પિતા બનશે વિરાટ કોહલી ! જુઓ અનુષ્કા શર્માએ પ્રેગનેન્સીનો આવો ફોટો કર્યો શેર.

મિત્રો ભારતીય ક્રિકેટના સુપરસ્ટાર માનવામાં આવતા ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલી પિતા બનવા જઈ રહ્યા છે. કેમ કે તેણે પોતાની પત્ની અનુષ્કા શર્મા સાથે એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ ફોટો શેર કર્યાની સાથે એવું પણ જણાવ્યું છે કે, જાન્યુઆરી 2021 માં તેના ઘરે એક નાનું મહેમાન આવવાનું છે. શેર કરેલ એ ફોટોમાં અનુષ્કા શર્મા બેબી બંપની સાથે દેખાય રહી છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્માને ઇન્ડસ્ટ્રીના સૌથી પ્રમુખ પાવર કપલની ગણતરીમાં આવે છે. કેમ કે બંને એક સ્ટાર છે કે, પોતપોતાના ફિલ્ડમાં ખુબ જ શાનદાર કામ કરે છે. અને તેના સારા કામને લઈને તેઓ ખુબ ચર્ચામાં પણ રહે છે. 

થોડા દિવસો પહેલાં અનુષ્કા શર્માના એક ફેન્સ દ્વારા ઇન્સ્ટાગ્રામમાં પૂછવામાં આવ્યું હતું કે, શું તમારા નજીકના સંબંધીઓ તમને બેબી પ્લાનિંગ માટે નથી પૂછતાં ? તમારા અને વિરાટના લગ્ન થયાને ઘણો સમય થઈ ગયો છે. તેના જવાબમાં અનુષ્કાએ જણાવ્યું હતું કે, નહિ. માત્ર સોશિયલ મીડિયા પર લોકો જ પૂછે છે. 

નોંધપાત્ર છે કે, અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની વચ્ચે ખુબ જ સારું અને મજબુત બોન્ડિંગ છે. અનુષ્કાએ જણાવ્યું હતું કે, વિરાટ કોહલી મેદાન પર ભલે ગમે એટલો અગ્રેસીવ કેમ ન હોય, પરંતુ ઘરમાં તે ખુબ જ કુલ છે. તો બીજી તરફ વિરાટ કોહલીએ ઘણી વાર કહ્યું છે કે, અનુષ્કાના કારણે મારા જીવનમાં ઘણા સકારાત્મક બદલાવો આવ્યા છે અને લગ્ન કર્યા બાદ માણસ તરીકે પણ તે ખુબ જ સારી છે. 

https://www.instagram.com/p/CEYZIPllBzF/?utm_source=ig_embed

પરંતુ મિત્રો જ્યારથી વિરાટ અને અનુષ્કાના આ સમાચાર સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યા છે. આ જોડીના પ્રશંસકો અને મિત્રો દ્વારા ખુબ જ પ્રેમ દર્શાવવામાં આવી રહ્યો છે. અનુષ્કા શર્માની ગર્ભાવસ્થાની ઘોષણા કરતી પોસ્ટને માત્ર 24 કલાકની અંદર ઇન્સ્ટાગ્રામ પર 15.3 મિલિયન લાઈક્સ મળી ગયા હતા. તેમની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર સૌથી વધુ પસંદ થયેલી પોસ્ટ બની ગઈ છે. 

મિત્રો પહેલી વાર અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી એક શેમ્પુની એડના શુટિંગ દરમિયાન મળ્યા હતા. એ સમયે વિરાટ કોહલી ખુબ જ નર્વસ હતા. કેમ કે તેને એક્ટિંગ વિશે કંઈ ખાસ ખબર ન હતી. આ એડમાં સાથે કામ કર્યા બાદ બંને વચ્ચે મિત્રતા થઈ ગઈ અને ઘણી વાર સાથે જોવા મળતા હતા. ત્યાર બાદ બંનેએ વર્ષ 2017 માં ઇટાલીમાં જઈને લગ્ન કરી લીધા હતા. હવે એમના પરિવારમાં એક નાના મહેમાનનું આગમન થશે એવા સમાચાર આવ્યા છે. 

Leave a Comment