વધુ ચરબી ફેલ કરી નાખે છે શરીરના આ મહત્વના અંગને | આ રીતે ઘટાડો તમારું વજન, નહિ તો મુકાય જશો મુશ્કેલીમાં..

મિત્રો વજન વધવો એ સ્વાભાવિકપણે દરેક લોકોને નથી ગમતું. આથી પોતાનું વજન કંટ્રોલમાં રહે તે માટે લોકો અનેક ઉપચાર કરે છે. તેમજ પોતાનું એક નિશ્ચિત ડાયટ પણ રાખે છે. તેમજ કસરત કરવી વગેરે પણ ધ્યાન રાખે છે. પણ ઘણી વખત તેમ છતાં પણ વજન વધે છે તો તમારે અનેક બીમારીઓનો સામનો કરવો પડી શકે છે. આથી શરીરનું વજન વધશે તો તમારી કિડની પણ ખરાબ થઈ શકે છે. ચાલો તો તેના વિશે વધુ જાણી લઈએ.

શરીરમાં વિષાક્ત પદાર્થથી છૂટકારો મેળવવા માટે કિડની જવાબદાર છે. પરંતુ આ કિડની સારી રીતે કામ કરવાનું બંધ કરી દે, તો કેટલીક સ્વાસ્થ્ય સમસ્યા પેદા થઈ શકે છે, જેમાંથી વજન વધવો એટલે ઓબેસિટી પણ એક છે. કિડની માનવ શરીરનો મહત્વપૂર્ણ ભાગ છે. આ શરીરમાં વિભિન્ન કોશિકાઓ, ઉતકો અને અંગોની ચયાપચય ગતિવિધિ દરમિયાન ઉભા થતા વિષાક્ત પદાર્થોથી છૂટકારો મેળવવામાં મદદ કરે છે. જો કિડની સારી રીતે કામ કરવાનું બંધ કરી દે તો બોડીમાં ફ્લૂડ જમા થઈ શકે છે. જેને લીધે ધીરે-ધીરે વજન વધે છે.અનહેલ્ધી કિડનીના કેટલાક સામાન્ય લક્ષણમાં વારંવાર પેશાબ જવું, માંસપેશીઓમાં એંઠન, ત્વચાની સમસ્યા અને પેશાબમાં લોહીનો સમાવેશ થાય છે. કિડની જો સ્વસ્થ ન હોય તો વ્યક્તિ ખુબ જલ્દી વજન વધારાનો શિકાર થઈ જાય છે.  ડબ્લ્યુએચઓ પ્રમાણે 2016 સુધી 1.9 બિલિયન વયસ્ક ઓબેસિટીથી પીડિત છે. તમે વિચારી રહ્યા હશો કે અમે વારંવાર કિડની અને વજન વધારાની વાત કેમ કરી રહ્યા છીએ. એવું એટલા માટે કે કિડની સ્વાસ્થ્ય અને વજન વધારા વચ્ચે એક ઉંડું કનેક્શન છે, જેના વિશે અમે તમને જણાવીશું.

વજન વધારો અને કિડની સ્વાસ્થ્ય વચ્ચે શું છે કનેક્શન : ક્યારેક જોવામાં મળે છે કે, જાડા લોકોને કિડનીની સમસ્યા હોય છે. તેનાથી વિશેષ વજન વધારો (ક્રોનિક કિડની ડિસીઝ) સીકેડીના જોખમ કારકના જોખમ જેમ કે ટાઈપ 2 ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર વધી જાય છે. તેનું કારણ એ છે કે, વજન વધારાથી પ્રભાવિત વ્યક્તિઓમાં વધી રહી બીએમઆઈથી ચયાપચય માંગોને પૂરી કરવા માટે કિડનીને સામાન્ય સ્તર પર ફિલ્ટરિંગ કરવું પડે છે. જેને હાઈપર ફિલ્ટ્રેશન કહેવામાં આવે છે. જે લોકો વધારે વજન વાળા અથવા જાડા હોય છે એમાં સામાન્ય વજન વાળાની તુલનાએ એન્ડ સ્ટેજ કિડની ડિસીઝ વિકસિત થવાની સંભાવના 7 ગણી વધારે રહે છે.એવામાં વજન વધારો સિકેડી અને અન્ય તંત્રના કાર્યભારને વધારીને સીધું ડેમેજનું કારણ બની શકે છે. વધારે વજનથી પીડિત લોકોને એક્યુટ કિડની ઇજરીનું પણ ખુબ વધારે જોખમ છે. આ એક ગંભીર સ્થિતિ છે, જે અચાનકથી વિકસિત થાય છે. જે થોડા સમય સુધી રહે છે. પરંતુ ઈલાજ પછી તે બધી રીતે ગાયબ થઈ જાય છે. કોઈ ગંભીર સ્થિતિમાં આ જીવનભર પણ બની રહે છે. ચાલો તો જાણીએ વજન રોકવાના ઈલાજ વિશે.

ખાવા પર કરો કંટ્રોલ : સંતુલિત અને નિયંત્રિત ભોજન તમારા વજનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તમારા ખોરાકમાં એવા ખાદ્ય પદાર્થનો સમાવેશ કરવો જોઈએ કે જેમાં ઓમેગા-3 ફેટી એસિડ અને ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય. આ સ્વસ્થ શરીરમાં મેટાબોલિઝ્મનું નિર્માણ કરવામાં જવાબદાર છે. પ્રોસેસ્ડ ફૂડ અને એવા ખાદ્ય પદાર્થોનું સેવન કરવાથી બચવું, જેમાં વસાનું પ્રમાણ વધારે હોય.વ્યાયામ કરો : પેટમાં જમા વસાને ખતમ કરવા માટે સૌથી ઉત્તમ ઉપાય છે વ્યાયામ. કારણ કે શરીરમાં વસા જમા થવાથી વજન વધી શકે છે. એટલે નિયમિત રીતે વ્યાયામ કરવાથી તેનાથી છુટકારો મેળવી શકાય છે.

ધીમે ધીમે ખાવું જોઈએ : ધીમે ધીમે ખાવાથી વજન વધારો રોકવામાં મદદ મળે છે. જો કે ધીમે-ધીમે ખાવાથી પેટ સારી રીતે ભરાઈ છે અને વારંવાર ભૂખ નથી લાગતી. એનાથી કેલેરીનું સેવન ખુબ ઓછું થાય છે. આ સિવાય ખાદ્ય પદાર્થને સારી રીતે ચાવીને ખાવાથી સ્વસ્થ પાચનમાં ખુબ મદદ મળે છે.ઉપર આપેલા ઉપાયથી કિડનીના સ્વાસ્થ્યને સારું રાખવામાં ખુબ ફાયદાકારક સાબિત થાય છે. કિડનીના સારા સ્વાસ્થ્ય માટે પર્યાપ્ત પ્રમાણમાં પાણી પીવું ખુબ જરૂરી છે. એટલા માટે હંમેશા હાઈડ્રેટ રહેવાની કોશિશ કરવી.

આવીજ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment