મિત્રો આપણા જીવનમાં તેમજ સ્વાસ્થ્ય માટે અનેક ફળો ખાવા ખુબ જ જરૂરી છે. તેમજ ફળનું સેવન એ આપણી ઈમ્યુનિટી વધારવા માટે ખુબ જ જરૂરી છે. તેમાંથી તમને વિટામિન, કેલ્શિયમ, પોટેશિયમ, ફાઈબર જેવા પોષકતત્વો મળી રહે છે. તો આજે અમે તમને એક એવા જ ફળ વિશે જણાવીશું જેને ખાવાથી તમારી આ 7 બીમારીઓ જડમૂળથી નાબુદ થઈ જશે. ચાલો તો જાણીએ ક્યું છે એ ફળ.
લીચી જેવું દેખાતું આ ફળ છે રામબુતાન છે, જે માત્ર ખાવામાં જ નહિ પણ તંદુરસ્તીની દ્રષ્ટીએ પણ ખુબ જ ફાયદાકારક છે. તેમાં ખુબ જ વિપુલ પ્રમાણમાં ફાઈબર, વિટામિન, આયર્ન અને ઝીંક હોય છે. ચાલો તો જાણીએ તેના ફાયદા.પ્રકૃતિએ આપણને દુનિયાભરના ફળ આપ્યા છે. જે સ્વાદ અને તંદુરસ્તી બંનેની દ્રષ્ટિએ ખુબ જ સારા છે. તેવી જ રીતે લીચીની જેમ દેખાતું આ ફળ રામબુતાન છે. જે ભારતમાં દક્ષિણ રાજ્યો જેમ કે કેરળ, કર્ણાટક, અને તમિલનાડુમાં સહેલાઈથી મળી રહે છે. લીચીની જેમ આ લાલ વાળ વાળું આ ફળ સ્વાસ્થ્ય લાભથી ભરેલું છે. જેને તમે નજરઅંદાજ નથી કરી શકતા.
તેનો સ્વાદ હળવો મીઠો અને ખાટો હોય છે. આ ફળ જોવામાં ભલે નાનું હોય, પણ તેમાં વિટામિન સી ખુબ જ રહેલું છે. તેને ખાવાથી ઇમ્યુનિટી વધે છે અને શરીરથી વિષાક્ત પદાર્થ બહાર નીકળી જાય છે. રામબુતાનનું સેવન કરવાથી આપણને ક્યાં કયા લાભ થાય છે અને કંઈ બીમારીથી બચી શકાય છે, ચાલો તો તેના વિશે જાણીએ.ઘણા પોષકતત્વોથી ભરપુર છે રામબુતાન : સૌ ગ્રામના રામબુતાનમાં લગભગ 84 કેલેરી મળે છે, ફળની એક સર્વિંગમાં માત્ર 0.1 ગ્રામ વસા ફેટ હોય છે. તેમાં 0.9 ગ્રામ પ્રોટીન પણ હોય છે. 100 ગ્રામ ફળમાં વિટામિન સી 40% હોય છે. જેની તમને પ્રતિદિન આવશ્યકતા હોય છે અને લગભગ 28% આયર્ન હોય છે. એટલું જ નહીં તેમાં તાંબુ પણ છે, જે તમારી રક્ત વાહિકાઓ અને રક્ત કોશિકાઓના સ્વાસ્થ્ય સુધાર માટે આયર્નની સાથે મળીને કામ કરે છે.
જીવાણુંરોધી અને એન્ટીસેપ્ટિક ગુણથી ભરપુર : ઘણા રિસર્ચમાં જોવા મળ્યું છે કે, આ ફળનો ઉપયોગ પ્રાચીનકાળથી તે પોતાના જીવાણુંરોધી ગુણ માટે કરવામાં આવે છે. ઘણા અધ્યયન ફળના એન્ટીસેપ્ટિક ગુણની પણ વાત કરે છે, જે શરીરને ઘણા સંક્રમણથી બચાવે છે. આ ફળ ઘાવ ભરવામાં ઝડપથી કામ કરે છે. પરુ રોકવામાં પણ મદદ કરે છે.કામોત્તેજકના રૂપમાં કામ કરે છે : ઘણા સુત્રોમાં કહેવામાં આવ્યું છે કે, રામબુતાનના પાન કામોત્તેજકના રૂપમાં કામ કરે છે. પાનને પાણીમાં પલાળીને અને પછી તેનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. તેનાથી કામેચ્છા વધારનાર હાર્મોન સક્રિય કરવામાં મદદ મળે છે. માનવામાં આવે છે કે, રામબુતાન પ્રજનન ક્ષમતાને વધારે છે, જો કે હજુ તેના પર રિસર્ચ થઈ રહ્યું છે.
કેન્સર રોકવામાં મદદ કરે છે : રામબુતાન એક ઉચ્ચ એન્ટી ઓક્સીડેન્ટ સામગ્રી વાળા ફળોમાંથી એક છે, જે કેન્સરને રોકે છે. આ એન્ટી ઓક્સીડેન્ટ સોકા સામે લડે છે અને શરીરમાં કોશિકાઓને પ્રભાવિત થવાથી બચાવે છે. ફળમાં વિટામિન સી પણ આ બાબતે મદદ કરે છે. તે હાનિકારક મુક્ત કણોને બેઅસર કરે છે અને કેન્સરના વિભિન્ન રૂપોથી સુરક્ષા પ્રદાન કરે છે.ncbi ના એક અધ્યયન અનુસાર રામબુતાનની છાલ કેન્સર કોશિકાઓના વિકાસને ધીમો કરી શકે છે. તે લીવરના કેન્સરના ઈલાજ માટે પણ ઉપયોગી છે અને એક અન્ય રિપોર્ટ અનુસાર દરરોજ પાંચ રામબુતાન ખાવાથી કેન્સરનો ખતરો ઘણો ઓછો થાય છે.
ડાયાબિટીસનો ઈલાજ : વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિશ્વવિદ્યાલય, કુનમિંગ, ચીનમાં કરેલ સ્ટડી અનુસાર રામબુતાનની છાલમાં એન્ટી ડાયાબેટીક ગુણ હોય છે. એવા ઉંદર જેને ટાઈપ -2 ડાયાબિટીસની સમસ્યા હતી, તેને રામબુતાનની છાલમાં રહેલ અર્કને ઇન્ડયુસ્ડ કરવામાં આવ્યું અને જાણવા મળ્યું કે તેનું ફાસ્ટિંગ બ્લડ ગ્લુકોઝ લેવલ ઓછું થઈ ગયું. રામબુતાનમાં ફ્રુક્ટોઝ હોય છે અને આ ઇન્સુલીન પ્રતિરોધને વધારે છે. જેનાથી ડાયાબિટીસ અનકંટ્રોલ પણ થઈ શકે છે. વધુ માત્રામાં લેવાથી તે રક્ત શર્કરાના સ્તરમાં વૃદ્ધિનું કારણ બની શકે છે. આથી તેનું સેવન સીમિત માત્રામાં કરવું જોઈએ.હૃદયની બીમારીમાં સુધાર લાવે છે : રામબુતાનમાં ઉચ્ચ ફાઈબર હોય છે, જે કોરોનરી હૃદય રોગના જોખમને ઓછું કરી શકે છે. તે ઉચ્ચ રક્તચાપને ઓછું કરવામાં મદદ કરે છે અને કોલેસ્ટ્રોલના સ્તરને ઓછું કરવાનું કામ કરે છે. આ બન્ને જ હૃદયને નુકસાનથી બચાવે છે.
હાડકાઓને મજબુત કરે છે : રામબુતાનમાં સારી માત્રામાં ફોસ્ફરસ હોય છે, જે હાડકાઓના નિર્માણ અને તેની મજબૂતી માટે સહાયક હોય છે. તેમાં વિટામિન સી પણ હાડકાઓના સ્વાસ્થ્યમાં યોગદાન આપે છે.
રામબુતાનને કેવી રીતે ખાવું જોઈએ : રામબુતાનને પહેલી વખત જોઈને કદાચ તમે ડરી જશો, કારણ કે તેની ઉપરની છાલને કાઢવી ખુબ જ મુશ્કેલ લાગે છે. જો કે યોગ્ય પ્રક્રિયાને સમજ્યા પછી તેની છાલ કાઢવી સહેલી છે. તેને કાઢ્યા પછી તમે તેને એમ જ ખાઈ શકો છો અથવા સલાડ રૂપે, અથવા સ્મૂદી અથવા ડેસર્ટમાં નાખીને પણ ખાઈ શકો છો.
આવીજ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી