આ 5 ઉપચારથી ઈન્સ્ટન્ટ ઘટી જશે તમારું બેડ કોલેસ્ટ્રોલ… વગર દવાએ નસોની ગંદકી નીકળી જશે બહાર… જાણો કોલેસ્ટ્રોલ ઘટાડવાનો અસરકારક ઉપાય…

જયારે આપણા શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જાય છે ત્યારે અનેક બીમારીઓ આપણા શરીરને ઘરી વળે છે. આથી શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ જાળવી રાખવા માટે જરૂરી છે કે તમે એવી દવાનું સેવન કરો જેનાથી તમારા શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ યોગ્ય પ્રમાણમાં રહે. આ માટે તમે કેટલીક આયુર્વેદિક દવાનું પણ સેવન કરી શકો છો. તેનાથી તમારા શરીરમાં સારા કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે છે. અને ખરાબ કોલેસ્ટ્રોલને બહાર કાઢવામાં મદદ મળે છે. ચાલો તો આપણે આ લેખમાં કોલેસ્ટ્રોલ લેવલને ઠીક રાખવા માટેના આયુર્વેદિક ઉપાય વિશે જાણી લઈએ. 

આપણા લોહીમાં ખરાબ એટલે કે, એલડીએલ કોલેસ્ટ્રોલનું વધારે સ્તર ઘણા ગંભીર રોગોના પ્રમુખ જોખમોના કારણો માંથી એક છે. તે બ્લડ પ્રેશરના સ્તરને વધારે છે, સાથે જ હ્રદય રોગ જેવા હાર્ટ એટેક, સ્ટ્રોક અને ફેલિયર વગેરેનું પણ કારણ બને છે. તે ક્રોનીક કિડની રોગોનું પણ કારણ બને છે. માટે ગંભીર રોગોથી બચવા અને સ્વસ્થ રહેવા માટે ખરાબ કોલ્સટ્રોલને ઘટાડવું ખૂબ જરૂરી છે. પરંતુ શરીરમાં સારું કોલેસ્ટ્રોલ કેવી રીતે વધારવું તેને લઈને લોકો ઘણા પરેશાન રહેતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે, આયુર્વેદમાં જણાવ્યા મુજબ અમુક સરળ સ્ટેપ્સને ફોલો કરીને તમે સરળતાથી કોલેસ્ટ્રોલ ઘટાડી શકો છો. આયુર્વેદિક ચિકિત્સકે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં તમે આયુર્વેદની મદદથી કોલેસ્ટ્રોલ કઈ રીતે ઘટાડી શકો છો, તેના વિશે વિસ્તારથી જણાવ્યુ છે. તેમના મત મુજબ, આયુર્વેદમાં કોલેસ્ટ્રોલ વધવાની સમસ્યાને મેદોરોગ કહેવામા આવે છે. જે આપણા શરીરની અંદર રહેલ મેદો ધાતુ કે ફૈટ ટીશ્યુ અસામાન્ય ફંક્શન સંબંધિત છે. તેને સામાન્ય રાખવામા અમુક ઉપાય તમારી મદદ કરે છે. આ લેખમાં અમે ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવાના 5 આયુર્વેદિક ઉપાયો જણાવી રહ્યા છીએ. 

કોલેસ્ટ્રોલ ઘટાડવા માટેના આયુર્વેદિક ઉપાય:- 

1) દીપન અને પાચન:- ઇષ્ટતમ કાર્ય માટે પોતાની અગ્નિને સરખી કરવી અને વધારવાનો પ્રયાસ કરવો. તે માટે તમે સરળતાથી પચી શકે તેવી અમુક જડીબુટ્ટીનું સેવન કરી શકો છો જેમકે, સૂંઠ, ત્રિકટું. ફાસ્ટિંગનો અભ્યાસ કરવો, તેનાથી ખૂબ જ ફાયદો મળે છે. હળવા ફૂડ ખાવા, સાથે જ સવારે ખાલી પેટ એકસરસાઈઝ કરવી. તેનાથી પણ ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર જલ્દી ઘટાડવામાં મદદ મળે છે. 2) ભારે ફૂડ અને ખોટા ફૂડનું કોંબીનેશન ન કરવું:- અડદ દાળ, ડેરી અને ખાંડ, નટ્સ અને નટ્સ બટર જેવા ભારે ફૂડ અને તેનાથી બનેલા પકવાન કે વ્યંજનો ખાવાથી બચવું. બે એવા ફૂડ્સના સેવનથી બચવું, જેની પ્રકૃતિ કે તાસીર એક બીજાથી વિપરીત હોય જેમકે, દૂધની સાથે ફળ, ગરમ પાણીમાં મધ, દૂધ અને માછલી વગેરે. 

3) કફ દોષને સંતુલિત કરે:- ગરમ, હળવા અને સરળતાથી પચી જાય તેવા અનાજ અને દાળ ખાવા ચોખા, જવ, ચણા અને મગદાળ. માટી પર ઊગતા શાકભાજીનું સેવન આદર્શ ગણવામાં આવે છે. 

4) ફિઝિકલી એક્ટિવ રહેવું:- અમુક સરળ એકસરસાઈઝ જેમકે, દોરડા કુદવા, સ્વિમિંગ, બ્રિસ્ક વોક અને સાઈકલિંગને પોતાના રૂટિનનો ભાગ બનાવવો. ડ્રાઈ બ્રશિંગ કે લેખન પાવડર જેવા ત્રિફલા સાથે પાવડર મસાજ કરવી ખુબજ ફાયદાકારક છે.5) ગરમ પાણીનું સેવન કરવું:- ટોક્સિંસ શરીરમાં મેટાબોલિક રોગનું મુખ્ય કારણ છે, જે ચેનલોમાં અટકાવનું કારણ બને છે. તેને સાફ કરવામાં ગરમ પાણી ખૂબ જ લાભદાયી છે અને અગ્નિને વધારો આપે છે. 

આ સરળ આયુર્વેદિક ઉપાયોને પોતાના દૈનિક જીવનમાં ફોલો કરીને તમે સરળતાથી ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડી શકો છો અને સારું કોલેસ્ટ્રોલ વધારી શકો છો. આમ આ સરળ ઉપાયો દ્વારા તમે ખરાબ કોલેસ્ટ્રોલના લેવલને ઠીક કરી શકો છો. તેમજ સારા કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment