મિત્રો તમે જાણો છો તેમ આજના સમયમાં કોલેસ્ટ્રોલ અને શુગર ના કેસ વધી રહ્યા છે. ત્યારે તમે દવાનું સેવન કરીને સમસ્યા દુર થાય છે. પણ આજે અમે તમને એક એવી દવા વિશે જણાવીશું જેમાં તમારે દવાની જરૂર નહિ પડે. ભારતમાં લગભગ બધા જ ઘરોમાં રોટલી બનાવવા માટે ઘઉંનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે, શિયાળાની ઋતુમાં મકાઇ અને બાજરાના લોટ માંથી બનેલ રોટલાનો પણ આનંદ લેવામાં આવે છે. આમતો, ઘઉંનો લોટ સ્વાસ્થ્ય માટે સારો છે પરંતુ, જો તમે સ્થૂળતા, ડાયાબિટીસ, હાર્ટ ડીસીઝ અને કોલેસ્ટ્રોલ જેવી ખતરનાક બીમારીઓથી જજૂમી રહ્યા હોય અને બચાવ કરવા માંગતા હોય તો, તમારે શિંઘોડા માંથી બનેલ લોટની રોટલીઓ ખાવાની શરૂ કરી દેવી જોઈએ.
જો તમે ગ્રામીણ ક્ષેત્રમાં રહેતા હોય તો, તમને ખબર હશે, કે શિંઘોડા તળાવમાં ઉગતું એક ફળ છે. જે લીલું અને હળવા ગુલાબી રંગનું હોય છે. તેને છોલીને કાચું કે ઉકાળીને ખાઈ શકાય છે. જો વાત કરીએ શિંઘોડાના પોષકતત્વોની તો, તેમાં ખૂબ જ ઓછી કેલોરી હોય છે જ્યારે તે કાર્બ્સ, ફાઈબર, પ્રોટીન, પોટેશિયમ, મેંગેનીઝ, કોપર, વિટામિન બી6 અને રાઈબોફ્લેવિનનો સારો એવો સ્ત્રોત છે.ડાયેટિશિયન અનુસાર, નિયમિત રૂપથી શિંઘોડાના લોટથી બનેલી રોટલીઓ ખાવાથી તમને હ્રદય રોગનું જોખમ, બ્લડ શુગરને કંટ્રોલમાં રાખવા અને વજન ઘટાડવા વગેરેમાં મદદ મળી શકે છે. ચાલો જાણીએ, શિંઘોડાના લોટના બીજા ક્યાં ક્યાં ફાયદાઓ છે.
1) વજન કંટ્રોલ કરવામાં મદદરૂપ:- શિંઘોડા ફાઈબરનો સારો એવો સ્ત્રોત છે અને તેમાં કેલોરી પણ ઓછી હોય છે. ડાયેટમાં સારી માત્રામાં ફાઈબર એડ કરવા અને ઓછી કેલોરી વાળું ભોજન ખાવાથી તમને વજન કંટ્રોલમાં રાખવામા મદદ મળે છે. હાઇ ફાઈબર ફૂડ તમને વધારે સેમય સુધી ભરાયેલા રાખે છે અને તમારી ખાવાની લાલસાને પણ ઓછી કરીને વજન ઘટાડવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.2) બ્લડ શુગરને કંટ્રોલ કરે છે:- એક્સપર્ટ ના મત મુજબ, શિંઘોડા ફાઈબરનો ખજાનો છે અને તે જ કારણ છે કે તે બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. હાઇ ફાઈબર વાળી વસ્તુઓ ખાવાથી તમારું શરીર ધીરે-ધીરે સ્ટાર્ચને અવશોષિત કરે છે. તે બ્લડ શુગરમાં સ્પાઇક્સથી બચવામાં મદદ કરે છે, જે ડાયાબિટીસ વાળા લોકો માટે ખતરનાક સાબિત થઈ શકે છે. આ રીતે શિંઘોડાનો ઉપયોગ કરીને બ્લડ શુગરને કંટ્રોલ કરી શકાય છે.
3) ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે:- શિંઘોડામાં ફાઈબર, પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન બી6, રાઈબોફ્લેવિન અને કોપર ભારે માત્રામાં જોવા મળે છે. આ બધા જ ન્યુટ્રિએંટ્સ ઇમ્યુનિટી સિસ્ટમને મજબૂત બનાવવામાં અને શરીરને ઇન્ફેક્શનથી બચાવવામાં મદદ કરી શકે છે.4) પાચનતંત્ર મજબૂત બને છે:- પાચનતંત્રના કામકાજને સારું બનાવવા માટે ફાઈબર જરૂરી છે. સારી વાત એ છે કે, શિંઘોડાનો લોટ ફાઈબરનો ભંડાર છે. તે જ કારણ છે કે તેની રોટલી ખાવાથી ડાયઝેશન સિસ્ટમને હેલ્થી રાખવામા મદદ મળી શકે છે. ફાઈબરના સેવનથી કબજિયાત, બવાસીર અને ઇર્રિટેબલ બાઉલ સિન્ડ્રોમ જેવી બીમારીઓનું જોખમ પણ ઘટે છે. આ રીતે પાચનતંત્રની મજબૂતી માટે શિંઘોડા ઉપયોગી બની શકે છે.
5) મૂડમાં સુધારો કરીને સ્ટ્રેસ દૂર કરે છે:- સ્ટ્રેસ આજના સમયમાં લોકોમાં ખૂબ જ સામાન્ય છે. તમારી ડાયેટમાં શિંઘોડાને સમાવિષ્ટ કરવાથી તમારા સ્ટ્રેસ લેવલને મેનેજ કરવામાં મદદ મળી શકે છે. વાસ્તવમાં, શિંઘોડા વિટામિન બી6 નો સારો એવો સ્ત્રોત છે, જેને મૂડ બુસ્ટરના રૂપથી ઓળખવામાં આવે છે. આમ શિંઘોડા વ્યક્તિના મૂડમાં સુધારો કરીને સ્ટ્રેસ દૂર કરવાનું કામ પણ કરે છે. 6) ગંદા કોલેસ્ટ્રોલને દૂર કરે છે:- બ્લડમાં કોલેસ્ટ્રોલનું હાઇ લેવલ હાર્ટ પ્રોબ્લેમનું કારણ બની શકે છે. આ કોલેસ્ટ્રોલ બ્લડ વેસલ્સમાં જમા થઈ શકે છે. અને હાર્ટ એટેકના જોખમને વધારી શકે છે. શિંઘોડાના હાઇ ફાઈબર કન્ટેન્ટ દ્વારા તમારા બ્લડ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં અને હાર્ટ પ્રોબ્લેમ્સ રિસ્કને ઘટાડવામાં મદદ કરી શકે છે.
7) કેન્સરનું જોખમ ઓછું કરે છે:- શિંઘોડામાં એન્ટિઓક્સિડેંટ ફેરુલિક એસિડનું લેવલ વધારે હોય છે. તે એન્ટિ ઓક્સિડેંટ સુનિશ્ચિત કરે છે કે શિંઘોડાનું માંસ પાક્યા પછી પણ કૂરકુરુ બન્યું રહે. શું વધારે છે, ઘણા અધ્યાયનોમાં પેરુલિક એસિડને ઘણા કેન્સરના ઓછા જોખમ સાથે જોડવામાં આવ્યું છે. એનસીબીઆઇની એક રિપોર્ટ મુજબ અધ્યયનમાં વૈજ્ઞાનિકોએ જાણ્યું કે, પેરુલિક એસિડ સાથે બ્રેસ્ટ કેન્સરની કોશિકાઓનો ઈલાજ કરવામાં અને તેની વૃદ્ધિને અટકાવવામાં અને તેના મૃત્યુને વધારો આપવામાં ઘણી મદદ મળે છે. આમ, કેન્સરના જોખમને ઓછું કરવામાં પણ શિંઘોડા ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. 8) બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે:- હાઇ બ્લડ પ્રેશર એક ઝડપથી વધી રહેલી સમસ્યા છે. જે હ્રદયના રોગનું મુખ્ય કારણ છે. શિંઘોડા પોટેશિયમનો એક મોટો સ્ત્રોત છે. અને તે જ કારણ છે કે તે, હાઇ બ્લડ પ્રેશરને ઘટાડવામાં મદદ કરે છે. એનસીબીઆઇ પર પ્રકાશિત એક રિપોર્ટ મુજબ, જ્યારે હાઇ બ્લડ પ્રેશર વાળા લોકો વધારે પોટેશિયમનું સેવન કરે છે તો, બ્લડ પ્રેશર ઘટી જાય છે. આમ, શિંઘોડા બ્લડ પ્રેશર ઘટાડવામાં ખુબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી