓપોરોસિસનો ખતરો વધી જાય છે. તેના કારણે યુવાન મહિલાઓના હાડકા સામાન્યની તુલનામાં નબળા હોય છે. 🤷♀️ 6) એલ્યુમિનિયમના ઉપયોગથી થઇ શકે છે કીડની પર ખરાબ અસર. જો તમે વધારે સમય સુધી એલ્યુમિનિયમના વાસણનો ઉપયોગ કરો તો તે મોટા આંતરડા, કીડની અને રક્ત પર વિપરીત અસર કરે છે.
🤷♀️ કેન્સરની સંભાવના રહે છે. તે સિદ્ધ નથી થયું કે તેનાથી કેન્સર થાય છે. પરંતુ એવું માનવામાં આવે છે કે તે મોટા આંતરડાની અમુક હદ સુધી પ્રભાવિત કરે છે. જે કેન્સરની આશંક વધારી શકે છે.🤷♀️ 7) વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ આ વાસણોના નિયમિત ઉપયોગથી લેડ અને કેડમિયમ એક્સપોઝર હોય છે જે IQ લેવલ ઘટાડે છે. તેનાથી ઘણા કાર્ડિયોવેક્યુલરડીસીઝ પણ થઇ શકે છે
🤷♀️ 8) બાળકનું IQ લેવલ ઓછું થવાથી તેની અસર તેના પરફોમન્સ પર પણ પડે છે. અન્ય બાળકોની અપેક્ષાએ તેનું પરફોમન્સ ખરાબ આવે છે. તેમજ રમત ગમતમાં પણ તેમની રૂચી ખતમ થઇ જાય છે. અને માનસિક રૂપે જલ્દી થાકી જાય છે. 🤷♀️9) એલ્યુમિનિયમ એસીડીક ફૂડ સાથે રીએક્શન કરે છે. તે અત્યાધિક પ્રતિક્રીયાશીલ છે અને તે ભોજન સાથે મળી શરીરમાં પ્રવેશ કરે છે જેથી સ્વાસ્થ્ય ખોરવાય છે.
🤷♀️ 10) એલ્યુમિનિયમ એક ભારે ધાતુ છે તે આપણા ઉત્સર્જન તંત્રને પચાવવામાં અને શરીરની બહાર કાઢવામાં અસમર્થ રહે છે. માટે જો ઘણા વર્ષોથી આ વાસણમાં બનેલો ખોરાક ખાવાથી તે ધાતુ આપણા લીવર, તંત્રિકા તંત્રમાં સમાઈ જાય છે. અને આ અવસ્થા શરીરને ઘણી ગંભીર સમસ્યાઓથી ઘેરી શકે છે. તે માનવ મસ્તિષ્કની કોશિકાઓનો વિકાસ અટકાવે છે. 🤷♀️ 11) એલ્યુમિનિયમનું મુખ્ય લક્ષણ છે પેટમાં દુઃખવું, ઘણી વાર એલ્યુમિનિયમની વિશક્તાના કારણે પણ પેટમાં દુઃખતું હોય છે.
🤷♀️ એલ્યુમિનિયમના વાસણ કરતા લોખંડના વાસણમાં ખોરાક પકાવવો. અથવા જો બની શકે તો માટીના વાસણમાં ખોરાક પકાવો. બને ત્યાં સુધી એલ્યુમિનિયમના વાસણમાં ખાવાનું બનાવવાનું છોડી સ્વસ્થ જીવન બનાવો. અને ઘણી બધી ગંભીર સમસ્યાથી બચો.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
I was pretty pleased to find this website. I want to to thank
you for ones time for this wonderful read!!
I definitely enjoyed every bit of it and I have
you book-marked to look at new stuff in your website.
I was suggested this web site by my cousin. I am not sure whether this post is written by him as nobody else
know such detailed about my problem. You are incredible!
Thanks!