સુશાંત કેસ : રિયા ચક્રવર્તીની 6 વોટ્સએપ ચેટ થઈ વાયરલ.. કહ્યું ચા માં 4 ટીપા નાખી એને….

સુશાંત સિંહ રાજપૂતની મોત મિસ્ટ્રીમાં રોજ નવી ખબરો સામે આવી રહી છે. પહેલાં સુશાંતના કેસને ડિપ્રેશનમાં હોવાના કારણે આત્મહત્યા ગણાવી હતી. ત્યાર બાદ સુશાંતના પિતાએ રિયા પર સુશાંતને આત્મહત્યા કરવા માટે ઉકસવવાનો આરોપ લગાવ્યો હતો. કેસની તપાસ કરતા સુશાંતનું મર્ડર થવાની શંકા હતી. હવે સુશાંતનો કેસ સીબીઆઇને સોંપવામાં આવ્યો છે. જેમાં એક નવી વાત જાણવા મળી છે. જેના વિશે આજે આ લેખમાં તમને જણાવશું.

ઉલ્લેખનીય છે કે, સુશાંત કેસમાં સીબીઆઇ રિયા ચક્રવર્તીની વિગતે તપાસ કરી રહી છે. જેમાં મની લોન્ડ્રિંગ એંગલ બાદ હવે આ કેસમાં નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો પણ તપાસ કરી શકે છે. કારણ કે, રિયા ચક્રવર્તીની વોટ્સએપ ચેટ આ કેસમાં ડ્રગ એંગલ પણ સામે આવ્યું છે. તાજેતરમાં જ રિયાની અમુક ચેટ સામે આવી છે જે ખુબ જ ચોંકાવનારી છે. 

રિયા ચક્રવર્તીની વોટ્સએપ ચેટ્સના અમુક અંશ સામે આવ્યા છે, જેમાં ચોંકાવનારી હકીકત જાણવા મળી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, આ ચેટ્સમાં રિયા ચક્રવર્તીએ ઘણા લોકો સાથે વાત કરી છે. જો કે રિયાના વકીલે આ બધા આરોપોનું ખંડન કર્યું છે. રિયાના વકીલે કહ્યું કે, રિયાએ ક્યારેય ડ્રગ્સ લીધું જ નથી. 

પહેલી ચેટ : રિયા અને ગૌરવ આર્યા વચ્ચેની છે. ગૌરવની ઓળખ ડ્રગ્સ ડીલર તરીકે થઈ છે. આ ચેટમાં લખ્યું હતું કે, `જો આપણે હાર્ડ ડ્રગ્સની વાત કરીએ તો મેં વધારે ડ્રગ્સનો ઉપયોગ કર્યો નથી.’ આ મેસેજને રિયાએ 8 માર્ચ 2017ના રોજ ગૌરવને કર્યો હતો.

બીજી ચેટ : બીજી ચેટમાં પણ રિયાએ ગૌરવ સાથે વાત કરી હતી. જેમાં રિયાએ ગૌરવને પૂછ્યુ કે, ‘તારી પાસે MD છે ?’ અહીં MD નો અર્થ ડ્રગ MDMA થી છે, આ ડ્રગ્સને ખૂબ જ સ્ટ્રોગ માનવામાં આવે છે. 

ત્રીજી ચેટ : ત્રીજી ચેટ રિયા અને જયા સાહા વચ્ચેની છે. આ ચેટ 25 નવેમ્બર 2019 ની છે. જેમાં જયાને રિયાને કહે છે કે, ‘મેં તેને શ્રૃતિ સાથે કો-ઓર્ડિનેટ કરવા કહ્યું છે.’  રિયા તેના જવાબમાં કહે છે કે, ‘ખુબ આભાર.’ ત્યાર બાદ જયા કહે છે કે, ‘નો પ્રોબલમ બ્રો. આશા છે કે, આ મદદગાર સાબિત થશે.’

ચોથી ચેટ : ચોથી ચેટમાં રિયા ચક્રવર્તીને જયાએ કહ્યું, ચા, કોફી કે પાણીમાં 4 ટીપા નાંખી અને તેને પીવા દો. તેની અસર 30 થી 40 મિનિટ પછી જોવા મળશે. રિયા અને જયા વચ્ચે 25 નવેમ્બર, 2019 ના રોજ આ વાત થઈ હતી. 

પાંચમી ચેટ : ત્યાર બાદ મિરાંડા અને રિયા વચ્ચે ફરી વાત થઈ હતી. ચેટમાં મિરાંડા કહે છે, હાય રિયા, સ્ટફ લગભગ ખતમ થઈ ચુક્યો છે. આ ચેટ એપ્રિલ 2020ની છે. 

છઠ્ઠી ચેટ : એપ્રિલમાં જ એકવાર ફરી એક બીજી ચેટમાં મિરાંડા, રિયાને પુછે છે કે, ‘શું આ આપણે શૌવિકના દોસ્ત પાસે લઈ શકીએ છીએ ?’ પરંતુ તેની પાસે ફક્ત hash અને bud છે. તેને લોવર લેવલનું ડ્રગ્સ માનવામાં આવે છે. 

હકીકતમાં ઇડીએ રિયા ચક્રવર્તીના ફોનમાં એક સંદિગ્ધ ડ્રગ્સ ડીલર્સનો નંબર મળ્યો છે, ત્યાર બાદ ઇડીએ રિયાના ફોનનો ડેટાને રી-ટ્રિવ કર્યો છે. જેમાં જાણવા મળ્યું કે, રિયાએ એક ડ્રગ ડિલર સાથે ચેટ કરી અને પછી તેને ડિલીટ કરી દીધી હતી.

Leave a Comment