આપણા શરીરમાં વિટામીનોનું વિશેષ મહત્વ રહેલું છે. આથી દરેક વિટામીનની પુરતી કરવી એ જરૂરી છે. આવા જ એક વિટામીન રૂપે વિટામીન K આવે છે. જેનું આપણા શરીરમાં વિશેષ મહત્વ રહેલું છે. આથી શરીરને અંદરથી મજબુત કરવા માટે વિટામીન K ની ઉણપ પૂરી કરવી જરૂરી છે. જો તમારા શરીરમાં વિટામીન K ની સતત ઉણપ રહેતી હોય તો તમારા દરેક અંગને નુકશાન થઇ શકે છે. આથી વિટામીન K યુક્ત ખોરાકનું સેવન કરવું ખુબ જ મહત્વનું બની જાય છે.
શરીરને ઘણા બધા મિનરલ્સ અને વિટામીન્સની જરૂર રહે છે. એવામાં જો કોઈ પ્રકારની ઉણપ શરીરમાં થઈ જાય તો, આપણને અલગ-અલગ પ્રકારની બીમારીઓ થવા લાગે છે. એવું જ શરીરમાં વિટામિન K ની ઉણપના કારણે ઘણી બીમારીઓ થવાનું જોખમ રહે છે. વિટામિન K ની ઉણપ થાય તો, શરીરમાં ઘણી સમસ્યાઓ અને બીમારીઓ થવા લાગે છે. તેમજ જો શરીરમાં વિટામીન્સ પર્યાપ્ત માત્રામાં રહેલા હોય તો તે તમને કેન્સરથી બચાવે છે, હાડકાંના વિકાસમાં મદદ કરે છે, સાથે જ ઇન્સુલિન પ્રત્યે સંવેદનશીલતા વધી જાય છે. ડાયેટિશિયન મુજબ, વિટામિન K ના બે ઘટક હોય છે. એક હોય છે વિટામિન K1 જે તમને શાકભાજીથી મળી જાય છે. અને વિટામિન K2 જે માંસ અને ઈંડાથી મળે છે.
વિટામિન કેની ઉણપથી થતી સમસ્યાઓ:- હ્રદયના કામમાં અટકાવ આવવા લાગે છે. હાડકાં નબળા થઈ જાય છે અને તેના સંબંધિત બીમારીઓ, જેમકે ઓસ્ટીયોપેરોસિસ થઈ શકે છે. રક્ત ધમનીઓ સખ્ત થઈ જાય છે અને આંખોની સમસ્યા પણ થઈ શકે છે. દાંતની સમસ્યા પણ થઈ શકે છે. બ્રશ કરતાં સમયે કે ઈંજેક્શન લેતા સમયે લોહી આવવા લાગે છે. નાકથી વારંવાર લોહી આવવું વિટામિન K ની ઉણપ હોવાના લક્ષણો માંથી એક છે. વિટામિન K દાંતના મૂળને મજબૂત બનાવે છે અને તેને તૂટવાથી કે સડવાથી અટકાવે છે. પેશાબ દરમિયાન લોહી વિટામિન K ની ઉણપનું લક્ષણ છે.
બાળકોને વિટામિન k ની ઉણપથી વધારે જોખમ:- ગર્ભાવસ્થા દરમિયાન અને ડિલિવરી દરમિયાન પણ ડોક્ટર સામાન્ય રીતે બાળકની તપાસ કરતાં હોય છે. સાથે જ તેમને વિટામિન K નું ઈંજેક્શન પણ આપવામાં આવે છે. પરંતુ જો બાળકમાં વિટામિન K ની ઉણપ હોય તો તેમાં રક્તસ્ત્રવિ રોગ ઉત્પન્ન થઈ શકે છે. જેને મેડિકલ ભાષામાં HDN નામથી પણ ઓળખવામાં આવે છે.
વિટામિન k શા માટે જરૂરી:- વિશેષજ્ઞ ડોક્ટર મુજબ, ઘાવ રૂઝવા, લોહીને પાતળું કરનારી હાનિકારક દવાઓની અસરને રોકવા માટે વિટામિન K ની જરૂરી ભૂમિકા છે. તે સિવાય, નવજાત બાળકના રક્તસ્ત્રાવ સંબંધી વિકારોને અટકાવવા માટે પણ વિટામિન કે મદદરૂપ સાબિત થાય છે. હાડકાંના સ્વાસ્થ્યને વધારવા માટે પણ વિટામિન કેની જરૂરિયાત હોય છે. વિટામિન D સાથે વિટામિન K પણ હાડકાં અને પેઢા માટે ફાયદાકારક છે.હાડકાંના ઘનત્વને વધારે છે અને વૃદ્ધ મહિલાઓમાં ફ્રેકચરની સંભાવનાને ઘટાડે છે. તે ઓસ્ટીયોપેરાસિસ અને હાડકાંના નુકસાનમાં પણ સફળતા પૂર્વક મદદ કરે છે, અધ્યયનો મુજબ, તે વિટામિન ધમનીની દીવાલોમાં ખનીજના કારણને અટકાવે છે અને રક્તચાપને નિયંત્રણમાં રાખે છે જેનાથી હ્રદયનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે.
વિટામિન K ની ઉણપ દૂર કરવા માટે શું ખાવું જોઈએ:- જો તમને પણ વિટામિન K ની ઉણપ થવાનું કોઈ લક્ષણ દેખાય તો, તમે એક સહ ડાયેટ સાથે આ ઉણપને દૂર કરી શકો છો. તે માટે તમારે માત્ર તમારી ડાયેટ વચ્ચે કાચી વસ્તુઓ, કોબીજ, કાજુ, કિવિ, દાડમ અને લીલા પાંદડાવાળી શાકભાજીનું સેવન કરવાનું રહેશે. સાથે જ તમે ચાહો તો, ડોક્ટરની સલાહ પર દવા કે સપ્લીમેંટ્સ પણ લઈ શકો છો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી